Cyber Dost: સાયબર ક્રાઈમ (Cyber Crime) સંબંધિત ફરિયાદો નોંધાવા માટેનો હેલ્પલાઈન નંબર (Helpline Number) બદલાઈ ગયો છે. ઓનલાઈન ફ્રોડ સાથે જોડાયેલી કોઈપણ ઘટનાની ફરિયાદ નોંધાવવા માટે હવે તમારે હેલ્પલાઈન નંબર 155260 ને બદલે 1930 ડાયલ કરવો પડશે. ગૃહ મંત્રાલયના ટ્વિટર હેન્ડલ સાયબર દોસ્તે (Cyber Dost) આ જાણકારી આપી છે.
જેમ જેમ ઈન્ટરનેટ (Internet)નો ઉપયોગ વધી રહ્યો છે, સાયબર ફ્રોડના કિસ્સાઓ પણ એ જ ઝડપે વધી રહ્યા છે. સાયબર ઠગ અવનવી યુક્તિઓ અપનાવીને લોકોને છેતરી રહ્યા છે. બેંકોથી લઈને તમામ ફાઈનાન્શિયલ સર્વિસ પ્રોવાઈડર્સ અને સરકાર સમયાંતરે લોકોને ઓનલાઇન ફ્રોડ વિશે ચેતવણી (alert) આપતા રહે છે.
સરકારે સાયબર ફ્રોડ સંબંધિત મામલા માટે હેલ્પલાઈન નંબર પણ જારી કર્યા છે. જો તમારી સાથે ઈન્ટરનેટ સંબંધિત કોઈ ક્રાઈમ થયો હોય તો તમે આ નંબર પર કોલ કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો. આ સિવાય તમે સાયબર ક્રાઈમની વેબસાઈટ www.cybercrime.gov.in પર પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો.
વધી રહી છે ઘટનાઓ
ડિજિટલાઈઝેશનના યુગમાં સાયબર ગુનાઓની સંખ્યામાં જબરદસ્ત વધારો થઈ રહ્યો છે. લોકોને છેતરવા માટે ઠગીઓ અવનવી યુક્તિઓ અપનાવતા રહે છે. આવી સ્થિતિમાં તમારે ખૂબ સાવધ રહેવાની જરૂર છે. આવા ફ્રોડ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ વધુ થાય છે. કારણ કે, લોકો તેમનો મોટાભાગનો સમય સોશિયલ મીડિયા સાઇટ્સ પર જ વિતાવે છે. સાયબર ગુનેગારો સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના ડિસ્કાઉન્ટની લાલચ બતાવીને લોકોને લૂંટે છે.
સોશિયલ મીડિયા પર બંપર ડિસ્કાઉન્ટ, લોટરી લાગવા અથવા ઇનામો જીતવા માટેની જાહેરાતોનો શિકાર ન બનો. જો તમે ડિસ્કાઉન્ટની જાહેરાત જોઈને કંઈ શોપિંગ કરવાનું વિચારી રહ્યા છો, તો સૌથી પહેલા તે વેબસાઈટ વિશે સારી રીતે જાણી લો. જુઓ કે વેબસાઇટની રિટર્ન પોલિસી શું છે. જો કંઈપણ ડાઉટફુલ લાગતું હોય તો શોપિંગ ન કરો.
જો તમે કોઈ સામાન લઈ રહ્યા છો, તો ફક્ત કેશ ઓન ડિલિવરી (Cash On Delivery)નો વિકલ્પ જ પસંદ કરો. આનાથી તમારી બેંક ડિટેલ્સ સાયબર અપરાધીઓ સુધી પહોંચી શકશે નહીં.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર