WhatsAppની નવી પ્રાઇવસી પૉલિસી પર આજે દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી

WhatsAppની નવી પ્રાઇવસી પૉલિસી પર આજે દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી
પ્રતીકાત્મક તસવીર

વોટ્સએપ તરફથી પોતાના નિયમો અને શરતોનો સ્વીકાર કરવાનું યૂઝર્સ માટે અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. આવું નહીં કરવામાં આવે તો 8મી ફેબ્રુઆરી, 2020ના રોજ યૂઝરના એકાઉન્ટની સેવા સમાપ્ત કરી દેવામાં આવશે.

  • Share this:
    નવી દિલ્હી: વોટ્સએપની નવી પ્રાઇવસી પૉલિસી (WhatsApp New Privacy Policy) અંગે દિલ્હી હાઇકોર્ટમાં (Delhi High court)માં જે અરજી દાખલ કરવામાં આવી છે તેના પર આજે સુનાવણી થશે. દિલ્હી હાઇકોર્ટમાં દાખલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે સોશિયલ મેસેજિંગ એપની પ્રાઇવસી પૉલિસી આખા દેશના નાગરિકોના ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. અરજી પ્રમાણે વોટ્સએપે પોતાની ગોપનીયતાની નીતિ બદલી દીધી છે. વોટ્સએપ તરફથી પોતાના નિયમો અને શરતોનો સ્વીકાર કરવાનું યૂઝર્સ માટે અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. આવું નહીં કરવામાં આવે તો 8મી ફેબ્રુઆરી, 2020ના રોજ યૂઝરના એકાઉન્ટની સેવા સમાપ્ત કરી દેવામાં આવશે.

    એડવોકેટ ચૈતન્ય રોહિલ્લાએ અરજી દાખલ કરીને માંગણી કરી છે કે પ્રાઇવસી પૉલિસીને તાત્કાલિક અસરથી રોકી દેવામાં આવે. આ સાથે જ ભારતમાં વોટ્સએપના ઉપયોગ અને લોકોના ગોપનીયતાના અધિકારને ધ્યાનમાં રાખીને દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવે. અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઇટી મંત્રાલયને પણ નિર્દેશ આપવામાં આવે જેનાથી એ સુનિશ્ચિત કરી શકાય કે વોટ્સએપ કોઈ પણ ઉદેશ્ય સાથે પોતાના યૂઝર્સને ડેટા ત્રીજા પક્ષકાર, ફેસબુક કે પછી તેની અન્ય કંપનીઓ સાથે શેર ન કરે.



    આ પણ વાંચો: 'પાર્ટ-ટાઇમ જોબ'ના બહાને ચીનના હેકર્સ ભારતીય WhatsApp યૂઝર્સને બનાવી રહ્યા છે નિશાન

    અરજીમાં આ વાત કરવામાં આવી

    અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ખરેખરમાં તે કોઈ વ્યક્તિની ઑનલાઇન ગતિવિધિની 360 ડિગ્રી પ્રોફાઇલ આપી રહ્યું છે. કોઈ પણ વ્યક્તિની ખાનગી કે વ્યક્તિગત ગતિવિધિ પર હાલ કોઈ પણ નિયમ કે સરકારના નિરીક્ષણ વગર જ દેખરેખ રાખવામાં આવી રહ્યું છે. હવે વોટ્સએપ યૂઝર્સનો ડેટા દુનિયાના સૌથી મોટા સામાજિક નેટવર્કને આપવા જઈ રહ્યું છે. આ એવી મોટી વેબસાઇટ છે જે દર બીજી વેબસાઇટમાં એમ્બેડ છે."

    વોટ્સએપની સ્પષ્ટતા

    નોંધનીય છે કે વોટ્સએપ તરફથી નવી પૉલિસી અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. વોટ્સએપનું કહેવું છે કે તેમની તાજેતરની નવી પૉલિસી સંદેશ પર કોઈ અસર કરતી નથી. આ સાથે જ વોટ્સએપ તરફથી ડેટાની સુરક્ષા અંગે ફેલાયેલી ચિંતા અને ભ્રમ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

    આ પણ જુઓ-

    વોટ્સએપ તરફથી પોતાના બ્લોગમાં લખવામાં આવ્યું છે કે તે જાહેરાતના ઉદેશ્ય માટે યૂઝર્સના સંપર્કોની યાદી કે વિવિધ ગ્રૂપનો ડેટા ફેસબુકને નથી આપતું. વોટ્સએપ તેમજ ફેસબુક યૂઝર્સના સંદેશ વાંચી શકતા નથી કે કોલ સાભળી શકતા નથી. ગત અઠવાડિયે વોટ્સએપ તરફથી પોતાની સેવાની શરતો અને ગોપનીયતાના નીતિમાં એક બદલવા અંગે જાણકારી આપી હતી. આ જાણકારી એ હતી કે તે કઈ રીતે યૂઝર્સના ડેટાનો ઉપયોગ કરે છે અને ફેસબુકને તે ડેટા નથી આપતું. વોટ્સએપ તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે સેવાને ચાલુ રાખવા માટે યૂઝર્સે આઠમી ફેબ્રુઆરી, 2021 સુધી નવી શરતો અને નીતિનો સ્વીકાર કરવો પડશે.
    Published by:Vinod Zankhaliya
    First published:January 15, 2021, 09:23 am

    ટૉપ ન્યૂઝ