ALERT! ભૂલથી પણ ડાઉનલોડ ના કરતા આ એપ, નહીં તો થઇ જશે બૅન્ક એકાઉન્ટ ખાલી

KYCના નામ પર ગ્રાહકોને રિમોટ એક્સેસ એપને (Remote Access Apps) ડાઉનલોડ (Download) કરાવવામાં આવે છે. પછી મૉબાઇલ રિમોટ (Mobile remote)ઉપર લઇને પૈસા ઉપાડી લેવામાં આવે છે.

News18 Gujarati
Updated: October 6, 2019, 6:17 PM IST
ALERT! ભૂલથી પણ ડાઉનલોડ ના કરતા આ એપ, નહીં તો થઇ જશે બૅન્ક એકાઉન્ટ ખાલી
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: October 6, 2019, 6:17 PM IST
ન્યૂઝ18ગુજરાતીઃ સાઇબર ફ્રૉડની (cyber crime) ઘટનાઓ છાસવારે બનતી રહે છે. હવે આ ગોરખધંધામાં નવો કીમિયો પકડાયો છે. હવે KYCના નામ પર ગ્રાહકોને રિમોટ એક્સેસ એપને (Remote Access Apps) ડાઉનલોડ (Download) કરાવવામાં આવે છે. પછી મૉબાઇલ રિમોટ (Mobile remote)ઉપર લઇને પૈસા ઉપાડી લેવામાં આવે છે. બેગલુરુ પૉલીસે આવા અનેક કેસ પકડ્યા છે. પૉલીસનું કહેવું છે કે, આ સમસ્યા ખૂબ જ મોટી થઇ શકે છે. જેની ફરિયાદ પણ કરતા નથી. આ આખો ખેલ એટલી ચપળતાથી કરવામાં આવે છે કે કેટલીકવાર ટૅક્નોલોજી ઉપર કામ કરનારા લોકો પણ ફસાઇ જતાં હોય છે.

કેવી રીતે થાય છે ફ્રૉડ?
ફ્રૉડને અંજામ આપવા માટે તમારી પાસે એક કોલ આવે છે. કૉલર કહે છે કે તે કોઇપણ બેન્ક કે વૉલેટના કસ્ટમર કૅરમાંથી બોલે છે. જેમાં તમારે તમારું KYC અપડેટ કરવાનું રહેશે. નહીં તો કોઇ ટ્રાન્જેક્શન નહીં કરી શકો.

આ પણ વાંચોઃ-Viral Video: યુવકે શૉર્ટ્સ પહેરેલી યુવતીને રોકીને કહ્યું 'તમારી પાસે કપડાં નથી?'

તમારા તરફથી કેવી રીતે પૂછવામાં આવે તો સામેથી જવાબ મળશે કે તમે ઘરે બેઠા એક એપ ડાઉનલોડ કરી લો અને ઘરે બેઠા જ તમારું KYC થઇ જશે. તમે એપ ડાઉનલોડ કરશો અને કૉલર દ્વારા કહેવામાં આવેલી પરમિશન આપી દેશો તો તમારા મૉબાઇલનો કન્ટ્રોલ કૉલર પાસે જતો રહેશે. ત્યાર બાદ કૉલર તમે તમારા એકાઉન્ટ કે વૉલેટમાંથી એક રૂપિયાનું ટ્રાન્જેક્શન કરી લો. જેથી ખબર પડશે કે KYC પૂરી થઇ છે કે નહીં.

આ પણ વાંચોઃ-સ્પા સૅન્ટરની આડમાં સૅક્સ રૅકૅટ: 19 યુવક યુવતીઓ ઝડપાયા, કૉન્ડોમ મળ્યા
Loading...

જો તમે એવું કરો છો તો કૉલર એ સમયે તમારી ખાનીગી જાણકારીઓ મેળવી લે છે. અને તમારા પૈસાઓ ઉડાવી લે છે. સાઇબર ફ્રૉડના આ નવા પેંતરામાં તમને વાતોમાં ફસાવીને મૉબાઇલને હૅક કરી લેવામાં આવે છે. આનાથી બચવા માટે એક માત્ર ઉપાય જાગૃત અને સાવધાન રહેવું છે.

આ પણ વાંચોઃ-સોનાના સ્મગલિંગ માટે યુવકે અપનાવ્યો જોરદાર કીમિયો, અધિકારીઓ પણ દંગ રહી ગયા

આટલી બાબતોનું ધ્યાન રાખો

  • સાઇબર સુરક્ષાને ધ્યાનમાં રાખતા અજાણ્યા કૉલ ઉપર વાત ન કરો. ફોન ઉપર ખાનગી જાણકારી ન આપો. કારણ કે બૅન્ક ક્યારેય તમારી પાસે ખાનગી જાણકારીઓ માંગતી નથી.

  • કૉલર ઉપર શક હોય તો એની ફરિયાદ કરો

  •  તમારી સિસ્ટમમાં ઇન્ટરનેટ સિક્યોરિટી સૉફ્ટવૅર રાખો. દરેક એપનો સ્ટ્રોંગ પાસવર્ડ, આંકડા અને સ્પેશિયલ કેરેક્ટર સાથે બનાવો.

  • પોતાની એપ, સૉફ્ટવેર અપડેટ રાખો, સૉશિયલ મીડિયા ઉપર કંટ્રોલ રાખો, ખાનગી બાબતો ઓછામાં ઓછી શૅર કરો.

First published: October 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...