Home /News /tech /

Alert! શું તમે પણ ડેબિટ- ક્રેડિટ કાર્ડ, ATM PIN, આધાર-PAN નંબર જેવી વિગતો ફોનમાં સેવ કરો છો? તો પહેલા આ વાંચી લો

Alert! શું તમે પણ ડેબિટ- ક્રેડિટ કાર્ડ, ATM PIN, આધાર-PAN નંબર જેવી વિગતો ફોનમાં સેવ કરો છો? તો પહેલા આ વાંચી લો

પ્રતીકાત્મક તસવીર

DIGITAL SECURITY: મોટા ભાગના લોકો ડેબિટ કે ક્રેડિટ કાર્ડ, એટીએમ પિન, આધાર કાર્ડ અને પાન નંબર અને અન્ય જરૂરી પાસવર્ડ ઈ મેઇલ કે ફોનમાં સેવ કરીને રાખે છે.

આજે શોપિંગથી લઇને સામાન્ય ચૂકવણી સુધી દરેક જગ્યાએ ડિજીટલી પેમેન્ટનો વ્યાપ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. ઇન્ટરનેટ બેંકિંગ અને ઈ-કોમર્સ સાઇટ પર ખરીદી બાદ ચૂકવણી કરવી, મોલમાં ખરીદી કરો કે કોઈ કિરાણાની દુકાન પર ખરીદી કરો. દરેક નાની-મોટી જગ્યાએ વિવિધ પેમેન્ટના ઓપ્શન તમને મળી રહેશે. અને તે જ કારણ છે કે, આજે આપણે ઓનલાઇન પેમેન્ટ પર વધુ નિર્ભર બન્યા છીએ. વારંવાર ઓનલાઇન પેમેન્ટ કરતા મોટા ભાગના લોકો ડેબિટ કે ક્રેડિટ કાર્ડ, એટીએમ પિન, આધાર કાર્ડ અને પાન નંબર અને અન્ય જરૂરી પાસવર્ડ ઈ મેઇલ કે ફોનમાં સેવ કરીને રાખે છે.

આ આદત પડી શકે છે ભારે

કોઇપણ પાસવર્ડ સેવ કરવાની આવી ટેવ તમને ભારે પડી શકે છે. કારણ કે, જેમ જેમ ઓનલાઇન પેમેન્ટના દરમાં વધારો થયો છે તેમ તેમ હેકર્સને પણ ઠગાઇનું નવું માધ્યમ મળી ગયું છે. હેકર્સ તમારી આ વિગતોનો ઉપયોગ કરી તમારા પૈસા ચોરી શકે છે. એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે, મોટા ભાગના યુઝર્સ  આપવામાં આવતી સુરક્ષા સુચનાઓને અવગણી પોતાના ફોનમાં મહત્વની જાણકારીઓ સેવ કરે છે.

24,000 લોકો પર કરવામાં આવ્યો સર્વે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોકલસર્કલ્સ દ્વારા દેશભરના 393 જીલ્લાઓમાંથી 24000 લોકો પાસેથી આ અંગે અભિપ્રાય માંગવામાં આવ્યો. સર્વેમાં જણાવ્યા અનુસાર, પ્રશ્નનો જવાબ આપનાર 8158 લોકોમાંથી 29 લોકોએ કહ્યું કે, તેઓ પોતાનો ક્રેડિટ કે ડેબિટ કાર્ડ એટીએમ પીન નંબર એક કે વધુ નજીકના પરીવારજનોને આપે છે, જ્યારે 4 ટકાએ કહ્યું કે, તેઓ ઘરેલૂ કર્મચારીઓને આપે છે. જોકે 65 ટકા લોકોએ કહ્યું કે, તે આ પ્રકારની જાણકારી કોઈની પણ સાથે શેર કરતા નથી.

33 ટકા લોકોએ સર્વેમાં જણાવ્યું કે, તેઓ પોતાના ફોનમાં ડિજીટલી ફોન, ઈમેઇલ કે કમ્પ્યૂરમાં સેવ કરે છે. જ્યારે 11 ટકા લોકોએ મહત્વની માહિતી પોતાના ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં સ્ટોર કરી છે, જે રિસ્કી સાબિત થઇ શકે છે. 8260 લોકોમાંથી 21 ટકા લોકો બેંક એકાઉન્ટ નંબર, ડેબિટ-ક્રેડિટ કાર્ડ સીવીવી નંબર, એટીએમ પિન, આધાર કે પાન કાર્ડ નંબર યાદ કરી લીધા છે. જ્યારે 39 ટકા લોકો આવી જાણકારી કાગળ પર લેખિત સ્વરૂપે રાખે છે.

આ પણ વાંચો - 10,000ના બજેટમાં આવતા આ સ્માર્ટફોન છે બેસ્ટ, બેટરી પણ છે દમદાર, જુઓ યાદી

શું કરવું જોઇએ?

સૌ પ્રથમ RBIએ આવા સંવેદનશીલ મુદ્દા પ્રત્યે લોકોમાં ડિજીટલ જાગૃતિ લાવી રહ્યા છે અને કઇ રીતે લોકોએ ડેટા સલામત રાખવા તે અંગે પણ માર્ગદર્શન આપે છે. તો સાથે જ યુઝર્સે ધ્યાન રાખવું જોઇએ કે, બેંક એકાઉન્ટ નંબર, ડેબિટ-ક્રેડિટ કાર્ડ પિન, આધાર કે પાન કાર્ડ નંબર જેવી અન્ય ગુપ્ત માહિતીઓ સ્ટોર કરવા માટે બિટવર્ડન પાસવર્ડ મેનેજર જેવા સુરક્ષિત માધ્યમોનો ઉપયોગ કરવો જોઇએ. તમારા કોઇ પણ પાસવર્ડ કે પિન નંબર અન્ય લોકોને આપવાનો આગ્રહ ટાળવો જોઇએ. જેથી તમે તમારી માહિતીને સુરક્ષિત રાખીને કોઇ પણ ઓનલાઇન ફ્રોડથી બચી શકો છો.
Published by:Kaushal Pancholi
First published:

Tags: CYBER CRIME, Digital payment, Online fraud

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन