ડેટા લીક થતાં રોકવા facebookએ અટકાવ્યું આ ફીચર

 • Share this:
  ડેટા લીકને રોકવા માટે facebookએ એક ફીચર હટાવી દીધું છે જેના દ્વારા યૂઝર્સની મહત્વની જાણકારી લીક થતી હતી. તે ફીચર છે 'થર્ડ પાર્ટી' ફીચર.

  પ્રિંસટન સેંટર ફોર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પોલીસીના રિસર્ચે 18 એપ્રિલે ખુલાસો કર્યો હતો કે સાત થર્ડ પાર્ટી વેબસાઇટ ફેસબુક યૂઝર્સનો ડેટાનો ઉપયોગ કરે છે. જેનો ઘણીવાર દુરપયોગ પણ થાય છે.

  ફેસબુકે ન્યૂઝ 18ને જણાવ્યું કે આ અમારી નીતિઓનું ઉલ્લંઘન છે. અમે આ મુદ્દાની તપાસ કરી રહ્યાં છે. અત્યારે અમે આ ફીચરને બંધ કરી દીધું છે.

  શું છે થર્ડ પાર્ટી ફીચર?
  ઘણીવાર જ્યારે તમે કોઇ બીજી વેબસાઇટ પર પોતાનું લોગઇન આઇડી બનાવો છો તો તેમાં નામ અને જન્મ દિવસ ઉપરાંત તમારી અંગત જાણકારી પણ માંગવામાં આવે છે. જેમાં તમારી પાસે બે ઓપ્શન છે, તમે આ બધી જાણકારી તેમને આપો કે પછી તમે તેમની સાથે પોતાની ફેસબુક આઈડી શેર કરો. સામાન્ય રીતે યૂઝર્સ પોતાનો સમય બચાવવા માટે ફેસબુકથી જ લોગઇન કરી દે છે. હવે ફેસબુકે આ ફીચરને હટાવી દીધું છે.

  શું છે ફેસબુક વિવાદ?
  ફેસબુકનો વિવાદ તે વખતે શરૂ થયો જ્યારે ડેટા એનાલિસિસ ફર્મ કેમ્બ્રિજ એનાલિટિકાએ સ્વિકાર કર્યું કે તેણે 5 કરોડ યૂઝર્સની મંજૂરી વગર તેમના ડેટાનો ઉપયોગ કર્યો છે. કેમ્બ્રિજ એનાલિટિકા 500 અરબ ડોલરની કંપની છે. કેમ્બ્રિજ એનાલિટિકાએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પના કેમ્પેનમાં પણ ભાગ લીધો હતો. જે પછી ફેસબુકે પોતાના પ્લેટફોક્મથી કેમ્બ્રિજ એનાલિટિકાને પણ હટાવી દીધું છે. અત્યારે દુનિયાભરમાં ફેસબુક સામે અભિયાન ચાલી રહ્યું છે.
  Published by:Kaushal Pancholi
  First published: