ખૂબ સસ્તામાં મળી રહ્યું છે 42 ઈંચનુ બ્રાન્ડેડ Smart TV, મળશે 30W સાઉન્ડ અને બીજી અનેક ખાસિયતો

થોમસન 9A સિરીઝ

Diwali Sale on Flipkart: હાલ ફ્લિપકાર્ટ (Flipkart) પર પણ દિવાળી સેલ ચાલી રહી છે, જ્યાં લગભગ દરેક પ્રોડક્ટ પર ખૂબ સારી ડિલ્સ અને ડિસ્કાઉન્ટ (Deals and discount) મળી રહ્યાં છે.

  • Share this:
મુંબઈ: આજકાલ દિવાળીની સિઝન (Diwali 2021)માં દરેક જગ્યાઓ પર છૂટ મળી રહી છે, જેનો ભરપૂર ફાયદો ગ્રાહકોને મળી રહ્યો છે. લોકો સારી રીતે ગેજેટ્સની ખરીદી કરી રહ્યા છે. કેમ કે દિવાળીનો સમય એવો સમય છે, જ્યારે દરેક વ્યક્તિ પોતાના ઘરમાં અપ્લાયન્સિસ અપગ્રેડ કરે છે. હાલ ફ્લિપકાર્ટ (Flipkart) પર પણ દિવાળી સેલ ચાલી રહી છે, જ્યાં લગભગ દરેક પ્રોડક્ટ પર ખૂબ સારી ડિલ્સ અને ડિસ્કાઉન્ટ (Deals and discount) મળી રહ્યાં છે. આજે અમે તમને કેટલીક એવી ડિલ્સ વિશે જાણકારી આપીશું જે તમને સારુ ડિસ્કાઉન્ટ અપાવશે. આ દિવાળી પર જો તમે એક નવું સ્માર્ટ ટીવી (Smart TV) ખરીદવા ઈચ્છો છો, તો અહીં અમે આપને કેટલીક શાનદાર ઓફર્સ વિશેની જાણકારી આપીશું.

Coocaa 106 સેમી (42 ઈંચ) સ્માર્ટ એન્ડ્રોઈડ ટીવી

એન્ડ્રોઈડ 9થી ચાલતા આ ટીવી મોડલમાં ગૂગલ પ્લે સ્ટોર (Google play store)ની સુવિધા પણ આપવામાં આવી છે. આ ટીવી ક્રોમકાસ્ટને પણ સપોર્ટ કરે છે. આ ટીવીમાં A+ ગ્રેડની પેનલ છે. આ ટીવી 1920x1080 ફુલ એચડી રિઝોલ્યુશન સપોર્ટ કરે છે. આ ટીવીની કિંમત 18,999 રુપિયા છે.

આ પણ વાંચો: JioPhone Next: દેશના સૌથી સસ્તા 4G સ્માર્ટફોનમાં તમને મળશે આ સાત ફીચર

ડાયનોરા 106 સેમી (42 સેમી) સ્માર્ટ એન્ડ્રોઈડ ટીવી

આ સ્માર્ટ ટીવીમાં એન્ડ્રોઈડ 9ની સુવિધા છે. આ Prime Video, Netflix, Youtube અને Disney+Hotstarને પણ સપોર્ટ કરે છે. આ ટીવીમાં ફુલ એચડી રિઝોલ્યુશન છે. આ ટીવીમાં 1080x1920 પિક્સલ રિઝોલ્યુશન છે. આ ટીવીની કિંમત 18,499 છે.

થોમસન 9A સીરીઝ 106 સેમી (42 ઈંચ) ફુલ એચડી એલઈડી સ્માર્ટ એન્ડ્રોઈડ ટીવી

આ ટીવીમાં તમને Prime Video, Youtube અને Disney+Hotstar જેવા એપની સુવિધા આપવામાં આવે છે. જણાવી દઈએ કે આ એક એન્ડ્રોઈડ ટીવી છે જેમાં ફુલ એચડી પેનલ છે. આ ટીવીમાં 1920x1080 પિક્સલ રિઝોલ્યુશન છે. આ ટીવીમાં 60Hz રિફ્રેશ રેટ અને 30W સાઉન્ડ આઉટપુટ છે. આ ટીવીની કિંમત 20,499 રુપિયા છે.

Blaupunkt 42CSA7707 સ્માર્ટ ટીવી

માત્ર 20,999 રુપિયામાં આવતું આ ટીવી LED-IPS 60Hz પેનલ ધરાવે છે. આમાં 4K રિઝોલ્યુશન છે, સાથે જ આ ટીવીમાં સરાઉન્ડ સાઉન્ડ સર્ટિફાઈડ ઓડિયોની સુવિધા આપવામાં આવી છે. 1GB રેમ અને 8GB સ્ટોરેજ સાથે આવતું આ ટીવી Amazon Prime, Netflix, Voot અને Youtube જેવા એપ્સ સપોર્ટ કરે છે.

આ પણ વાંચો: JioPhone Nextની ક્વાલકૉમ ચીપ આપે છે ઓપ્ટિમાઈઝ્ડ કનેક્ટિવીટી અને ટેક્નોલોજી, જાણો સંપૂર્ણ વિગત

કોડક 7 એક્સપ્રો સીરીઝ 1006 સેમી (42 ઈંચ) ફુલ એચડી એલઈડી સ્માર્ટ એન્ડ્રોઈડ ટીવી

આ શાનદાર ટીવીની કિંમત માત્ર 20,499 રુપિયા છે. આ ટીવીમાં Prime Video, Disney+Hotstar અને Youtube જેવા એપ્સ સપોર્ટ કરે છે. આ ટીવીનું પિક્સલ રિઝોલ્યુશન 1920x1080 અને સાઉન્ડ આઉટપુટ 30W છે.
Published by:Vinod Zankhaliya
First published: