સની લિયોનનાં PAN પર કોઇએ લઇ લીધી લોન, આપનું પેન કાર્ડ સુરક્ષિત છે કે નહીં તે ઘેર બેઠા જાણો
સની લિયોનનાં PAN પર કોઇએ લઇ લીધી લોન, આપનું પેન કાર્ડ સુરક્ષિત છે કે નહીં તે ઘેર બેઠા જાણો
સની લિયોનનાં પેન કાર્ડથી લીધી કોઇએ લોન
PAN એક જરૂરી દસ્તાવેજ છે. આ સંબંધિત છેતરપિંડીનાં કેસીસ વધી ગયા છે. થોડા દિવસ પહેલાં જ એક્ટ્રેસ સની લિયોન (Snny Leone)નાં પેન પર કોઇ અજાણી વ્યક્તિએ લોન લીધી છે. પેન પર અજ્ઞાત વ્યક્તિઓ દ્વારા લોન લેવાની ઘણી ફરિયાદ આપણે સોશિયલ મીડિયા પર જોતા આવ્યાં છીએ.
નવી દિલ્હી: આધાર (Aadhar) અને પેન (PAN) આજકાલ ઘણું જ આવશ્યક દસ્તાવેજ બની ગયો છે. ઘણાં બધા એવાં કામ છે જે તેનાં વગર નથી થઇ શકતાં. નાણાંકીય કામમાં તો પેન વગર હવે ચાલતું નથી. જેમ જેમ તેનું ચલણ વધી રહ્યું છે તેમ તેમ તેને લગતી છેતરપિંડી (Pan Related Frauds) પણ વધતા જઇ રહ્યાં છે. પેન કાર્ડ સંબંધિત એક ઘોટાળો હાલમાં જ સામે આવ્યો છે.
સની લિયોનને પણ નથી બક્શી- ધની એપથી સામાન્ય લોકોનાં પેન કાર્ડ પર જ લોન નથી મળી. પણ આ સેલિબ્રિટીને પણ ચૂનો લાગવ્યો છે. એક્ટ્રેસ સની લિયોનનાં પેન કાર્ડ (Sunny Leone Pan Frauds) પર કોઇએ 2000 રૂપિયા લોન લીધી હતી. સની લિયોને ટ્વિટ (Sunny Leone tweet) કરી આ વાતની જાણકારી આપી છે. જે બાદ તેનો સિબિલ સ્કોર ખરાબ થઇ ગયો છે. જોકે બબાલ વધતા સની લિયોને ટ્વિટ ડિલીટ કરી દીધી હતી.
કેટલાંક લોકોએ પેન કાર્ડ પર એક એપથી લોન લીધી છે અને તે પણ તેની જાણકારી વગર. જ્યારે જ્યારે આ લોકોએ તેનાં ક્રેડિટ સ્કોર જોયો તો માલૂમ થયુ કે, તેનાં પેન પર લોન લીધી છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનાં રિપોર્ટ મુજ, ફિનટેક કંપની ઇન્ડિયાબુલ્સ (IndiaBulls)નાં ધની એપ (Dhani App)થી લોન લીધી છે. તેનાંથી આપ અંદાજો લગાવી શકો છો કે, પેન કાર્ડ અંગે સમયાંતરે જાણકારી મેળવી રાખવી કેટલી જરૂરી છે.
સની લિયોનને પણ નથી બક્શી- ધની એપથી સામાન્ય લીકોને પેન કાર્ડ પર જ લોન નથી લીધી. પણ તેનાંથી ઘણાં સેલિબ્રિટીઝને ચૂનો લાગવ્યો છે. એક્ટ્રેસ સની લિયોન (Snny Leone)નાં પેન પર કોઇ અજાણી વ્યક્તિએ લોન લીધી છે. પેન પર અજ્ઞાત વ્યક્તિઓ દ્વારા લોન લેવાની ઘણી ફરિયાદ આપણે સોશિયલ મીડિયા પર જોતા આવ્યાં છીએ.
ઘણાં લોકો કરી રહ્યાં છે સોશિયલ મીડિયા પર ફરિયાદ- ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની એક રિપોર્ટ અનુસાર, ઘણાં લોકો આ સોશિયલ મીડિયા પર તેનાં પેન પર કોઇપણ જાણકારી વગર તેમનાં પેન દ્વારા લોન લેવાની ફરિયાદ નોંધાવી છે. ઇન્ડિયાબુલ્સે પણ સ્વિકાર્યુ છે કે, ધની એપ પર લોન ફ્રોડની તેની પાસે ફરિયાદ આવે છે અને કંપની તેની તપાસ કરી રહી છે. ધની એપે ગત 12 મહિનામાં આશરે 35 લાખ લોકોએ લોન આપ્યું છે. ગૂગલ પ્લે સ્ટોરથી આ એપથી 5 કરોડ ડાઉનલોડ છે.
આવી રીતે ચેક કરો PANની ડિટેઇલ (How to Check PAN History)
ઇનકમ ટેક્સ વિભાગ તરફથી ફોર્મ 26ASની સુવિધા આપવામાં આવી છે. જે દ્વારા આપ આપનાં પેન કાર્ડની ડિટેઇલ સહેલાઇથી જાણી શકો છો. આ ફોર્મમાં સંપૂર્ણ જાણકારી હોય છે આપનાં પેન કાર્ડનો ક્યાં ક્યાં ઉપયોગ થયો છે. તેને ડાઉનલોડ કરી તેનાં ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની આધિકારીક જાણકારી હોય છે. વેબસાઇટ www.incometax.gov.in પર જઇ લોગઇન કરવું પડશે. આ ફોર્મને આપ TRACES પોર્ટલથી ડાઉનલોડ કરી શકો છો.
આવી રીતે કરો ફરિયાદ- જો આપનાં પેન સંબંધિત કોઇ ફરિયાદ છે તો આપ ઇનકમ ટેક્સ પોર્ટલ પર ઓનલાઇન ફરિયાદ કરી શકે છે. સૌથી પહેલાં આપે www.incometax.intelnetglobal.com પર જવાનું હશે. પછી અહીં પર માંગેલી જાણકારી આપી સબ્મિટ પર ક્લિક કરો. જે બાદ આપી ફરિયાદ અહીં દાખલ કરો.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર