સાવધાન! ઉતાવળમાં આ પાંચ બોગસ Cowin વેક્સીન એપ ડાઉનલોડ ન કરતા, સરકારે આપી ચેતવણી

સાવધાન! ઉતાવળમાં આ પાંચ બોગસ Cowin વેક્સીન એપ ડાઉનલોડ ન કરતા, સરકારે આપી ચેતવણી
પ્રતિકાત્મક તસવીર

રજિસ્ટ્રેશન સરળ બનાવવાના નામે બનાવટી અને ખતરનાક APK ફાઇલો ઇન્સ્ટોલ કરવાનું લોકોને કહી રહ્યા છે.

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના મહામારીની (corona pandemic) બીજી લહેરની (corona second wave) ભયાનકતા જોઈને સરકારે રસીકરણ અભિયાન (vaccination campaign) વધુ તેજ બનાવી દીધું છે. લોકો ડિજિટલ રજિસ્ટ્રેશન કરાવે તેવી હાંકલ કરી છે. આવી સ્થિતિમાં લોકો રસીકરણ માટે પોતાના સ્લોટ બુક કરાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. પરિણામે બધાને સ્લોટ મળતા નથી.

એક તરફ કોરોનાની વિકરાળ મહામારી છે, બીજી તરફ આવી કટોકટીની સ્થિતિમાં હેકર્સ લાભ ખાટવાની ફિરાકમાં છે. તેઓ રજિસ્ટ્રેશન સરળ બનાવવાના નામે બનાવટી અને ખતરનાક APK ફાઇલો ઇન્સ્ટોલ કરવાનું લોકોને કહી રહ્યા છે. નકલી Cowin એપ વિશે ભારતીય કમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમે (સીઇઆરટી-ઇન) લોકોને ચેતવણી આપવા માટે નવી એડવાઈઝરી જાહેર કરી છે. ચાલો જાણીએ કે આ એડવાઈઝરી શું છે.આવી રીતે ચાલે છે ગોરખધંધા
ભારતીય કમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમે વેકસીન રજિસ્ટ્રેશન એપ CoWin અંગે ચેતવણી આપવા એડવાઈઝરીમાં કહ્યું છે કે, લોકોની ઉતાવળ જોઈને સાયબર ક્રિમિનલ લોકોને SMSના માધ્યમથી 5 લિંકમાંથી કોઈ પણ એક લિંક પર અપાયેલી APK ફાઇલ ડાઉનલોડ કરવાનું કહી રહ્યા છે. આનાથી લોકોને રસીકરણ માટે સરળતા થશે તેવો દાવો કરે છે. પરંતુ આવી APK ફાઇલોના કારણે પ્રાઇવસી ઉપર ખતરો ઉભો છે. હેકરો દ્વારા મોકલેલા આ SMS સમયે સમયે અલગ હોય શકે છે. સતર્ક રહેવાની સાથે આ પાંચમાંથી કોઈપણ APK ફાઈલને ડાઉનલોડ કરવી નહીં.

આ પણ વાંચોઃ-રાજકોટઃ પરિણીતાએ ભારે હૈયે ઠાલવ્યું દર્દ, 'મારો પતિ પરસ્ત્રીને ઘરે લાવ્યો હતો, અને બંને બે કલાક સુધી રૂમમાં એકલા રહ્યાં'

આ પણ વાંચોઃ-ગોધરાઃ લગ્ન પહેલા મંગેતરે જ યુવતીની કરી નાંખી હત્યા, આરોપીએ જણાવ્યું હત્યાનું ચોંકાવનારું કારણ

આ છે બોગસ એપ
આ APK ફાઇલ ખૂબ ખતરનાક છે. એક વખત ઇન્સ્ટોલ થઈ ગયા બાદ આપોઆપ તમારા બધા જ કોન્ટેકટને APK ઇન્સ્ટોલ કરવાનો SMS મોકલી દે છે. આવી એપ્લિકેશનને બિનજરૂરી પરમીશન મળેલી હોય છે. જેથી તમારા ફોનમાં રહેલા તમામ ડેટા તે સરળતાથી એક્સેસ કરી શકે છે. જેથી તમારે અહીં નીચે આપેલી એપ્સને ક્યારેય ડાઉનલોડ ન કરવી.

આ પણ વાંચોઃ-દાહોદની હૃદયદ્રાવક ઘટના! મધર્સ ડેના દિવસે જ કોરોનાએ બે ફૂલ જેવા બાળકોની માતા છીનવી, સાત વર્ષના પુત્રએ આપ્યો અગ્નિદાહ

આ પણ વાંચોઃ-પંચમહાલઃ 'ઓ માડી.., ઓ મા..', યુવક અને પરિણીતાને ઝાડ સાથે બાંધીને આપી તાલિબાની સજા, જુઓ નિર્દયતાનો video
> Covid-19.apk >> Vaci__Regis.apk >> MyVaccin_v2.apk >> Cov-Regis.apk >> Vccin-Apply.apk
રસીકરણ માટેની આખી પ્રક્રિયાને સરકાર ડિજિટલી મેનેજ કરે છે. તમામ નાગરિકોને Cowin વેબસાઈટ cowin.gov.in અથવા આરોગ્ય સેતુ એપ પર રજિસ્ટ્રેશન કરવાની સલાહ આપે છે. અન્ય બધી એપ અથવા વેબસાઈટનો ઉપયોગ માત્ર રસીની ઉપલબ્ધતાને ટ્રેક કરવા જ થઈ શકે. આવી એપ રજિસ્ટ્રેશનમાં મદદ નહીં કરી શકે.
Published by:News18 Gujarati
First published:May 15, 2021, 17:49 pm

ટૉપ ન્યૂઝ