પ્રતિબંધ બાદ શું TikTokની જગ્યા લેશે આ ભારતીય એપ? ટિકટોકને ટક્કર મારે એવા છે ફિચર્સ

News18 Gujarati
Updated: June 29, 2020, 9:59 PM IST
પ્રતિબંધ બાદ શું TikTokની જગ્યા લેશે આ ભારતીય એપ?  ટિકટોકને ટક્કર મારે એવા છે ફિચર્સ
પ્રતિકાત્મક તસવીર

Chingari એપ છત્તીસગઢના ડેવલોપર દ્વારા બનાવવામાં આવેલી ટિકટોક સંસ્કરણ છે. જે આ સમયના ડિજિટલ મનોરંજનની દુનિયામાં ખૂબ જ લોકપ્રિય રહી છે.

  • Share this:
નવી દિલ્હીઃ લદ્દાખ રીઝનમાં LAC ઉપર વધતા તણાવ અને પીએમ મોદીએ વોકલ ફોર લોકલ અપીલના પગલે અનેક ભારતીયોએ પોતાના સ્માર્ટફોનથી અનેક ચાઈનીઝ એપ્સને (Chines Apps) અનઈન્સ્ટોલ કરી દીધો છે. અત્યારના સમયમાં ભારતમાં ચીની વિરોધી લહેર ચાલી રહી છે. જેનું પરિણામ ચીનના સામાનો અને સેવાઓને ભોગવવું પડી રહ્યું છે. ચીનના સમાનોનો બહિષ્કાર કરવાની ચિંગારી હવે ચીનની અનેક એપ અને સામાનોને સ્વાહા કરવાની દેશીમાં ઝડપથી વધી રહી છે. આવી સ્થિતિમાં ભારત સરકારે ચીન ઉપર ડિજિટલ સ્ટ્રાઈક કરી છે. અને 59 ચીની એપ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. જોકે, અત્યારે મનોરંજન એપમાં TikTok ખુબ જ પોપ્યુલર થઈ છે. જેને ટક્કર આપવા માટે ભારતીય એપ chingari આવી છે. ટિકટોક ઉપર પ્રતિબંધ બાદ ચિંગારી એપ ટિકટોકની જગ્યા લઈ શકે છે.

ચીનના ઉત્પાદોના બહિષ્કારના પગલે ચીન દ્વાર બનાવવામાં આવેલી સોશિયલ મીડિયા એપ ટિકટોકને યુઝર્સની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે બીજી તરફ ભારતમાં બનેલી ચિંગારી એપ ઝડપથી ટિકટોકની જગ્યા લઈ રહી છે. લાખો લોક ટિકટોક છોડીને ચિંગારી એપ ડાઉનલોડ કરી રહ્યા છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં આવેલા સમચારા પ્રમાણે Chingari એપ છત્તીસગઢના ડેવલોપર દ્વારા બનાવવામાં આવેલી ટિકટોક સંસ્કરણ છે. જે આ સમયના ડિજિટલ મનોરંજનની દુનિયામાં ખૂબ જ લોકપ્રિય રહી છે.

ચિંગારીના ચીફ ઓફ પ્રોડક્ટ સુમિત ઘોષે સમાચાર પત્રને જણાવ્યું હતું કે, ઉડીસા અને કર્ણાટકના ડેવલોપર્સ પણ આ એપ સાથે જોડાયેલા છે. આ એપને અત્યાર સુધીમાં 25 લાખથી વધારે લોકોએ ડાઉનલોડ કરી છે. ઘોષે વધુમાં જણાવ્યું હતું કે, ચિંગારી એપ ગૂગલ પ્લે ઉપર 2018થી રજૂ કરવામાં આવી છે. આને ભારતીય યુઝર્સને જરૂરતો અને માંગને ધ્યાન રાખીને બનાવી છે.

ઘોષે વધુમાં જણાવ્યું હતું કે ટિકટોક એપના પૂર્ણ વિકલ્પના રૂપમાં ભારતમાં બનાવવામાં આવેલી ચિંગારી એપ જ એકમાત્ર એપ છે. આ ચિંગારી એપ અંગ્રેજી ઉપરાંત ભારતની અન્ય ક્ષેત્રીય ભાષાઓમાં ઉપલબ્ધ છે.

કેવી રીતે કામ કરે છે Chingari App?ચિંગારી એપમાં વીડિયોને અપલોડ અને ડાઉનલોડ કરી શકાય છે. આ ઉપરાંત એપમાં ફ્રેન્ડની સાથે ચેટિંગ, નવા લોકો સાથે વાતચીત, ફીડ થકી બ્રાઉજિંગની સાથે વોટ્સએપ સ્ટેટસ, વીડિયો, ઓડિયો ક્લિપ, GIF સ્ટિકર્સ અને ફોટોઝની સાથે ક્રિએટિવિટી કરી શકાય છે.

ઉલ્લેખનીય છે કે ભારત અને ચીનમાં ગલવાન ઘાટી પર વધતા તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે 59 ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેમાં ટિકટોક અને યૂસી બ્રાઉઝર જેવી એપ્સ સામેલ છે. કેન્દ્ર સરકારે આ પગવું એક એવા સમયે ભર્યું છે, જ્યારે ગલવાન ગાટી પર સીમા વિવાદ ઓછો થવાનો નામ નથી લઈ રહ્યો. ગત 15 જૂને સીમા વિવાદમાં બિહાર રિઝમેન્ટમાં 20 જવાન શહીદ થયા હતા. જ્યારે 70 જવાનોને ગંભીર ઈજા પહોંચી હતી.
First published: June 29, 2020, 9:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading