5 લાખ Zoom એકાઉન્ટ્સ હેક, તમે પણ યૂઝ કરી રહ્યા છો તો ઝડપથી પાસવર્ડ બદલી લો

News18 Gujarati
Updated: April 14, 2020, 3:58 PM IST
5 લાખ Zoom એકાઉન્ટ્સ હેક, તમે પણ યૂઝ કરી રહ્યા છો તો ઝડપથી પાસવર્ડ બદલી લો
ભારતના ગૃહ મંત્રાલયે પણ એક એડવાઇઝરી જાહેર કરીને આ એપ સુરક્ષિત નથી તેમ જણાવ્યું છે. સાથે જ કેટલાક સૂચન પણ આપ્યા છે. ત્યારે બિઝનેસ પ્રોફેશનલ વચ્ચે રાતો રાતો લોકપ્રિય થયેલા આ એપને અત્યાર સુધીમાં 50 કરોડથી પણ વધુ વખત ડાઉનલોડ કરવામાં આવ્યા છે. અને આ નંબર વધી રહ્યા છે.

એક સાઇબર કંપનીનો દાવો છે કે ફક્ત 10 પૈસા પ્રતિ એકાઉન્ટના ભાવથી ડાર્ક વેબ પર Zoom એકાઉન્ટ્સની માહિતી વેચવામાં આવી રહી છે.

  • Share this:
ક્લાઉડ વીડિયો કૉન્ફરન્સિંગ પ્લેટફોર્મ Zoomની મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લઈ રહી. હાલ દુનિયાભરમાં લૉકડાઉન (Lockdown)ને પગલે Zoomની લોકપ્રીયતા ખૂબ વધી છે. આ દરમિયાન પ્રાઇવસી (Zoom Privancy Threat)ને લઈને મોટી સમસ્યા ઉભી થઈ છે. બ્લીડિંગ કોમ્પ્યૂટરના તાજેતરના રિપોર્ટ પ્રમાણે પાંચ લાખથી વધારે Zoom એકાઉન્ટની માહિતી ડાર્ક વેબ (Dark Web) પર વેચવામાં આવી રહી છે. લાખો લોકોનો ડેટા અહીં પાણીને ભાવમાં વેચવામાં આવી રહ્યો છે. ત્યાં સુધી કે અનેક જગ્યાએ આ ડેટા મફતમાં મળી રહ્યો છે.

રિપોર્ટ પ્રમાણે Zoomના યૂઝર્સને એ વાતનો અંદાજ પણ નથી હોતો કે તેમનો ડેટા વેચવામાં આવી રહ્યો છે. આ ડેટામાં યૂઝરનેમ, પાસવર્ડ અને પ્રોફાઇલની અન્ય માહિતી સામેલ છે. આ વખતે Zoomની જાણકારી હેક કરવા માટે ક્રેડેન્શિયલ સ્ટફિંગ રીતનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત પહેલા જેટલા પણ ઝૂમ એકાઉન્ટ્સ હેક થયા છે તેના લોગીન-ડીટેઇલ્સ યૂઝ કરીને પહેલા હેકર્સ તેમનો એક્સેસ મેળવી રહ્યા છે.

રિપોર્ટ પ્રમાણે જે યૂઝર્સનો એક્સેસ મળી રહ્યો છે તેની નવી યાદી બનાવવામાં આવી રહી છે. આ માહિતીને ડાર્ક મોડ પર વેચવામાં આવી રહી છે. સાઇબર સિક્યોરિટી ઇન્ટેલિજન્સ ફર્મ Cybleના એક રિપોર્ટ પ્રમાણે અનેક Zoom એકાઉન્ટ્સની માહિતીને એક હેકર ફોરમ પર વેચવા માટે અપલોડ કરવામાં આવી છે.

આ પણ વાંચો :  ટ્રમ્પની ચેતવણી : કોરોના મામલે ચીને ખોટી માહિતી આપી, ઝડપથી દુષ્પરિણામ ભોગવશે

Cybleનો દાવો છે કે આ કંપનીએ પાંચ લાખથી વધારે Zoom એકાઉન્ટ્સની માહિતી ખરીદી છે. કંપનીનું કહેવું છે કે આવું યૂઝર્સને સચેત કરવા માટે કરવામાં આવ્યું છે. આ કંપનીનું કહેવું છે કે તેણે 10 પૈસા લેખે પ્રતિ એકાઉન્ટની માહિતી મેળવી છે.

હાલ ડેટા લીક બાબતે Zoom તરફથી તેમના યૂઝર્સને કોઈ માહિતી આપવામાં આવી નથી. જો તમે પણ Zoom એકાઉન્ટ વાપરી રહ્યો છો તો તમારો પાસવર્ડ બદલી લો અથવા વધારે મજબૂત પાસવર્ડ રાખી લો. નોંધનીય છે કે ગૂગલ તરફથી તેમના કર્મચારીઓને Zoom વીડિયો કૉલિંગ સેવાનો ઉપયોગ ન કરવાનું જણાવવામાં આવ્યું છે. આનું કારણે યૂઝરની પ્રાઇવસી અને હેડિંગ છે.
First published: April 14, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading