Home /News /tech /ફોનનું સ્ટોરેજ થઈ ગયું છે Photosથી ફુલ? આ રીતે Delete કરો નકામી ઇમેજ, 2 મિનિટ પણ નહીં લાગે!
ફોનનું સ્ટોરેજ થઈ ગયું છે Photosથી ફુલ? આ રીતે Delete કરો નકામી ઇમેજ, 2 મિનિટ પણ નહીં લાગે!
સ્માર્ટફોનમાં ઘણી વખત નકામા અને ડુપ્લીકેટ ફોટોઝ ભેગાં થઈ જાય છે. (પ્રતીકાત્મક ફોટો)
Smartphone Gallery De-Clutter: આપણે ફોનથી એટલા બધા ફોટોઝ ક્લિક કરીએ છીએ કે ઘણી વખત એવી સ્થિતિ પેદા થાય છે કે ફોનમાં નકામા ફોટોઝ પણ સ્ટોર થઈ જાય છે. જો તમારા ફોનની ગેલેરીમાં સ્ટોરેજ ફુલ (Storage Full) થઈ ગયું છે તો તમે તેને સરળતાથી ખાલી કરી શકો છો. જાણો તેની રીત.
Smartphone Gallery De-Clutter: સ્માર્ટફોનનો એક ઉપયોગ ફોટો ક્લિક કરવાનો પણ છે. ઘણી વખત ફોટો ક્લિક કર્યા બાદ આપણે તેને ડિલીટ (Delete Extra Images in Phone) કરતા ભૂલી જઈએ છીએ. એવામાં ધીમે-ધીમે સ્માર્ટફોનની મેમરી ફુલ થવા લાગે છે. માત્ર આટલું જ નહીં, ક્યારેક કોઈ જરૂરી ફોટોઝ શોધવા માટે બહુ જહેમત પણ ઉઠાવવી પડે છે.
આપણે ફોનથી એટલા બધા ફોટોઝ ક્લિક કરીએ છીએ કે ઘણી વખત એવી સ્થિતિ પેદા થાય છે કે ફોનમાં નકામા ફોટોઝ પણ સ્ટોર થઈ જાય છે. અમુક ફોટા ડુપ્લીકેટ પણ હોય છે.
એવામાં સવાલ એ છે કે તમે સરળતાથી પોતાની ફોન ગેલેરીને કઈ રીતે ક્લીન રાખી શકો છો. તે માટે તમને એક-એક કરીને ફોટો સિલેક્ટ કરીને ડિલીટ કરવાની જરૂર નહીં પડે. આ મહત્વના કામમાં તમારા ફોનમાં હાજર ગૂગલ ફોટોઝ (Google Photos) તમારી ઘણી મદદ કરશે.
સૌથી પહેલા તમારે Google Photos ઓપન કરવું પડશે. ત્યારબાદ બોટમમાં આપેલા Library ઓપ્શન પર ક્લિક કરો. તેના પછી તમારે Utilities પર ક્લિક કરવાનું રહેશે. એ પછી તમારે Clear The Clutter પર ક્લિક કરવું પડશે.
આમ કરતા જ તમારા બધા ડુપ્લીકેટ ફોટો અને નકામા ફોટો ડિલીટ થઈ જશે. તેનાથી તમારા ફોનમાં ઘણી સ્ટોરેજ પણ ખાલી થઈ જશે. આ ઉપરાંત, ફોનથી ફોટોઝને De-Clutter કરવાની સૌથી સારી રીત ફોટોઝને પીસી પર ટ્રાન્સફર કરવાની છે.
આ ઉપરાંત તમે એપ સ્ટોર પર ઉપલબ્ધ એપ્સની મદદથી પણ ફોટોને ઓર્ગેનાઇઝ કરી શકો છો. QuickPic જેવા અલ્ટરનેટિવ ગેલેરી એપની મદદથી તમે સરળતાથી ફોટોને De-Clutter કરી શકો છો. તેમાં ઘણાં ફીચર્સ આપવામાં આવ્યા છે. તેનાથી તમે ઓટોમેટિક ઇમેજની ગ્રુપિંગ કરી શકો છો. આ એપમાં બેકઅપનું ઓપ્શન પણ આપવામાં આવ્યું છે તો તમે સરળતાથી ફોટોઝને બેકઅપ કરી શકો છો. ઘણી વખત આ એપ્સ અમુક ફોટોઝને De-Clutter નથી કરી શકતી. આ કારણથી આ એપ્સનો યુઝ કર્યા બાદ એક વખત મેન્યુઅલી પણ ગેલરીને De-Clutter કરવા માટે જરૂર ચેક કરી લો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર