આજના સમયમાં સ્માર્ટફોન એક આવશ્યકતા બની ગઈ છે. બાળકોથી લઈને વિદ્યાર્થીઓ સુધી અભ્યાસ માટે સ્માર્ટફોન હોવો જરૂરી છે, કારણ કે શાળાઓથી લઈને કોલેજનું શિક્ષણ કોરોનાકાળમાં ઓનલાઇન થઇ ગયું છે. ત્યારે વૃદ્ધો પણ મોબાઈલનો ઉપયોગ તેમના પ્રિયજનો સાથે જોડાયેલા રહેવા માટે કરે છે. તાજેતરના એક અભ્યાસમાં વિશ્વના આઠ દેશોની માહિતી એકઠી કરવામાં આવી છે, જ્યાં સૌથી વધુ સ્માર્ટફોન વપરાશકારો છે. કંપની ન્યૂઝે એક અધ્યયન કર્યું છે જે બતાવે છે કે, ભારત વિશ્વમાં સ્માર્ટફોન વપરાશકારોની દ્રષ્ટિએ બીજા ક્રમે છે. ત્યારબાદ અમેરિકા છે, જેમાં 270 મિલિયન એક્ટિવ યુઝર્સ છે. ન્યૂઝૂ કોઈપણને મહિનામાં ઓછામાં ઓછું એક વાર હેન્ડહેલ્ડ ડિવાઇસનો ઉપયોગ સ્માર્ટફોન વપરાશકર્તા તરીકે કરે છે. આ સ્કેલને ધ્યાનમાં રાખીને આ અભ્યાસ કરવામાં આવ્યો છે.
નંબર 8 દેશ : મેક્સિકો
આ અભ્યાસમાં સૌથી છેલ્લે એટલે કે 8મા નંબરે મેક્સિકો છે. જ્યાં સ્માર્ટફોન યુઝર્સની સંખ્યા 70 મિલિયન છે.
બ્રાઝીલ આ લિસ્ટમાં પાંચમા નંબરે છે. સ્ટડી અનુસાર બ્રાઝિલમાં એક્ટિવ સ્માર્ટફોન યુઝર્સની સંખ્યા 109 મિલિયન જેટલી છે.
નંબર 4 દેશ: ઇન્ડોનેશિયા
ઇન્ડોનેશિયા પણ આ બાબતે પાછળ નથી. આ સ્ટડી અનુસાર એક્ટિવ સ્માર્ટફોનની દ્રષ્ટિએ ઇન્ડોનેશિયા ચોથા ક્રમે છે. અહીં સ્માર્ટફોન યુઝર્સની સંખ્યા 160 મિલિયન છે.
નંબર 3 દેશ: અમેરિકા
આ સ્ટડીમાં અમેરિકા ત્રીજા નંબરે છે. યુએસમાં એક્ટિવ સ્માર્ટફોન યુઝર્સની સંખ્યા 270 મિલિયન છે.
નંબર 2 દેશ: ભારત
ભારત સમગ્ર દુનિયામાં આ બાબતે બીજા નંબરે છે. ભારત દેશમાં એક્ટિવ સ્માર્ટફોન યુઝર્સની સંખ્યા 439 મિલિયન જેટલી છે.
" isDesktop="true" id="1113073" >
નંબર 1 દેશ: ચીન
વસ્તી મુજબ ચીન સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. સીધી વાત છે કે વસ્તી વધુ હોય તે દેશમાં સ્માર્ટફોન યુઝર્સની સંખ્યા પણ સૌથી વધુ હશે. સ્ટડી અનુસાર ચીનમાં 912 મિલિયન એક્ટિવ સ્માર્ટફોન યુઝર્સ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર