Home /News /tech /2 હજારથી પણ ઓછી કિંમતમાં Dizo Watch S થઈ લોન્ચ; મળશે હાર્ટ રેટ, સ્લીપ મોનિટર જેવા દમદાર ફીચર્સ

2 હજારથી પણ ઓછી કિંમતમાં Dizo Watch S થઈ લોન્ચ; મળશે હાર્ટ રેટ, સ્લીપ મોનિટર જેવા દમદાર ફીચર્સ

Dizo Watch Sમાં 1.57 ઇંચની રેક્ટેંગ્યુલર ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રેઝોલ્યુશન 200x320 પિક્સલ છે. તે ટચ ઇનપુટને સપોર્ટ કરે છે. ડિસ્પ્લેને કર્વ્ડ ગ્લાસ પ્રોટેક્શનથી પ્રોટેક્ટ કરવામાં આવી છે.

Dizo Watch Sમાં 1.57 ઇંચની રેક્ટેંગ્યુલર ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રેઝોલ્યુશન 200x320 પિક્સલ છે. તે ટચ ઇનપુટને સપોર્ટ કરે છે. ડિસ્પ્લેને કર્વ્ડ ગ્લાસ પ્રોટેક્શનથી પ્રોટેક્ટ કરવામાં આવી છે.

    Dizo Watch S: ભારતમાં તાજેતરમાં Dizo Watch S લોન્ચ કરવામાં આવી છે જે ઓછી કિંમતમાં જોરદાર ફીચર્સ આપે છે. આ નવી સ્માર્ટવોચમાં રેક્ટેંગ્યુલર ડિઝાઇન અને કર્વ્ડ બોડી આપવામાં આવી છે. આ સ્માર્ટવોચમાં 110થી વધુ સ્પોર્ટ્સ મોડ છે અને 24x7 હાર્ટ રેટ અને સ્લીપ મોનિટરિંગને સપોર્ટ કરે છે. આ વોચ 150થી વધુ વોચ ફેસને પણ સપોર્ટ કરે છે જે યુઝર્સની પસંદ અને સ્ટાઈલ મુજબ પર્સનલાઈઝેશન ઓફર કરે છે. તે એક મેટલ ફ્રેમથી સજ્જ છે અને Android અને iOS ડિવાઇસ સાથે કમ્પેટિબલ છે.

    Dizo Watch S Price and Availability

    કિંમતની વાત કરીએ, તો ભારતમાં Dizo Watch S ની કિંમત 2,299 રૂપિયા નક્કી કરવામાં આવી છે, પરંતુ સેલ દરમિયાન તેને 1,999 રૂપિયાની શરૂઆતી કિંમતે ખરીદી શકાય છે. ઉપલબ્ધતાની વાત કરીએ, તો Dizo Watch Sનું વેચાણ 26 એપ્રિલે બપોરે 12 વાગ્યાથી ઈ-કોમર્સ સાઈટ Flipkart પર થશે. કલર ઓપ્શનની વાત કરીએ તો તે ક્લાસિક બ્લેક, ગોલ્ડન પિંક અને સિલ્વર બ્લુ કલરમાં ઉપલબ્ધ હશે. તે ટૂંક સમયમાં દેશમાં સિલેક્ટેડ રિટેલ સ્ટોર્સ પર પણ ઉપલબ્ધ થશે.

    આ પણ વાંચો: 7 હજાર રૂપિયાથી પણ ઓછી કિંમતમાં આવે છે આ દમદાર સ્માર્ટફોન, લિસ્ટમાં બ્રાન્ડેડ ફોન પણ સામેલ

    Dizo Watch S Specifications

    Dizo Watch Sમાં 1.57 ઇંચની રેક્ટેંગ્યુલર ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રેઝોલ્યુશન 200x320 પિક્સલ છે, જે ટચ ઇનપુટને સપોર્ટ કરે છે. ડિસ્પ્લેને કર્વ્ડ ગ્લાસ પ્રોટેક્શનથી પ્રોટેક્ટ કરવામાં આવી છે અને તેને 550 નિટ્સ પીક બ્રાઈટનેસ મળે છે. આ વોચ 110થી વધુ સ્પોર્ટ્સ મોડ ઓફર કરે છે, જેમાં રનિંગ, વૉકિંગ, સાયકલિંગ, જિમ્નાસ્ટિક્સ, એલિપ્ટિકલ, યોગ, ક્રિકેટ, માઉન્ટેનિયરિંગ અને ફૂટબોલનો સમાવેશ થાય છે. આ વોચ સ્ટેપ કાઉન્ટ, કેલરી બર્ન અને નક્કી કરેલું ડિસ્ટન્સ સહિત પેરામીટર્સ પર વીકલી, મન્થલી અને એન્યુઅલી રિપોર્ટ રેકોર્ડ કરે છે.

    આ પણ વાંચો: NASAએ ટેસ્ટ કરી ‘હોલોપોર્ટેશન’ ટેક્નોલોજી, અવકાશયાત્રીઓ સામે આવી ગયા ડોક્ટર!

    સ્માર્ટ ફીચર તરીકે આ વોચમાં હાર્ટ રેટ, સ્લીપ મોનિટર અને બ્લડ ઓક્સિજન સેચ્યુરેશન (SpO2) લેવલ ચેક કરવાનો પણ ઓપ્શન છે. આ સાથે, તેમાં મેન્સ્ટ્રુઅલ ટ્રેકર પણ છે. સેફ્ટી માટે આ વોચમાં IP68-સર્ટિફાઇડ બિલ્ડ છે જે તેને ધૂળ અને પાણીથી બચાવે છે. તે મજબૂત ડિઝાઇન અને પાવરફુલ ફીલ માટે મેટલ ફ્રેમ ધરાવે છે. કનેક્ટિવિટી માટે આ સ્માર્ટવોચમાં બ્લૂટૂથ v5.0 સપોર્ટ આપવામાં આવ્યો છે.

    બેટરી બેકઅપ વિશે વાત કરીએ તો, તેમાં 200mAh બેટરી છે જે એક વખત ચાર્જ કરવા પર 10 દિવસ સુધી ચાલી શકે છે. કંપનીનું કહેવું છે કે તે 10 દિવસની બેટરી લાઈફ અને 20 દિવસનો સ્ટેન્ડબાય ટાઈમ આપશે.
    First published:

    Tags: Gadgets News, Gujarati tech news, Mobile and Technology, Smartwatch

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો