Android phone data backup: લોકો તેમના ફોટા અને વીડિયો ગૂગલ ફોટોઝ એપ્લિકેશન પર સ્ટોર કરી શકે છે. તમારે ફક્ત બેકઅપ સુવિધાને શરૂ કરવાની જરૂર હોય છે. આ વિકલ્પ એપ્લિકેશનના પ્રોફાઇલ વિભાગમાં જોવા મળે છે. ફક્ત પ્રોફાઇલ આઇકોન પર ટેપ કરો અને "Turn on backup" વિકલ્પ પર ફરીથી ટેપ કરવાની જરૂર પડે છે.
નવી દિલ્હી: એન્ડ્રોઇડ ફોન (Android smartphone)માં ડેટાને બેકઅપ (Data backup) ન કરનાર લોકોનો ફોન ખોવાઈ જાય ત્યારે હેરાન પરેશાન થઈ જાય છે. અમુક વખત સ્માર્ટફોન લોક (Smartphone Lock) થઈ જાય ત્યારે સ્માર્ટફોનને રી-સેટ (Reset Smartphone) કરવાની પણ જરૂર પડે છે. સરળ શબ્દોમાં કહીએ તો, સ્માર્ટફોન મશીન છે અને કોઈપણ સમયે કંઈ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં તમારા ફોનમાં રહેલો તમારો ડેટા (Mobile Data) મહત્વપૂર્ણ હોય તો તમારે બેકઅપ લેવી જરૂરી છે.
ઘણા લોકો ગૂગલના ક્લાઉડ સ્ટોરેજનો ઉપયોગ કરે છે. જેમાં તમામ ડેટાને બેકઅપ કરવાનું સરળ હોય છે. જ્યાં તમારો મહત્વનો ડેટા સંગ્રહી શકાય છે. જેથી આજે અહીં ડેટા કઈ રીતે સાચવવો, તમારા ફોનના બધા ડેટાને કેવી રીતે બેકઅપ કરવો તે અંગે જાણકારી આપવામાં આવી છે. આવું કરવાથી જ્યારે પણ તમે નવા ડિવાઇસનો ઉપયોગ કરશો ત્યારે તમે તે ડેટાને સરળતાથી એક્સેસ કરી શકો છો.
એન્ડ્રોઇડ ફોન ડેટાને સરળતાથી કેવી રીતે બેકઅપ કરવો?
લોકો તેમના ફોટા અને વીડિયો ગૂગલ ફોટોઝ એપ્લિકેશન પર સ્ટોર કરી શકે છે. તમારે ફક્ત બેકઅપ સુવિધાને શરૂ કરવાની જરૂર હોય છે. આ વિકલ્પ એપ્લિકેશનના પ્રોફાઇલ વિભાગમાં જોવા મળે છે. ફક્ત પ્રોફાઇલ આઇકોન પર ટેપ કરો અને "Turn on backup" વિકલ્પ પર ફરીથી ટેપ કરવાની જરૂર પડે છે.
અહીં યાદ રાખો કે, ગૂગલ તમને અલગ અલગ ઇમેજ ક્વોલિટીનો વિકલ્પ બતાવશે. યૂઝર્સને યોગ્ય ક્વોલિટીના ફોટા કે વીડિયો સાચવવા Original qualityનો વિકલ્પ પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે. સ્ટોરેજ સેવર વિકલ્પ થોડી જગ્યા બચાવશે, પરંતુ તમારા ફોટા અને વીડિયોની ક્વોલિટી ઘટી જશે.
ઉપરાંત, જો તમે હંમેશાં વાઇ-ફાઇનો ઉપયોગ ન કરતા હોવ તો તમારે ડેટાને બેકઅપ કરવા માટે સેલ્યુલર ડેટા વિકલ્પ પણ ચાલુ કરવો જોઈએ. આટલું કર્યા બાદ તમારો ડેટા બેકઅપ થવા લાગશે. ત્યારબાદ સ્ક્રીન બતાવશે કે ગૂગલે તમારા ફોટો/વીડિયોઝને બેકઅપ લેવાનું શરૂ કર્યું છે.
તમામ ડીવાઈસમાં કરી શકશો એક્સેસ
તમારો ડેટા કલાઉડમાં સેવ થતો હોવાથી તમે બધા ડીવાઈસમાં તમારા ફોટો અને વીડિયોને એક્સેસ કરી શકો છો. આ માટે તમારે ફક્ત તમારા ગૂગલ એકાઉન્ટમાં સાઇન ઇન કરવાની જરૂર રહે છે. જ્યાં તમે તમારા બધા ફોટા જોઈ શકશો. ગૂગલ મીડિયા ડાઉનલોડ કરવાનો વિકલ્પ પણ આપે છે. આ ઉપરાંત તમે ઇચ્છો ત્યારે બેકઅપ સુવિધાને પણ ડિસેબલ કરી શકો છો.
આ રીતે કરો બેકઅપની ખાતરી
તમારા ડીવાઈસની બધી ફાઇલો અને ડોક્યુમેન્ટ ગૂગલ ડ્રાઇવમાં સેવ થઈ રહ્યા છે કે નહીં તેની ખાતરી કરવા માટે એપ્લિકેશનમાં જઈ હેમબર્ગર આઇકોન પર ટેપ કરી શકો છો> સ્ટેટ્સ તપાસવા માટે બેકઅપ્સ પર ટેપ કરી શકો છો. કેટલા વીડિયો અને ફોટા સેવ થયા છે તેની ખાતરી કરવા માટે પણ તમે આ રીત અનુસરી શકો છો.
તમારા ડેટાને થર્ડ પાર્ટી સર્વિસ પર સ્ટોર કરવામાં વાંધો હોય તો તમે આ માટે તમારા લેપટોપનો ઉપયોગ કરી શકો છો. તમારા સ્માર્ટફોનના ચાર્જિંગ કેબલનો ઉપયોગ સ્માર્ટફોનને લેપટોપ સાથે જોડવા માટે કરો. તમારા મોબાઇલ પર ફાઇલ ટ્રાન્સફર પસંદ કરવાનું ભૂલશો નહીં. આ આટલું કર્યા બાદ તમે તમારા લેપટોપ પર ફોટો/ફાઇલો/વીડિયોઝ ટ્રાન્સફર કરી શકશો. જેમની પાસે મેક છે તેઓ એન્ડ્રોઇડ ફાઇલ ટ્રાન્સફર એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે.
વોટ્સએપ ચેટ્સને આવી રીતે સ્ટોર કરો
વોટ્સએપ ગૂગલ ડ્રાઇવમાં તમારી બધી ચેટ અને મીડિયાને બેકઅપ કરવાની સુવિધા આપે છે. આ ફીચર માટે ચેટ્સ > સેટિંગ્સ તરફ જાઓ > નીચે સ્ક્રોલ કરો અને ચેટ બેકઅપ પર ટેપ કરો. ત્યાં તમે આ ફિચર શરૂ કરી શકો છો. મેસેજિંગ એપ્લિકેશન તમને એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્શન પણ સેવ કરવા દે છે, જેથી કોઈ તમારી ચેટને એક્સેસ કરી શકતું નથી.
તમારું ગૂગલ એકાઉન્ટ આપમેળે બધી એપ્લિકેશનો અને તમારા સ્માર્ટફોન પર રહેલા SMSનું બેકઅપ કરે છે. જો તમે બેકઅપ વિકલ્પને શરૂ કર્યો હોય તો જ આવું થાય છે. આ માટે તમારે ફક્ત સેટિંગ્સ પર જવું પડશે અને ગૂગલ પર ટેપ કરવાની જરૂર પડશે. અહીં, તમે બેકઅપ વિકલ્પ જોઈ શકો છો. આ વિકલ્પ તમને તમારા ગૂગલ એકાઉન્ટ પર બેકઅપ કરવામાં આવતા તમામ ડેટા બતાવતા પેજ પર લઈ જાય છે. ત્યાં તમારા કોલ હિસ્ટ્રી, SMS, એપ્લિકેશન્સ, ફોટા, વિડિઓઝ, ડિવાઇસ સેટિંગ્સ અને તમારા ડિવાઇસ પરના કોન્ટેકટ હોય છે.
ડેટા બેકઅપના ફાયદા
જ્યારે અન્ય ફોનની ઉપયોગ કરવાનું શરૂ કરો છો અથવા તમારો જૂનો ફોન ખોઈ બેસો છો, ત્યારે નવા ડીવાઈસ પર સેટઅપ કર્યા પછી તેને એક્સેસ કરી શકાય છે. યૂઝર્સ નવું ડીવાઈસ સેટ કરતી વખતે ગૂગલ તરફથી Finish setup નોટિફિકેશનને ટાળે નહીં તે હિતાવહ છે. કારણ કે આ સુવિધા તમને તમારા બધા જૂના ડેટાને એક સાથે રિસ્ટોર કરવામાં મદદ કરશે. તમારે ફરીથી એપ્લિકેશનો ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે. જોકે, તમારે ફરીથી લોગિન પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. કોલ હિસ્ટ્રી, સંપર્કો અને બાકીની બધી વસ્તુઓ આપોઆપ તમારા નવા ડિવાઈસમાં આવી જશે. અહીં ઉલ્લેખનીય છે કે, જો તમને તમારા જૂના ફોનની લોક સ્ક્રીન પિન અથવા પેટર્ન યાદ ન હોય તો ગૂગલ તમને તમારો ડેટા રિસ્ટોર કરવા દેશે નહીં.
કોન્ટેકટ તમારા ગૂગલ એકાઉન્ટમાં સ્ટોર છે કે કેમ તે કેવી રીતે તપાસવું?
આ વાત તપાસવા માટે તમે તમારા ગૂગલ એકાઉન્ટના People & Sharing sectionમાં જઈ શકો છો. ત્યાં તમને Contacts જોવા મળશે. આ સ્થળે તમે બેકઅપ સુવિધાને શરૂ અથવા બંધ કરી શકો છો. તમને તમારા સ્માર્ટફોન પર તમારા કેટલા સંપર્કો છે તે પણ જોવા મળે છે. અહીં નામ અને ફોન નંબરો સાથેના કોન્ટેકટની યાદી જોવા મળશે.
ગૂગલ તમારા SMS ડેટાનો સ્ટોર કરી રહ્યું ન હોવાનું લાગતું હોય તો તમે પ્લે સ્ટોરમાંથી Backup & Restore એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકો છો. આ ઉપરાંત તમે ગૂગલ > બેકઅપ > સેટિંગ્સમાં જઈને સ્ટેટ્સ તપાસી શકો છો.
- એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તે ખોલો. આ એપ્લિકેશનને તમારા ફોટા, કોન્ટેકટ, ફોન કોલ્સ અને અન્ય એપ્લિકેશનોને એક્સેસ કરવાની મંજૂરી આપો. આ એપ્લિકેશનનો ઉપયોગ દરેક વસ્તુને બેકઅપ લેવા માટે કરી શકાય છે. અત્યારે આપણે ફક્ત SMS સ્ટોર કરવાની જરૂર છે તેથી અહીં તે અંગેની જાણકારી છે.
- તમે સ્ક્રીન પર Set up a Backup વિકલ્પ પસંદ કરો. આ માટે તેના પર ટેપ કરો. ત્યારબાદ તમે કોલ લોગને ડિસેબલ કરી શકો છો અને SMSને બેકઅપ કરવા માટે મેસેજનો વિકલ્પ શરૂ કરી શકો છો.
- ત્યારબાદ ગૂગલ ડ્રાઇવને શરૂ કરો અને ક્લાઉડ પરના તમામ મેસેજ સેવ કરવા માટે તમારા જીમેલ એકાઉન્ટમાં લોગ ઇન કરો. આટલું કર્યા બાદ બેકઅપ થવા લાગશે. રિસ્ટોર કરવા માટે તમે Restore વિકલ્પ પર ક્લિક કરી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર