આવનારા 50 વર્ષોમાં ફેસબુક પર મૃત લોકોના એકાઉન્ટ જીવતા લોકોના એકાઉન્ટની સંખ્યાને પાર કરી દેશે. ‘Big Data and Society’ જરનલમાં પ્રકાશિત એક સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2100 સુધી ફેસબુકના 1.4 અબજ હાલના યૂઝર્સનું મોત થઈ ચૂક્યું હશે અને જો એવું જ રહ્યું તો 2070 સુધી મૃત લોકોના એકાઉન્ટની સંખ્યા જીવતા લોકોના એકાઉન્ટથી વધુ થઈ જશે.
આ સ્ટડીના મુખ્ય લેખક (ઓક્સફોર્ડ ઇન્ટરનેટ ઇન્સ્ટિટ્યૂટ) Carl Ohman કહે છે કે, આ આંકડાઓથી એક નવો અને મુશ્કેલ સવાલ ઊભો થાય છે કે આ ડેટા પર કોનો અધિકાર હશે, મૃત લોકોના પરિવાર અને મિત્રોના સારા હિત અને અતીતને સમજવા માટે ભવિષ્યના ઈતિહાસકારો દ્વારા તેનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ.
કાર્લે એમ પણ કહ્યું કે અમારું ડિજિટલ મેનેજમેન્ટ તે તમામને પ્રભાવિત કરશે જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, કારણ કે આપણે સૌ એક દિવસ આ દુનિયાથી ચાલ્યું જઈશું અને આપણો ડેટા પાછળ છોડી દઈશું.
આ સ્ટડી દરમિયાન એક્સપર્ટ્સે બે સંભવિત દ્રષ્ટિકોણ તૈયાર કર્યા, જેમાં કહેવામાં આવ્યું કે ભવિષ્ય આ બંનેમાંથી જ કોઈ એક હોઈ શકે છે. પહેલું એ કે જો 2018 સુધી કોઈ પણ નવો યૂઝર ફેસબુકમાં સામેલ ન થયો તો સદીના અંત સુધી એશિયામાં મૃતકોની હિસ્સેદારી વધીને 44 ટકા થઈ જશે.
બીજી બાબત એ છે કે દર વર્ષે 13 ટકાના દરથી ફેસબુકના યૂઝર્સ વધતા રહ્યા તો તેવી સ્થિતિમાં આફિક્રા મૃતકોનું મુખ્ય ક્ષેત્ર હશે. આ દર બતાવે છે કે સદી સમાપ્ત થતાં પહેલા મૃત યૂઝર્સની સંખ્યા 4.9 અબજ સુધી વધી શકે છે.
ઓહમને કહ્યું કે પરિણામોની વ્યાખ્યા ભવિષ્યવાણી તરીકે નહીં પરંતુ હાલની સ્થિતિ પર એક ટિપ્પણી તરીકે કરવી જોઈએ. સાથોસાથ તે એ દિશાને આકાર આપવાનો અવસર પણ છે, જેને આપણે ભવિષ્યમાં લઈ જઈ રહ્યા છીએ.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર