Home /News /tech /

Dellએ લોન્ચ કર્યા બે જોરદાર ગેમિંગ Laptop, મળશે ડ્યુઅલ ડિસ્પ્લે રિફ્રેશ રેટ અને 8GB પ્રોસેસર

Dellએ લોન્ચ કર્યા બે જોરદાર ગેમિંગ Laptop, મળશે ડ્યુઅલ ડિસ્પ્લે રિફ્રેશ રેટ અને 8GB પ્રોસેસર

Dell G15 સિરીઝના બે લેપટોપ લોન્ચ થયા છે.

Dell Latest Laptop Series: G15 ડિવાઇસમાં ઘણાં નવા ફીચર્સ છે, જેમાં એલિયનવેયરથી પ્રેરિત થર્મલ ડિઝાઇન સામેલ છે. આ ઉપરાંત તેમાં ઓપ્ટિમલ કૂલિંગ, ડ્યુઅલ એર-ઇનટેક, પાતળા ફેન બ્લેડ, કોપર પાઇપ અને ચાર વેન્ટ સામેલ છે.

    Dell Latest Laptop Series: ડેલ ટેક્નોલોજીઝ (Dell Technologies)એ ભારતીય બજારમાં લેટેસ્ટ G15 સિરીઝના બે લેપટોપ G15 5520 અને G15 5521 સ્પેશ્યલ એડિશન (SE) લોન્ચ કર્યા છે. 5520 ડાર્ક શેડો ગ્રેમાં આવે છે, જ્યારે 5521 SE ઓબ્સીડિયન બ્લેકમાં ઉપલબ્ધ છે. ડેલ જી15 5520ની કિંમત 85,990 રૂપિયા અને ડેલ જી15 5521 SE ની કિંમત 1,18,990 રૂપિયા રાખવામાં આવી છે. આ લેપટોપમાં 12th જનરેશનના ઇન્ટેલ કોર આઈ5 અને આઈ7 એચ-સિરીઝ મળે છે. તેમાં યુઝર્સને NVIDIA Geforce RTX 3070 TI 8 GB GDDR6 ગ્રાફિક્સ પ્રોસેસર મળે છે. કંપનીએ આ બજેટ ગેમિંગ પીસી (Budget Gaming PC) દેશમાં ગેમિંગ ઇકોસિસ્ટમને ટાર્ગેટ કરવા માટે લોન્ચ કર્યા છે.

    ફીચર્સની વાત કરીએ તો નવા G15 ડિવાઇસમાં ઘણી લેટેસ્ટ સુવિધાઓ છે, જેમાં એલિયનવેયરથી પ્રેરિત થર્મલ ડિઝાઇન સામેલ છે. આ ઉપરાંત તેમાં ઓપ્ટિમલ કૂલિંગ, ડ્યુઅલ એર-ઇનટેક, પાતળા ફેન બ્લેડ, કોપર પાઇપ અને ચાર વેન્ટ સામેલ છે.

    આ પણ વાંચો: નવા અવતારમાં લોન્ચ થયો Samsung Galaxyનો પ્રીમિયમ સ્માર્ટફોન, આકર્ષક છે તેનો લુક અને ડિઝાઈન

    મળશે બે રિફ્રેશ રેટ ડિસ્પ્લે

    ગેમર G15 5520 પર બે સાઇડ નેરો બેઝલ સાથે FHD 120Hz અથવા 165Hz ડિસ્પ્લેમાંથી પસંદગી કરી શકે છો. સાથે જ QHD 240Hz ડિસ્પ્લેનું એક એડિશનલ ઓપ્શન, DCI-P3 99% કલર ગેમુટ સાથે G15 5521 પર 3-સાઇડ નેરો બેઝલ પણ પસંદ કરી શકે છો. તેમાં 12-ઝોન આરજીબી એલઇડી ચેસિસ લાઈટિંગને ગેમિંગ દરમિયાન ચાલુ કરી શકાય છે, અથવા સ્કૂલ કે મીટિંગ જેવા ઓછા જરૂરી કામો માટે બંધ કરી શકાય છે.

    આ પણ વાંચો: Redmiનો 108 મેગાપિક્સલ વાળો ફોન ઓછી કિંમતમાં ખરીદવો છે? મળી રહી છે Best Offer

    ગેમર્સ માટે ડોલ્બી ઓડિયો 360 ડિગ્રી ઓડિયો અને વોઇસ બૂટીંગ ટેક્નોલોજી સાથે થ્રી ડાયમેન્શનલ ગેમપ્લે રજૂ કરે છે. કંપનીનો 5520 ડાર્ક શેડો ગ્રેમાં આવે છે જ્યારે 5521 SE ઓબ્સીડિયન બ્લેકમાં અવેલેબલ છે. આનંદ સુબ્રમણ્ય (ડાયરેક્ટર, પ્રોડક્ટ માર્કેટિંગ, કન્ઝ્યુમર એન્ડ સ્મોલ બિઝનેસ, ડેલ ટેક્નોલોજીઝ ઇન્ડિયા)નું કહેવું છે કે,  ‘ભારતમાં ગેમિંગ સેક્ટરમાં નવા રોકાણો થઈ રહ્યા છે, જેમાં દર મહિને નવા ગેમિંગ ટાઈટલ લોન્ચ કરવામાં આવી રહ્યા છે અને દેશમાં ઘણા લોકો તેમની કારકિર્દી બનાવી રહ્યા છે.'
    Published by:Nirali Dave
    First published:

    Tags: Gujarati tech news, Laptops, Mobile and Technology

    આગામી સમાચાર