Cyber Crime Alert: એક ઝટકામાં તમારી આખી કમાણી ગાયબ કરી શકે છે આવી એપ્સ
Cyber Crime Alert: એક ઝટકામાં તમારી આખી કમાણી ગાયબ કરી શકે છે આવી એપ્સ
સાઇબર ફ્રોડ
Cyber Dost Alert: સાઇબર દોસ્ત (Cyber Dost) ગૃહ મંત્રાલયનું એક ટ્વિટર હેન્ડલ છે. આ હેન્ડલ પરથી સાઇબસ સિક્યોરિટી સાથે જોડાયેલી માહિતી પોસ્ટ કરવામાં આવે છે.
મુંબઇ. Cyber Crime Alert: જેમ જેમ આપણી ડિજિટલ દુનિયા (Digital world) તરફ આગળ વધી રહ્યા છીએ તેમ તેમ સાઇબર ગુના (Cyber crime news)ઓની સંખ્યા પણ વધી રહી છે. કારણ કે ટેક્નોલોજીની સાથે સાથે સાઇબર ગઠિયા પણ આધુનિક થઈ રહ્યા છે. એટલે કે સાઇબર ઠગો તમને ચૂનો (Online fraud) લગાડવા માટે અવનવી તરકીબ શોધતા જ રહે છે. ખાસ કરીને કોરોના મહામારી દરમિયાન સાઇબર ગુનાઓની સંખ્યા (Cyber fraud) ખૂબ વધી છે.
આવી સ્થિતિમાં તમે સચેત રહો એ એકમાત્ર રસ્તો છે. કેન્દ્ર સરકારે પણ લોકોને એલર્ટ કર્યાં છે કે તેઓ લોન આપવાના નામે ફૂટી નીકળેલી ફેક એપ્સ (Fake loan apps)થી સાવધાન રહે. સરકાર સામાન્ય લોકોને સાઇબર ક્રાઇમથી બચવાના ઉપાય બતાવવા માટે સમયાંતરે 'સાઇબર દોસ્ત' દ્વારા ટ્વીટરના માધ્યમથી માહિતી આપતી રહી છે. સાઇબર દોસ્ત (Cyber Dost) ગૃહ મંત્રાલયનું એક ટ્વિટર હેન્ડલ છે. આ હેન્ડલ પરથી સાઇબસ સિક્યોરિટી સાથે જોડાયેલી માહિતી પોસ્ટ કરવામાં આવે છે.
સાઇબર દોસ્તનો સંદેશ (Cyber Dost Alert)
સાઇબર દોસ્તે સરળ શરતો અને ઓછા વ્યાજે લોન આપતી ફેક એપથી સાવધાન રહેવાની વાત કહી છે. સાઇબર દોસ્તે ટ્વિટરના માધ્યમથી સૂચના આપી છે કે બજારમાં હયાત લોન આપતી ફેક એપ (Fake mobile Apps)થી બચવાની જરૂર છે. આવી કોઈ પણ એપ યોગ્ય ખાતરી કર્યાં વગર મોબાઇલ ફોનમાં ડાઉનલોન ન કરવી. આ એપ સાથે જોડાયેલી કોઈ લિંક ખોલવાથી પણ બચવું.
ગૃહ મંત્રાલયે (Home Ministry) સાઇબર દોસ્તના માધ્યમથી કહ્યુ છે કે લોન આપતી કંપનીઓ અંગે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (Reserve Bank of India)ની વેબસાઇટ પર જઈને જરૂરી માહિતી મેળવવી જરૂરી છે.
ટ્વીટના સંદેશમાં કહેવામાં આવ્યું છે કે લોન માટે અરજી કરતા પહેલા સુરક્ષિત રહેવાની કેટલિક ટિપ્સ:
- ભારતીય રિઝર્વ બેંકના પોર્ટલ પરથી કંપનીની પ્રમાણિકતાની ખાતરી કરી લો.
- લોન આપતી અજાણી એપ્સને તમારા મોબાઇલમાં ઇન્સ્ટોલ ન કરો. આ તમારા ગુપ્ત ડેટા માટે ખતરો બની શકે છે.
- દસ્તાવેજ અથવા રકમ જમા કરતા પહેલા સંબંધિત વેબસાઇટ અથવા યૂઆરએલની પ્રમાણિકતાની તપાસ કરો.
ऋण के लिए आवेदन करने से पहले कुछ सुरक्षा टिप्स पर ध्यान दें: साइबर सुरक्षित बनें। pic.twitter.com/ToHH3YeM4x
સાઇબર દોસ્ત સમયાંતરે સાઇબર છેતરપિંડી અંગે લોકોને એલર્ટ કરે છે. આ પહેલા સાઇબર દોસ્ત પર સાઇબર સુરક્ષા અને સાઇબર સિક્યોરિટી અંગે અમુક જાણકારી રજૂ કરવામાં આવી હતી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર