Home /News /tech /

શું મોબાઇલમાં રહેલી Mosquito Killer Apps થી મચ્છર ભાગે છે? જાણો શું છે હકીકત

શું મોબાઇલમાં રહેલી Mosquito Killer Apps થી મચ્છર ભાગે છે? જાણો શું છે હકીકત

એપ વિશે કહેવામાં આવે છે કે આ તમામનો બેઝ ઓછી ફ્રિકવન્સી ધરાવાતા અવાજો હોય છે.

આજનો જમાનો ટેક્નોલોજીનો છે અને ટેક્નોલોજી ખૂબ ઝડપથી વિકસી રહી છે અને તેનો ફાયદો હવે મચ્છર ભગાડવા માટે પણ થઈ રહ્યો છે. એક નવતર અભિગમ સાથે મચ્છર ભગાડવા માટે એપ પણ બનાવવામાં આવી છે.

    આજકાલ દેશભરમાં અનરાધાર વરસાદ (Monsoon 2022) વરસી રહ્યો છે. વરસાદ (Monsoon) ની આ સ્થિતિમાં અનેક જગ્યાએ મચ્છરો (Mosquito)નો આતંક સહન કરવો પડતો હોય છે. મચ્છરોના ત્રાસના કારણે ઘણા લોકો પૂરતી ઊંઘ નથી લઈ શકતા. મચ્છરોથી છુટકારો મેળવવા માટે લોકો અલગ-અલગ રીત અપનાવે છે, પરંતુ મોટાભાગની પદ્ધતિઓ કામ કરતી નથી.

    જોકે આજનો જમાનો ટેક્નોલોજીનો છે અને ટેક્નોલોજી ખૂબ ઝડપથી વિકસી રહી છે અને તેનો ફાયદો હવે મચ્છર ભગાડવા માટે પણ થઈ રહ્યો છે. એક નવતર અભિગમ સાથે મચ્છર ભગાડવા માટે એપ પણ બનાવવામાં આવી છે. આવી એપ તમને ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પર સરળતાથી મળી જશે. આ એપ્લિકેશનના ડેવલપર્સનો દાવો છે કે એપ ચાલુ હોય ત્યારે મચ્છર તમારી આસપાસ નહીં હોય.

    આ પણ વાંચો- અમદાવાદીઓને વધુ એક નવુ કાંકરિયા લેક્ર ફ્રન્ટ મળશે, AMC આ તળાવનું કરી રહી છે ડેવલપમેન્ટ

    જોકે ઉપલબ્ધ આ તમામ એપની કાર્યશૈલી લગભગ સમાન છે. એપ વિશે કહેવામાં આવે છે કે આ તમામનો બેઝ ઓછી ફ્રિકવન્સી ધરાવાતા અવાજો હોય છે. આ લૉ ફ્રિકવન્સી અલ્ટ્રાસોનિક સાઉંડના કારણે મચ્છરો ભાગી જાય છે. તમે એપ્લિકેશનમાં અલગ અલગ પ્રકારના અલ્ટ્રાસોનિક સાઉન્ડ સિલેક્ટ કરી શકો છો.

    અલ્ટ્રાસોનિક સાઉન્ડ ફ્રીક્વન્સીનો દાવો :

    આ સાઉન્ડની ફ્રિકવન્સી ખૂબ ઓછી છે, જેના કારણે કોઈ વ્યક્તિ તેનો અવાજ સાંભળી શકતી નથી. જોકે આ બધા દાવાઓ છે. હવે વાત કરીએ આ એપ કેટલી ઉપયોગી છે ? શું તે ખરેખર કામ કરે છે અને મચ્છરને મારે છે કે ભગાડે છે?

    આ પણ વાંચો- જાણો પોસ્ટમાંથી ઓનલાઈન અને ઓફલાઇન રાષ્ટ્ર ધ્વજ કેવી રીતે મળશે? શુ હશે કિંમત

    આ સવાલોનો સીધો સ્પષ્ટ જવાબ છે ના. એપ્લિકેશનનો પ્રયોગ કરવામાં આવતા માલૂમ પડ્યું કે તે આ પ્રકારનું કોઈ કામ આપતી નથી. અમુક એપમાં અવાજ વિશે ફરિયાદ પણ મળી છે.

    એક મહત્વની વાત એ પણ છે કે આ એપ ઘણી બધી એડવર્ટાઈઝમેન્ટ સાથે આવે છે. આ કારણે તમને વારંવાર એડ્સ જોવા મળશે. અનેક વિક્ષોપોને કારણે તમારે અનેક પરેશાની સામનો કરવો પડી શકે છે. આમ સમજી શકાય છે કે આ એપનો મુખ્ય હેતુ એડ્સ જ બતાવવાનો છે, જેના થકી ડેવલપર કમાણી કરે છે. આવી એપ અધિકૃત એટલેકે ઓથેન્ટિક નથી. આનો લાભ લઈને સ્કેમર્સ તમારા ફોનમાં માલવેર પણ ઇન્સ્ટોલ કરી શકે છે અને અનેક પ્રકારની છેતરપિંડી આચરી શકે છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Gujarati tech news, Mosquito, Technology news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन