Home /News /tech /Googleએ બનાવ્યું ખાસ Doodle, Click કરતાં જ મળશે વેક્સીનેશનની તમામ જાણકારી

Googleએ બનાવ્યું ખાસ Doodle, Click કરતાં જ મળશે વેક્સીનેશનની તમામ જાણકારી

Covid Vaccine Google Doodle: ડૂડલના માધ્યમથી ગૂગલ લોકોને વેક્સીનેશન માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે

Covid Vaccine Google Doodle: ડૂડલના માધ્યમથી ગૂગલ લોકોને વેક્સીનેશન માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે

નવી દિલ્હી. દેશ અને દુનિયામાં લોકોને કોરોના વાયરસ (Coronavirus)થી બચાવવા માટે વેક્સીનેશન અભિયાન (Covid Vaccination Campaign) તેજીથી ચાલી રહ્યું છે. લગભગ દરેક દેશમાં આ અભિયાન હેઠળ મોટી સંખ્યામાં લોકોને વેક્સીન (Corona Vaccine) આપવામાં આવી રહી છે. એવામાં સર્ચ એન્જિન ગૂગલ (Google Doodle) પણ લોકોની મદદ માટે કામ કરી રહ્યું છે. ગૂગલે મંગળવારે આ સંબંધમાં ખાસ ડૂડલ બનાવ્યું છે. આ ડૂડલ (Doodle)ના માધ્યમથી ગૂગલ (Google) લોકોને વેક્સીનેશન માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. સાથોસાથ વેક્સીન અને રસીકરણ સાથે જોડાયેલી જાણકારી પણ પૂરી પાડી રહ્યું છે.

ગૂગલ તરફથી રજૂ કરવામાં આવેલા ખાસ ડૂડલમાં ફેસ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને વેક્સીનેશન પ્રતિ સંદેશ આપવામાં આવી રહ્યો છે. ડૂડલ પર ક્લિક કરતાં જ બીજું વેબપેજ ખૂલે છે, જેમાં નજીકન વેક્સીનેશન સેન્ટર, કોરોના વાયરસ સંક્રમણના આંકડા, વેક્સીનેશન સાથે જોડાયેલા તમામ સમાચાર, કોવિન એપ, વેક્સીન અને વેક્સીનેશનના ફાયદા સહિત તેના સાથે જોડાયેલી તમામ જાણકારી સામે આવી જાય છે. તેનાથી લોકોને ઘરે બેઠા તમામ જરૂરી માહિતી મળી રહે છે.

આ પણ વાંચો, WHOના અધિકારીએ કહ્યું- Delta Variantની વિરુદ્ધ ઓછી પ્રભાવી લાગી રહી છે કોરોના વેક્સીન

આ પેજના માધ્યમથી ગૂગલ લોકોને રસીકરણ માટે રજિસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા પણ સમજાવે છે. સાથોસાથ એ પણ સ્પષ્ટ કરે છે કે શું કોરોના વેક્સીનની કોઈ સાઇડ ઇફેક્ટ હોય છે. આ પેજ લોકો માટે ખૂબ જ કામનું છે.

આ પણ વાંચો, કોરોનાના નવા વેરિયન્ટ સામે બુસ્ટર ડોઝ અંગે કંઈ કહેવું ઉતાવળ ગણાશે- WHOના ટોચના વૈજ્ઞાનિક

" isDesktop="true" id="1107306" >


નોંધનીય છે કે, ભારતમાં પણ મોટાપાયે કોરોના વેક્સીનેશન અભિયાન ચાલી રહ્યું છે. કેન્રીકેય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે કહ્યું કે કોવિડ-19 રસીકણ માટે સંશોધિત દિશા-નિર્દેશોના પહેલા દિવસે દેશભરમાં રસીના 85.15 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા. 16 જાન્યુઆરીથી શરૂ થયેલા વેક્સીનેશન અભિયાન બાદથી એક દિવસમાં એક દિવસમાં સૌથી વધુ ડોઝ આપવાનો આ રેકોર્ડ છે.
First published:

Tags: Corona vaccine, Coronavirus, COVID-19, Doodle, Google doodle, Vaccination, ગૂગલ, ટેક ન્યૂઝ, ભારત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો