Home /News /tech /ખુશખબર! ખૂબ જ પ્રસિદ્ધ આઈફોન પહેલી વખત આટલી ઓછી કિંમતમાં મળી રહ્યો છે!

ખુશખબર! ખૂબ જ પ્રસિદ્ધ આઈફોન પહેલી વખત આટલી ઓછી કિંમતમાં મળી રહ્યો છે!

આઈફોનની કિંમતમાં ઘટાડો

Diwali Sale 2022: Amazon પર Apple iPhone 12ની કિંમતમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. iPhone 12 પહેલા 52,900 રૂપિયામાં ઉપલબ્ધ હતો, પરંતુ હવે તેને Amazon પર 39,700 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે, જે તેના 128 GB વેરિઅન્ટની કિંમત છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: દિવાળીને થોડા જ દિવસો બાકી છે અને લોકો નવી ચીજવસ્તુઓ, ગિફ્ટ વગેરેની ખરીદી કરવા લાગ્યા છે. ખરીદીની આ મોસમનો ફાયદો ઉઠાવવા દિવાળીના તહેવાર પર ઈ-કોમર્સ કંપનીઓ સેલ ચલાવીને બેસ્ટ ડીલ અને ઓફર્સ આપી રહી છે. જેમાં ઈલિક્ટ્રોનિક ઉપકરણો પર ખાસ ડિલ્સ હોય છે. આ દરમિયાન iPhone તેની ઑફર્સને કારણે ખૂબ ચર્ચામાં છે. જો તમે પણ iPhone ખરીદવા માંગો છો, પરંતુ તેની મોટી કિંમતના કારણે હજી સુધી લઇ શક્ય નથી તો હવે એક તક છે. એમેઝોનના સેલમાં iphoneની કિંમત જાણીને તમે વિશ્વાસ નહીં કરો. પરંતુ તમે હજી સુધી સેલમાં મળી રહેલી ડીલ્સનો લાભ લીધો નથી, તો હજુ પણ તક છે. તમે આ સેલમાં iPhone ખૂબ જ ઓછી કિંમતે મેળવી શકો છો.

હા, Amazon પર Apple iPhone 12ની કિંમતમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. iPhone 12 પહેલા 52,900 રૂપિયામાં ઉપલબ્ધ હતો, પરંતુ હવે તેને Amazon પર 39,700 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે, જે તેના 128 GB વેરિઅન્ટની કિંમત છે.

iPhone 12 એમેઝોન પર 52,900 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે, જે 17,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે. ગ્રાહકો તેની ખરીદી પર 30,200 રૂપિયા બચાવી શકે છે.



ધ્યાન રાખો કે આ ઑફરમાં એક્સચેન્જ વેલ્યૂનો સમાવેશ થાય છે, જે રૂ. 12,200 છે અને ICICI બેન્ક ક્રેડિટ કાર્ડ EMI ટ્રાન્સેક્શન પર રૂ. 1,000 કેશબેક પણ એમાં સામેલ છે. ફોન એક્સચેન્જ તમારા ફોનની કન્ડિશન પર આધારિત છે. તેથી બિલકુલ જરૂરી નથી કે તમને જણાવેલ વેલ્યુની એક્સચેન્જ ઓફર મળે.

આ પણ વાંચો: વોટ્સએપની ક્લોન એપનો શિકાર બની રહ્યા છે અસંખ્ય ભારતીય યુઝર્સ, વધુ ફીચર્સની લાલચથી રહો દૂર

Apple iPhone 12ના સ્પેશિયલ ફીચર્સ


Apple iPhone 12માં 6.1-ઇંચની સુપર રેટિના XDR ડિસ્પ્લે છે. તેમાં સિરામિક પ્રોટેક્શન છે, જે કોઈપણ મોબાઈલ ગ્લાસ કરતાં વધુ મજબૂત છે. કેમેરામાં આ iPhone 12માં 12 મેગાપિક્સલનો અદ્યતન ડ્યુઅલ કેમેરા છે. ઉપરાંત, તેમાં નાઇટ મોડ, 4K ડોલ્બી વિઝન HDR રેકોર્ડિંગ જેવી સુવિધાઓ સાથે 12-મેગાપિક્સલનો ટ્રુડેપ્થ ફ્રન્ટ કેમેરા છે. તે IP68 વોટર રેઝિસ્ટન્ટ સાથે આવે છે. Appleનો આ ફોન ઘણો લોકપ્રિય છે અને તાજેતરમાં ઘણા લોકો તેનો ઉપયોગ કરે છે.
First published:

Tags: Apple, Diwali 2022, IPhone, અમેઝોન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन