Home /News /tech /

દુનિયાનું સૌથી સસ્તુ LCD TV થયું લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

દુનિયાનું સૌથી સસ્તુ LCD TV થયું લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

આ ટીવીનું નામ d1 છે.

ભારતનું સૌથી સસ્તું ટીવી હોવાનો દાવો કરનાર D1 LCD TV માં કેવા ફિચર છે. જાણો અહીં

    સસ્તા ફિચર ફોન લોન્ચ કરીને ભારતીય બજારમાં ઓળખાણ બનાવી ચુકી કંપની ડિટેલએ દુનિયાનું સૌથી સસ્તુ ટીવી લોન્ચ કર્યું છે. જેની કિંમત લગભગ 3,999 રુપિયા છે. આ ટીવીનું નામ d1 છે. જે 19 ઇંચનું છે. કંપનીએ લોન્ચ કરેલું આ પહેલું LCD ટીવી છે.

    ટીવીના લોન્ચ સમયે ડિટેલના એમડી યોગેશ ભાટિયાએ કહ્યું 'અમે ગ્રાહકોને લગતા ઇનોવેશનમાં વિશ્વાસ કરતા નથીં' ટીવીની વધતી કિંમત સાથે બજારમાં એક મોટી ખોટ છે. ડિટેલની ડી1 ટીવી રજૂ કરી અમે આ ખાલીપનને તેમનું મિશન #HarGharTV હેઠળ દૂર કરવાની તૈયારી કરી ચુક્યાં છીએ.

    આ છે ટીવીની વિશેષતા

    ભારતમાં સૌથી સસ્તું ટીવી હોવાનો દાવો કરનાર D1 LCD TV માં 48.3 સેમી એટલે 19 ઇંચનું ડિસ્પ્લે અને 1366x768 પિક્સેલનું રિઝોલ્યૂશન છે. આ પ્લસ ગ્રાન્ડ પેનલ સાથે આવે છે. જેમા એકદમ સાફ ક્વોલિટી મળે છે અને તેમનો કોન્ટ્રાસ્ટ રેશિયો 3,00,000:1 હોય છે. આ પ્રકારના વિઝઅુલ સેન્સ પર તેમાં લાંબા સમય સુધી પ્રભાવ રહે છે. ટીવીમાં કેનેક્ટિવીટી માટે HDMI અને યુએસબી પોર્ટ આપવામાં આવ્યું છે. તેમની ડિઝાઇનમાં અનૂઠા આ ટીવીની પેનલની કિનારી પર બે સ્પીકર લાગેલા છે. જેની ડિસ્પ્લે આકર્ષક છે. આ ઉપરાંત તેમા 12 વોટનું સ્પીકર લાગેલું છે.



    અહીંથી કરી શકો છો ખરીદી

    કંપનીના પહેલા એલસીડી ટીવીની તમે ડિટેલ એપ અને B2BAdda.comથી ખરીદી કરી શકો છો. તેમા ગ્રાહક ઉપરાંત રિટેલર્સ પણ ખરીદી કરી શકે છે. કંપનીએ કહ્યું કે આગળના વર્ષની શરૂઆતમાં લોકો આ એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઇ-કોમર્સ વેબસાઇટ પર પણ ખરીદી કરી શકશે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Mobile phone, TV, ટેક ન્યૂઝ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन