જીયોના ગ્રાહકો માટે આવ્યા છે સારા સમાચાર. ભારતની સૌથી પોપ્યુલર મોબાઇલ એપ જીયો ટીવી હવે પ્રસારણની દુનિયામાં સૌથી મોટુ પગલુ ભરવા જઇ રહ્યું છે. જીયો ટીવી દ્વારા વિન્ટર ઓલિમ્પિકના ડિજિટલ રાઇટ્સ ખરીદી લેવામાં આવ્યા છે. એટલે ભારતમાં વિન્ટર ઓલિમ્પિકનું હવે જીયો ટીવીના માધ્યમથી લાઇવ પ્રસારણ થશે. આ અંગે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિ એટલે કે આઇઓસી અને જીયો ટીવી વચ્ચે કરાર થઇ ચુક્યા છે.
વિન્ટર ઓલિમ્પિક 9થી 25 ફેબ્રુઆરી દરમિયાન દક્ષિણ કોરિયાના પ્યેંગચેન્ગ ખાતે યોજાઇ રહી છે. જેમાં અલગ અલગ 15 રમતોની 102 મેચ રમાશે. સ્કેટીંગ, જમ્પીંગ, આઇસ હોકી સહિતની રમતોમાં ભાગ લેવા માટે વિશ્વના 90 દેશો એલિમ્પિકમાં ભાગ લઇ રહ્યા છે. આ તમામ રમતોનું જીયો ટીવી પર લાઇવ પ્રસારણ બતાવવામાં આવશે. સાથે જ મેચની હાઇલાઇટ્સ અને અન્ય સમાચાર પણ મળશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર