Covid-19 : તમારા મોબાઇલ ફોનથી પણ વાયરસ ફેલાવાનો ખતરો છે! આ રીતે કરો સાફ

News18 Gujarati
Updated: March 17, 2020, 3:37 PM IST
Covid-19 : તમારા મોબાઇલ ફોનથી પણ વાયરસ ફેલાવાનો ખતરો છે! આ રીતે કરો સાફ
પ્રતીકાત્મક તસવીર

  • Share this:
કોરોના વાયરસ (Corona Virus)થી બચવા માટે સાવધાની અને સાવચેતી સૌથી મહત્વની છે. સેનેટાઇઝરનો ઉપયોગ અને થોડા સમયાંતરે હાથને સાબુથી સાફ કરવા તથા ભીડભાડ વાળા વિસ્તારોથી દૂર રહેવું જરૂરી છે. કોરોના વાયરસથી બચાવ માટે જે નિર્દેશ ફોલો કરવામાં આવ્યા છે તેનું જનતા યોગ્ય રીતે પાલન કરે તો આ રોગ સામે વધુને વધુ લોકો રક્ષણ મેળવી શકે તેમ છે. જો કે આપણે કોરોના વાયરસના વધવા પછી હાથની સફાઇ તો કરીએ છીએ પણ જે વસ્તુને દિવસમાં 10 વાર અડીએ છીએ તેવા ફોનને પણ શું આપણે સ્વચ્છ રાખીએ છીએ? તમારા ફોન દ્વારા પણ કોરોના વાયરસ ફેલાઇ શકે છે. કારણ કે તે હંમેશા આપણા હાથમાં હોય છે. અને બહારથી ઘરે આવી તેને પણ સાફ કરવાની જરૂર હોય છે.

SARS કોરોના વાયરસ (Covid 19)ના ડેટા ક્લેક્શન વખતે બતાવવામાં આવ્યું હતું કે ગ્લાસની સ્લાઇડ પર આ વાયરસ 96 કલાક સુધી રહે છે. અને આ વાત ફોનની સ્ક્રીન પર પણ લાગુ થાય છે. માઇક્રોબાયોલૉજિસ્ટ Emma Hayhurstનું કહેવું છે કે આ વાતના કોઇ પુરાવા નથી કે આ વાયરસ ફોનથી ફેલાય છે. પણ તેમ છતાં સ્વચ્છતા રાખવી જરૂરી છે. તો મોબાઇલની સફાઇ કરતી વખતે નીચે મુજબ વાતોનું ધ્યાન રાખો.
સૌથી પહેલા તો ફોન અનપ્લગ હોવો જોઇએ. અને તેની પર કવર ના લાગેલું હોવું જોઇએ.

માઇક્રોફાઇબર કપડાને ભીનું કરો અને સોફ્ટ સોપ (કેમિકલ ફ્રી)થી મોબાઇલની સફાઇ કરો. ધ્યાન રાખો સાબુને સીધી ફોનની સ્ક્રીન પર ન લગાવો.

પણ તેને પાણીની સાથે મેળવી આ મિક્ચરના છાંટા ફોન પર નાંખી સાફ કરી લો.

ભલે તમારો ફોન વોટરપ્રૂફ હોય પણ ફોનના કોઇ પણ ઓપનિંગમાં પાણી ન લાગે તેનું ધ્યાન રાખો. તેનાથી તમારો ફોન ખરાબ થઇ શકે છે. વળી ફોનને કોઇ ક્લીનરમાં ડૂબાડવાની ભૂલ પણ કદી ના કરતા. ફોન પર બ્લીચ ના કરો.

ટિશ્યૂ પેપરનો ઉપયોગ ન કરો. તેનાથી ફોનની સ્ક્રીન બગડી શકે છે.

કોઇ પણ પ્રકારના સ્પ્રેનો યુઝ ન કરો. તેનાથી ફોનની ખુલી જગ્યા પર ભેજ લાગી શકે છે.

ફોનની કંપનીઓ કહે છે કે ફોન સાફ કરતી વખતે તેની પર કોઇ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ ન કરો. અને ખાલી માઇક્રોફાઇબર કપડાનો જ ઉપયોગ કરો.
First published: March 17, 2020, 3:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading