Deal On iPhone 12: 9 હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ પર મળી રહ્યો છે આઇફોન 12, જાણો ઓફર

દિગ્ગજ ઇ-કોમર્સ કંપની અમેઝોન હવે આઇફોન 12 પર 9 હજાર રૂપિયાની આકર્ષક છૂટ આપી રહી છે

દિગ્ગજ ઇ-કોમર્સ કંપની અમેઝોન હવે આઇફોન 12 પર 9 હજાર રૂપિયાની આકર્ષક છૂટ આપી રહી છે

  • Share this:
    નવી દિલ્હી. જો તમે પોતાના પરિજનોને નવો આઇફોન 12 (iPhone 12) ગિફ્ટ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આપની પાસે હાલમાં તેને સસ્તામાં ખરીદવાની સુવર્ણ તક છે. આગામી આઇફોન સીરીઝ લૉન્ચ થતાં પહેલા આઇફોન 12 સીરીઝની કિંમતોમાં ઘટાડો થવાની આશા છે. જોકે આ પ્રકારની છૂટ કિંમતોની ઓફર પહેલાથી ઓનલાઇન ઉપલબ્ધ છે. દિગ્ગજ ઇ-કોમર્સ કંપની અમેઝોન (Amazon) હવે આઇફોન 12 પર 9 હજાર રૂપિયાની આકર્ષક છૂટ આપી રહી છે.

    iPhone 12નું બેસ મોડલ એક નવી અમેઝોન ડીલ હેઠળ 79,900 રૂપિયાને બદલે 70,900 રૂપિયાની કિંમતમાં મળી રહ્યું છે. મર્યાદિત સમયની આ ડીલ iPhone 12ના 64 GB વેરિયન્ટ માટે છે. iPhone 12ને ભારતમાં 79,900 રૂપિયાની પ્રારંભિક કિંમત પર લૉન્ચ કરવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો, Indian Navy Recruitment 2021: ભારતીય નૌસેનામાં ઓફિસર બનવાની સુવર્ણ તક, આવી રીતે કરો અરજી

    અમેઝોન પે આઇસીઆઇસીઆઇ બેંક ક્રેડિટ કાર્ડ પર 400 રૂપિયા સુધીનું કેશબેક

    ડિસ્કાઉન્ટ પ્રાઇઝ ઉપરાંત તમે અમેઝોન પે આઇસીઆઇસીઆઇ બેંક ક્રેડિટ કાર્ડના માધ્યમથી પેમેન્ટ કરતાં 400 રૂપિયાનું કેશબેક પણ મેળવી શકો છો. જે લોકો પોતાના જૂના ફોનને બદલે આઇફોન-12 માટે એક્સચેન્જ કરાવવા માંગે છે, તેઓ 11,500 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફરનો લાભ ઉઠાવી શકે છે. ડીલને વધુ આકર્ષક બનાવવા માટે કંપની નો-કોસ્ટ ઇએમઆઇનું ઓપ્શન પણ આપી રહી છે.

    આ પણ વાંચો, CBSE Board Result 2021: ધો-10, ધો-12ના પરિણામ તૈયાર કરવા સીબીએસઇએ જાહેર કર્યા હેલ્પલાઇન નંબર

    64 GB આઇફોન 12 ઉપરાંત 128 GB સ્ટોરેજ વેરિયન્ટ પણ વેચાણ માટે ઉપલબ્ધ છે. આ મોડલ પર આપના દ્વારા પસંદ કરવામાં આવેલા કલરના આધારે 5000 રૂપિયા સુધીની બચત કરી શકશો. જોકે, 256 GB સ્ટોરેજ વેરિયન્ટ પર આ પ્રકારની કોઈ છૂટ નથી મળી રહી.

    આઇફોન 12 મિની પર 6 હજાર રૂપિયાની છૂટ

    આવા પ્રકારની છૂટ આઇફોન 12 સીરીઝના અન્ય મોડલો ઉપર પણ ઉપલબ્ધ છે, જેમાં આઇફોન 12 મિની પણ સામેલ છે. તમે આઇફોન 12 મિનીને 6 હજાર રૂપિયાની છૂટ પર 63,900 રૂપિયામાં ખરીદી શકો છો.
    Published by:Mrunal Bhojak
    First published: