મુંબઈ: ઓલા મોબિલિટીના ઇલેક્ટ્રિક સ્કૂટર (Ola E- Scooter) બાદ ભારતીય કંપની ડીટેલે હવે તેની ઈ-બાઇક (Detel EV) લોન્ચ કરી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, તેની કિંમત કેટલીક પેટ્રોલ બાઇક્સ (Ceaper then Petrol Bikes) કરતાં ઘણી ઓછી છે. આ ઈ-બાઇક દેશભરમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ માટે ગ્રાહકોએ ડીટેલ્સ ઇન્ડિયાની વેબસાઈટ પર જઈને બુકિંગ કરાવવું પડશે. કોઈપણ ગ્રાહક માત્ર 1,999 રૂપિયા (Booking amount) ચૂકવીને ડિટેલ્સ ઇવી એઝ પ્લસ બુક કરી શકે છે. આ વ્હીકલ સિલ્વર ગ્રે અને મેટાલિક રેડ કલરમાં મળશે.
આ ઇ-બાઇકની કિંમત રૂ. 39,999 (જીએસટી વિના) છે. જીએસટી બાદ સ્કૂટરની કુલ કિંમત રૂ. 41,999 થઈ જશે. તેમજ આ વાહનની ડિલિવરી લેવા રૂ. 40,000 જેટલી રકમ 7 દિવસ પહેલા ચૂકવવી પડશે.
કાયા ફીચર્સ મળશે?
ડિટેલ ઇન્ડિયાની વેબસાઈટ અનુસાર, ઈવી ઈઝી પ્લસ સિંગલ ચાર્જિંગમાં 60 કિ.મી. સુધીનું અંતર કાપી શકે છે. તેની ટોપ સ્પીડ 25 કિ.મી. પ્રતિ કલાક છે. તેમાં રાઈડરની સીટ નીચે 20Ahની બેટરી છે. તેને કોઈપણ 5 એમ્પીયર સ્લોટથી ચાર્જ કરી શકાય છે. આ વ્હીકલના બંને વ્હીલમાં ડ્રમ બ્રેક અપાઈ છે. અને તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 170 mm છે. ડિટેલ ઈઝી પ્લસ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરમાં 250 વોટની ઈલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે. તે એક લો-સ્પીડ વ્હીકલ છે. જેમાં લિથિયમ-આયન બેટરી પેક છે. વાહનની બેટરીને સંપૂર્ણ રીતે ચાર્જ કરવામાં ફક્ત 4થી 5 કલાકનો સમય લાગે છે.
EMI પર મળી શકશે
ડિટેલ ઈવી એઝ પ્લસમાં ગ્રાહકોને રોડ સાઈડ સર્વિસ અને વીમા સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે. તેમજ તમે આ ઈ-બાઈકને ફાઈનાન્સથી પણ ખરીદી શકો છો. કંપનીના સ્થાપક ડો. યોગેશ ભાટિયાએ જણાવ્યું હતું કે, કંપની દેશમાં EVની સ્વીકૃતિ વધારવા માંગે છે. તેથી તેની કિંમત અન્ય ઈ-બાઇક અથવા સ્કૂટર કરતા ઘણી ઓછી છે. આ માટે ટેકનોલોજીની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કરાઈ નથી.
ઉલ્લેખનીય છે કે, આ કંપની હરિયાણાના ગુરુગ્રામમાં સ્થિત છે. તેના ઉત્પાદકોએ હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ યુપીમાં બુકિંગ માટે પાર્ટનરનું નેટવર્ક ઉભું કર્યું છે. આ ઉપરાંત કંપની 2021ના અંત સુધીમાં કોમર્શિયલ ઈ-વ્હીકલ ડીટેલ ઈસ્ટ લોડર લાવવાની પણ યોજના બનાવી રહી છે. કંપની ઇવી માર્કેટમાં ટિયર 2 અને ટિયર 3 શહેરના બજારોમાં પકડ જમાવવા કામ કરી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર