Home /News /tech /

Happy Diwali 2018: આ રીતે ફોડશો ફટાકડા તો નહીં થાય ધુમાડો

Happy Diwali 2018: આ રીતે ફોડશો ફટાકડા તો નહીં થાય ધુમાડો

કેટલીક એવી એપ્લિકેશન, જેનાથી તમે ઈકો-ફ્રેન્ડલી દિવાળી મનાવી શકો છો.

કેટલીક એવી એપ્લિકેશન, જેનાથી તમે ઈકો-ફ્રેન્ડલી દિવાળી મનાવી શકો છો.

    હાઈકોર્ટે વધી રહેલા પ્રદૂષણને ધ્યાનમાં રાખી દિલ્હી એનસીઆરમાં રાત્રે 10pm પછી ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો છે. તેથી જો તમે આજે આખી રાત આતાશબાજી કરવા માંગો છો આજે અમે એક એવી કેટલીક એપ્લિકેશન વિશે જણાવીએ કે જેનાથી તમે ઇકો-ફ્રેન્ડલી દિવાળી મનાવી શકો છો. તમે તમારા સ્માર્ટફોનમાં ફ્રી માં ગૂગલ પ્લે સ્ટોરથી આ એપ્લિકેશન્સને તમારા સ્માર્ટફોન પર ડાઉનલોડ કરી શકો છો. આ એપથી તમે આતાશબાજી તો નહીં પણ તમે અલગ-અલગ ફટાકડાના આવાજ જરૂર કરી શકો છો. આ ઉપરાંત એવી એપ વિશે પણ જાણીએ કે દિવાળી વધુ ખાસ બની જશે.

    Diwali Crackers Magic Touch: તમે આ એપ્લિકેશન તમે Google Play Store પરથી ડાઉનલોડ કરી શકો છો, જેમા ફટાકડાનાં વિવિધ અવાજો સાંભળી શકો છો. આ એપ્લિકેશનની સૌથી મહત્વપૂર્ણ વસ્તુ એ છે કે તેમાં રોકેટ પણ ઉડાવી શકે છે, કારણ કે તેમાં એક અલગ પ્રકારનું એનિમેશન આપેલુ છે. દિવાળી ક્રેકર્સ મેજિક ટચને 3.8 રેટ આપ્યાછે આને અત્યાર સુધી એક લાખથી વધુ લોકો ડાઉનલોડ કરી ચુક્યા છે.

    Diwali Crus: તમે આ એપ્લિકેશનને Google Play Store પરથી તમારા સ્માર્ટફોન પર પણ ડાઉનલોડ કરી શકો છો, જેમાં તમે ચરખીનો આનંદ માણી શકો છો. આ એપ્લિકેશનની સૌથી અગત્યની બાબત એ છે કે ચરખી ચલાવવા માટે છ ફટાકડાને એક સાથે જોડવા પડશે.

    Diwali Sms: જો તમે તમારા મિત્રો, સંબંધીઓને દિવાળી વિશ કરવા માંગો છો તો Google Play Store થી ફ્રીમાં આ એપ ડાઉનલોડ કરી શકો છો, જેમાં તમને દિવાળી માટે સારા અને નવીનતમ મેસેજ મળશે, જને તમે તમારા મિત્રોને મોકલી શકો છો, એટલું જ નહીં, તમે દિવાળીનું શુભેચ્છા કાર્ડ મળી જશે.

    Diwali Diya: તમે આ એપ્લિકેશનને તમારા સ્માર્ટફોન પર ડાઉનલોડ કરી શકો છો અને તમારી સ્ક્રીન પર સ્ટાઇલીશ વૉલપેપર મૂકી શકો છો. આ એપ્લિકેશન વિશે સૌથી મહત્વની વાત એ છે કે આમા માતા લક્ષ્મીની આરતી પણ છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: App celebrate, Diwali 2018, Eco friendlI, ટેક ન્યૂઝ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन