શાઓમીએ ગ્રાહકો માટે શરૂ કરી ‘દિવાલી વિથ MI’ ઑફર, ઓફલાઇન ખરીદી કરવા પર મળશે શાનદાર ડિસ્કાઉન્ટ

આ સેલ 3 નવેમ્બર સુધી ચાલશે.

Diwali with MI offers: શાઓમીની આ સેલ ભારતમાં કંપીના 20,000થી વધુ રિટેલ સ્ટોર્સ પર શરૂ થઇ ચૂકી છે. આ સાથે જ કંપનીએ ‘દરરોજ દિવાળી ઑફર’ (Everyday Diwali Offer) પણ શરૂ કરી છે.

  • Share this:
મુંબઈ: દિવાળીના તહેવાર (Diwali Festivals) આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને એક બાદ એક ઇ-કોમર્સ સાઇટો (E-Commerce Sites) દ્વારા ગ્રાહકોને આકર્ષવા માટે ઑફર્સ અને સેલ (Offers & Sale)ની જાહેરાતો થઇ રહી છે. હવે આ લીસ્ટમાં શાઓમી ઇન્ડિયા (Xiaomi India) પણ સામેલ થઇ છે. શાઓમી ઇન્ડિયાએ દિવાળી પહેલા દિવાલી વિથ Mi (Diwali with MI)ની શરૂઆત કરી છે. આ સેલમાં કંપની ઑફલાઇન એક્સક્લુઝિવ ઑફર (Offline Exclusive Offers) આપી રહી છે. આ ઑફર કંપનીના તમામ પ્રોડક્ટ રેન્જ પર મળશે. આ સેલ અંતર્ગત ડિસ્કાઉન્ટની સાથે બેંક ઑફર્સ (Bank Offers) આપવામાં આવી રહ્યા છે. આ સેલ 3 નવેમ્બર સુધી ચાલશે.

ભારત ભરના સ્ટોર્સમાં મળશે ઑફર

શાઓમીની આ સેલ ભારતમાં કંપીના 20,000થી વધુ રિટેલ સ્ટોર્સ પર શરૂ થઇ ચૂકી છે. આ સાથે જ કંપનીએ ‘દરરોજ દિવાળી ઑફર’ (Everyday Diwali Offer) પણ શરૂ કરી છે. આ ઑફર રિટેલર્સ માટે છે રિટેલર્સે આ દરમિયાન વધારાની છૂટછાટ આપવામાં આવશે. તે પણ તમામ સ્માર્ટફોન મોડલ્સ પર. આ માટે તેમને કોઇ ટાર્ગેટ આપવામાં આવશે નહીં.

કંપની બહાર પાડશે લકી ડ્રો

આપને જણાવી દઇએ કે કંપનીએ લકી ડ્રોની વાત પણ કરી છે. લકી ડ્રો દ્વારા રૂ. 1000થી લઇને રૂ. 5 લાખ સુધી દરરોજ કેશ પ્રાઇઝ આપવામાં આવશે. જ્યાં સુધી સેલ ચાલશે ત્યાં સુધી આ ઑફર ગ્રાહકો માટે રહેશે. જેમાં દરરોજ 64 લકી વિજેતાઓને આ ઇનામ મળશે. આ ઉપરાંત લકી વિજેતાઓને બમ્પર પ્રાઇઝ આપવાની પણ કંપનીએ જાહેરાત કરી છે. જેમાં સેડાન કાર અને સુપર બાઇક પણ સામેલ છે. આ બંપર પ્રાઇઝ પણ લકી ડ્રો દ્વારા જ આપવામાં આવશે.

આ પણ વાંચો: લોન્ચિંગ ઇવેન્ટના બે દિવસ પહેલા જ લીક થઇ Redmi Watch 2ની કિંમત, જાણો ફીચર્સ

Mi 11X પર મળશે 3000ની છૂટ

આ સેલમાં અપફ્રન્ટ ડિસ્કાઉન્ટમાં શાઓમી દ્વારા ઑફલાઇન ખરીદી કરતા લોકોને વિવિધ ઑફર્સ અપાઇ રહી છે. આ ઑફર અંતર્ગત સ્માર્ટફોન Mi 11X સીરીઝ પર 3000 રૂપિયાનું સીધુ ડિસ્કાઉન્ટ મળશે. આ સીરીઝના બેઝ સ્માર્ટફોન Mi 11X, જેમાં 6GB રેમ અને 128GB સ્ટોરેજ મળે છે, તેના પર 2 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળતા તમે આ ફોન 27,999 રૂપિયામાં ખરીદી શકો છો. Mi 11Xના જ 8GB રેમ વાળા વેરિએન્ટ પર 3000 છૂટ મળતા તમે હવે આ ફોન 28,999 રૂપિયામાં ખરીદી શકો છો.

રેડમી સિરીઝ પર બમ્પર ડિસ્કાઉન્ટ

આ સેલ અંતર્ગત કંપની દ્વારા રેડમી સિરીઝના સ્માર્ટફોન્સ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. રેડમી 9 અને રેડમી 10 સિરીઝ પર 1,000 રૂપિયા સુધીની ભારે છૂટ મળશે. રેડમીના 4GB અને 6GB રેમ વાળા મોડલ્સ પર 1,000 રૂપિયા ઓફ છે. જ્યારે રેડમી નોટ 10 એસના 64GB અને 128GB સ્ટોરેજ મોડલ પર પણ 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. હવે આ ફોન તમને 13,999 અને 15,999માં મળશે.

આ પણ વાંચો: Sony Xperia Pro-I: સોનીનો નવો ફ્લેગશીપ ફોન થયો લૉંચ, સ્પેસિફિકેશન અને કિંમત જાણીને ચોંકી જશો

કંપનીએ જણાવ્યું કે, ICICI બેંકના ક્રેડિટ અને EMIનો ઉપયોગ કરીને ખરીદી કરવા પર તેના તમામ સ્માર્ટફોન્સ પર રૂ. 3000 સુધીનું કેશબેક મળશે. સ્માર્ટફોન્સની ખરીદી પર 0 (Zero) ટકા વ્યાજ અને 0 (Zero) ડાઉન પેમેન્ટ સ્કીમ પણ લાગૂ થશે.
First published: