Google પર ભૂલથી પણ Search ન કરતાં કોરોનાથી જોડાયેલી આ 5 વાતો, મુશ્કેલીમાં મૂકાશો

News18 Gujarati
Updated: March 29, 2020, 7:29 AM IST
Google પર ભૂલથી પણ Search ન કરતાં કોરોનાથી જોડાયેલી આ 5 વાતો, મુશ્કેલીમાં મૂકાશો
ઓનલાઇન અનેક એવી નકલી પ્રોડક્ટસ વેચવામાં આવી રહી છે જેનાથી કોરોના વાયરસથી ઠીક થવાના દાવા કરવામાં આવી રહ્યા છે

ઓનલાઇન અનેક એવી નકલી પ્રોડક્ટસ વેચવામાં આવી રહી છે જેનાથી કોરોના વાયરસથી ઠીક થવાના દાવા કરવામાં આવી રહ્યા છે

  • Share this:
નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં કોરોના વાયરસ (Coronavirus) ના કારણે 14 એપ્રિલ સુધી લૉકડાઉન (Lockdown) થઈ ગયું છે. કોરોના વાયરસના વધતા કેસથી લોકો ડરી ગયા છે અને આજ કારણ છે કે લોકો તેનાથી જોડોયલી અલગ-અલગ ચીજો ઓનલાઇન સર્ચ કરી રહ્યા છે. હાલમાં સંક્રમણથી બચવા માટે ઘરે રહેવા અને લોકોથી અંતર રાખવામાં જ સમજદારી છે. પરંતુ એ જાણાવું જરૂરી છે કે હાલમાં સાઇબર ક્રાઇમ (Cyber Crime)નો ખતરો પણ ઘણો વધી ગયો છે. સ્કેમર્સ અને સાઇબર ક્રિમિનલ (cyber criminals)  લોકોમાં રહેલા ડરનો ફાયદો ઉઠાવી રહ્યા છે.

ઓનલાઇન અનેક એવી નકલી પ્રોડક્ટસ વેચવામાં આવી રહી છે જે કોરોના વાયરસને ઠીક કરવાનો દાવો કરી રહી છે. તો અમે આપને જણાવી રહ્યા છીએ કોરોના વાયરસ સાથે જોડાયલી પાંચ ચીજો જેને ગૂગલ પર ભૂલથી પણ સર્ચ (Google Search) ન કરતાં.

Corona Kits

કોરોના વાયરસ જેવી ઘાતક બીમારી વિશે ખબર પડતાં થોડો સમય લાગે છે અને દર્દીના કોરોના વાયરસ પોઝિટિવ હોવાનું માત્ર ટેસ્ટ બાદ જ કન્ફર્મ કરી શકાય છે. તો એાવમાં ઘરે કિટ મંગાવીને જાતે ટેસ્ટ કરવો ખતરનાક થઈ શકે છે. સાથોસાથ લોકોને મૂર્ખ બનાવવા માટે ઓનલાઇન અનેક નકલી કિટ વેચવામાં આવી રહી છે અને તેમાં કોઈ પણ કિટ સરકારની અધિકૃત કરેલી નથી.

Corona Vaccination કે Medicine

હાલમાં કોરોના વાયરસ માટે કોઈ પણ વેક્સીન કે દવા નથી. તો તેના વિશે ઓનલાઇન સર્ચ ન કરો.સાથોસાથ જો ઓનલાઇન કોઈ COVID-19ને ઠીક કરવાનો દાવો કરીને દવાઓ ઓફર કરી રહ્યું છે તો તેના પર બિલકુલ વિશ્વાસ ન મૂકો.અજાણ્યા સોર્સથી આવેલી Emails

WHOએ લોકોને સાવધાન કરતાં જણાવ્યું કે ઓનલાઇન અનેક એવા સ્પેમ અને ફિશિંગ ઈમેલ મોકલવામાં આવી રહ્યા છે. આ સ્પેમ ઈમેલ એવા ડોમેનનનો ઉપયોગ કરે છે જે જોવામાં WHO જેવા જ લાગે છે અને સ્વાસ્થ્ય મંત્રાલયના ઓફિશિયલ ઈમેલ જેવા લાગે છે. તો એવામાં લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે અજાણ્યા સોર્સથી આવેલા COVID-19  સાથે જોડાયેલા કોઈ પણ ઈમેલને ન ખોલે, કારણ કે તે કોઈ મેલવેર અટેક પણ હોઈ શકે છે.

આ પણ વાંચો, કોરોનાથી સંક્રમિત વ્યક્તિના નજીકના લોકોનું સરકાર કૉન્ટેક્ટ ટ્રેસિંગ કેમ કરે છે?

ઠીક થવા માટેના Video

ગૂગૂલે હાલમાં જ યૂટ્યૂબ ૫લેટફોર્મ પરથી કોરોના વાયરસથી જોડાયેલા અનેક નકલી વીડિયો હટાવી દીધા છે. એવામાં લોકોને સલાહ આપવામાં આવે છે કે કોરોના વાયરસથી ઠીક થવાના ઉપાયવાળા વીડિયો સર્ચ ન કરે.

કોરોના વાયરસને મારવા માટે Cleaning Products

લોકો સાફ-સફાઈને લઈને સાવધાન છે, તેથી છેતરપિંડી કરનારા પણ તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે. SARS-CoV-2 વાયરસને મારવા માટે ઓનાલાઇન અનેક ફેક ક્લીનિંગ પ્રોડક્ટસ અને કીટાણુનાશક વેચવામાં આવી રહ્યા છે. તેથી કોઈ પણ પ્રોડક્ટને ખરીદતાં પહેલા WHOની ઓફિશિયલ વેબસાઇટ ચેક કરી લો.

આ પણ વાંચો, ભારતમાં કોરોના વાયરસ ઓગસ્ટ સુધી કહેર વરસાવશે, 25 લાખ લોકો થઈ શકે છે સંક્રમિતઃ રિપોર્ટ
First published: March 29, 2020, 7:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading