Facebook મેસેન્જરમાં આવ્યું આ શાનદાર ફીચર

Facebook મેસેન્જરમાં આવ્યું આ શાનદાર ફીચર

આ ફીચરથી યુઝર્સને ચેટિંગનો એક અલગ અનુભવ મળશે

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી: ફેસબુક તેની એપમાં સતત ફેરફાર કરી રહ્યું છે. કંપનીએ હાલમાં જ કેટલાક યુઝર્સ માટે ડાર્ક મોડ ફીચર રોલઆઉટ કર્યું હતું. હવે આને તમામ યુઝર્સ માટે રજૂ કરવામાં આવ્યું છે. આ ફીચરથી યુઝર્સને ચેટિંગનો એક અલગ અનુભવ મળશે.

    પહેલાં આ ફીચરને એક્ટિવેટ કરવા માટે યુઝર્સે તેમના કોન્ટેક્ટ્સમાંથી કોઇ એકને મૂન ઇમોજી મોકલવા પડતાં હતા અને તે બાદ નોટિફિકેશન આવતું હતું કે ડાર્ક મોડ એક્ટિવેટ થઇ ગયું છે. પરંતુ હવે આને એક્ટિવેટ કરવા માટે કોઇ મેસેજ નહીં મોકલવું પડે.

    એવી રીતે એક્ટિવેટ કરો ડાર્ક મોડ

    જો તમે તમારા ફેસબુક મેસેન્જરમાં ડાર્ક મોડ એક્ટિવેટ કરવા માગો છો તો આના માટે સૌથી પહેલાં એપ ઓપન કરો અને પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરો. જે બાદ તમને ત્યાં Dark Modeનું ટોગલ દેખાશે. આને ઓન કરો અને પછી તમારો ફોન ડાર્ક મોડમાં કન્વર્ટ થઇ જશે.


    આ પણ વાંચો: આ છે ભારતનો પહેલો સ્પીકર વાળો હેલમેટ, ફોન સાથે થશે કનેક્ટ

    ફોનની બેટરી બચાવશે ડાર્ક મોડ

    ડાર્ક મોડ જોવામાં સારું લાગવાની સાથે આંખો માટે પણ સારું છે. બ્લેક ડિસ્પ્લે હોવાને કારણે સ્માર્ટફોનની બેટરી બેકઅપ પણ વધે છે. જો તમને આ ફીચર અત્યાર સુધી નથી મળ્યું તો તમારી એપને અપડેટ કરો.
    Published by:Azhar Patangwala
    First published: