Chinaની ચીજોના બહિષ્કાર વચ્ચે દેશમાં OnePlus 8 લૉન્ચ થતાની સાથે જ આઉટ ઓફ સ્ટોક

Chinaની ચીજોના બહિષ્કાર વચ્ચે દેશમાં OnePlus 8 લૉન્ચ થતાની સાથે જ આઉટ ઓફ સ્ટોક
પ્રતિકાત્મક તસવીર

Amazon.com પર OnePlus નો સેલ શરૂ થતાની ક્ષણોમાં જ આઉટ ઑફ સ્ટોક થયો

  • Share this:
    ભારતમાં મેડ ઇન ચાઇનાની ચીજોના બહિષ્કારના કોલ વચ્ચે દેશમાં ચીનની ફોન ઉત્પાદક કંપની વન પ્લસ (OnePlus)નું નવું મૉડલ લૉન્ચ થયાની થોડી વારમાં જ આઉટ ઑફ સ્ટોક તઈ ગયો.આનાથી સાબિત થાય છે કે ભારતીય ગ્રાહકોને સસ્તામાં મળતી ચીજો ખરીદતા અટાકવવા શક્ય નથી. કંપનીએ વનપ્લસના નવા મોડલ 8 પ્રોને આઇફોનના લેટેસ્ટ મૉડલની સરખામણીમાં ડિસ્કાઉન્ટ કિંતમે રાખ્યો છે.

    Amazon.com વેચાણનો સેલ શરૂ થયાની થોડીવારમાં જ ફોન આઉટ ઑફ સ્ટોક થઈ ગયો. એક રીતે, તે ભારત માટે પણ ગંભીર વિષય છે. બીજી તરફ બીજી ચીની પેદાશોના વપરાશને ઘટાડવા માટે એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ, ચાઇનીઝ ફોન્સની આ વધતી માંગ સૂચક છે.



    આ પણ વાંચો :  Chinaની ચીજોના બહિષ્કાર વચ્ચે દેશમાં OnePlus 8 લૉન્ચ થયા ભેગો જ આઉટ ઑફ સ્ટોક 



    ટ્વીટર પર #Boycottchineseproducts ટ્રેન્ડ

    હિમાલયની સરહદ પર ચીન સાથેની અથડામણમાં 20 ભારતીય સેનાના જવાનો શહીદ થયા છે. તે પછીના છેલ્લા બંનેમાં, #Boycottchineseproductsટ્વીટર પર સૌથી વધુ ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું. ઘણા મોબાઇલ એપ્લિકેશન તેમજ મોબાઇલ ફોન્સ પર પ્રશ્નો ઉભા થયા હતા.

    બ્લૂમબર્ગ ક્વિન્ટમાં પ્રકાશિત થયેલા સમાચારો અનુસાર, મોબાઇલના સેલમાં આટલું ઝડપી વલણ સ્પષ્ટ છે કે ભારતીયોને સસ્તામાં મળતા ઉત્પાદનોથી દૂર રાખવું મુશ્કેલ છે. માર્ચ અંત સુધીમાં ભારતે 60 અબજ ડોલરથી વધુની આયાત કરી છે. બેઇજિંગ નવી દિલ્હી સાથે લગભગ 50 અબજ ડૉલરનો વેપાર કરે છે.
    Published by:Jay Mishra
    First published:June 19, 2020, 15:44 pm

    ટૉપ ન્યૂઝ