એકલા છો? તો ભાડા પર લાવો બોયફ્રેન્ડ, આ App કરશે તમારી મદદ

પ્રતિકાત્મક તસવીર

શું તમે પૈસા આપીને તમે પોતાના માટે કંપેનિયન ખરીદી શકો છો? કદાચ નહીં. પરંતુ આજના જમાનામા દરેક વસ્તુ શક્ય છે.

 • Share this:
  શું તમે પૈસા આપીને તમે પોતાના માટે કંપેનિયન ખરીદી શકો છો? કદાચ નહીં. પરંતુ આજના જમાનામા દરેક વસ્તુ શક્ય છે. મુંબઇના રહેનારા કૌશલ પ્રકાશે એક એવી એપ લોન્ચ કરી છે જે લોકોને બોયફ્રેન્ડ આપવા છે. આ એપનું નામ રેન્ટ અ બોયફ્રેન્ડ (આરએબીએફ) છે.

  કૌશલ પ્રકાશનો દાવો છે કે, ભાડા ઉપર આપવામાં આવતા બોયફ્રેન્ડ લોકોને એકલાપણા અને ડિપ્રેશનમાંથી બહાર લાવવામાં મદદ કરશે. તમે વિચારી રહ્યા છો કે આ કેવી રીતે શક્ય છે. ? કૌશલ પ્રકાશે ન્યૂઝ 18 સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ સેવા અન્ય સેવાઓ જેવી જ હશે. આ સેવામાં કલાકો પ્રમાણે પૈસા વસુલવામાં આવશે. આ એપ યુવતીઓને એક બોયફ્રેન્ડ, એક કંપેનિયન આપશે જેની સાથે તે દરેક મુઝવણો અને મુશ્કેલીઓ શેર કરી શકશે.

  આ એપને ઓગસ્ટમાં લોન્ચ કરવામાં આવી છે. ખાસ કરીને જે લોકો ડિપ્રેશન સામે લડી રહ્યા છે એવા લોકોને ખાસ ઉપયોગી થશે. કૌશલ પ્રકાશે જણાવ્યું કે, આ કોઇ ડેટિંગ સાઇટ નથી. એવા અનેક લોકો છે જે પોતાને એકલાનો અનુભવ કરી રહ્યા છે. અને ડિપ્રેશન સરી જાય છે. આ એપ લોકોને સપોટિવ ફ્રેન્ડ ઉપલબ્ધ કરાવે છે.

  તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે યુવકોને બોયફ્રેન્ડ તરીકે મોકલવામાં આવે છે તેઓ ઓડિશન દ્વારા પસંદ કરવામાં આવ્યા છે. ત્યાર બાદ તેમને કોચ, ડોક્ટર અને સાઇકેટ્રીસ્ટની એક ટીમ ટ્રેન કરે છે.

  કેવી રીતે કરાવી શકો છો બોયફ્રેન્ડ બુક?

  જે લોકો બોયફ્રેડ બુક કરાવવા ઇચ્છે તેમના માટે ત્રમ ઓપ્શન આપવામાં આવશે. સેલિબ્રિટી, મોડલ અને સામાન્ય માણસ. ગ્રાહકને બોયફ્રેન્ડ બુક કરવા પહેલા એપ ઉપર પોતાનું એકાઉન્ટ બનાવવું પડશે ત્યારબાદ મીટિંગ માટે જગ્યા નક્કી કરવી પડશે. ગ્રાહકની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જાહેર સ્થળોએ જ મીટિંગ ફિક્સ કરાવવામાં આવે છે. કૌશલ પ્રકાશે જણાવ્યું કે, આ સેવાનો લાભ મહિલા અને પુરુષો બંને ઉઠાવી શકે છે.

  પ્રકાશને પુછવામાં આવ્યું કે કંપની ગ્રાહકોને ગર્લફ્રેન્ડ કરેમ નથી આપતી તો તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, કદાચ દેશના લોકો યા કન્સેપ્ટ સમજમાં નહીં આવે.
  Published by:ankit patel
  First published: