COVID19: તમારા ફોન પર 96 કલાક સુધી જીવી શકે છે કોરોના વાયરસ, આવી રીતે કરો સાફ

News18 Gujarati
Updated: March 14, 2020, 11:16 AM IST
COVID19: તમારા ફોન પર 96 કલાક સુધી જીવી શકે છે કોરોના વાયરસ, આવી રીતે કરો સાફ
પ્રતિકાત્મક તસવીર

મોબાઇલ ફોન દ્વારા પણ કોરોના વાયરસ ફેલવાનો ખતરો વધારે છે.

  • Share this:
દિલ્હી : કોરોના વાયરસથી (coronavirus) બચાવ માટે થોડા થોડા સમયે હાથ ધોવા, યોગ્ય (santizer) સેનિટાઇઝરનો ઉપયોગ, ભીડમા ન જવુ જેવા નિર્દેશ આપવામાં આવી રહ્યાં છે. પરંતુ આ દરમિયાન એક વસ્તુની સાફસફાઇ પર આપણું ધ્યાન જતું નથી તે છે આપણો મોબાઇલ ફોન. મોબાઇલ ફોન દ્વારા પણ કોરોના વાયરસ ફેલવાનો ખતરો વધારે છે.

SARS કોરોના વાયરસનાં (COVID-19) ડેટા કલેક્શન દરમિયાન જણાવવામાં આવ્યું છે કે, ગ્લાસ સ્લાઇડ પર આ વાયરસ 96 કલાક સુધી રહી શકે છે. જે ફોનની સ્ક્રીન પર પણ લાગુ પડે છે. માઇક્રોબાયોલોજિસ્ટ Emma Hayhurstનું કહેવું છે કે, આ વાતનું કોઇ સબૂત નથી કે આ વાયરસ ફોન દ્વારા ફેલાઇ શકે છે પરંતુ તે વાતનું પણ સબૂત નથી કે આ ફોનથી ફેલાઇ શકતા નથી.

જો તમે પોતાના મોબાઇલ ફોનને સાફ અને કીટાણુથી દૂર રાખવા માંગો છો તો આ રીતે બચી શકો.


  • સૌથી પહેલા ધ્યાન રહે કે તમારો મોબાઇલ અનપ્લગ હોય અને તેની પર કવર ન હોય ત્યારે જ સફાઇ કરો.

  • માઇક્રોફાઇબર કપડાને નમ કરી સો અને સોફ્ટ સોપનો (chemical free) ઉપયોગ કરો. ધ્યાન રહે કે સાબુ સીધો ફોન સ્ક્રિન પર લાગવો જોઇએ નહીં. તેને પાણી સાથે ભેળવી લો. આ મિશ્રણથી મોબાઇલની સ્ક્રીન સાફ કરી લો.
  • ભલે તમારો ફોન વોટરપ્રૂફ ન હોય પરંતુ ધ્યાન રાખો કે ફોનનાં કોઇપણ ઓપનિંગ પર પાણી ના લાગે. જેનાથી તમારો ફોન બગડી શકે છે.

  • તમારા ફોનને કોઇપણ ક્લીનરમાં ડુબાડવાની ભૂલ ન કરો. ફોનને બ્લીચ પણ ન કરો.

  • ટિશ્યુ પેપરનો પણ ઉપયોગ ન કરો. આનાથી ફોનની સ્ક્રીનને નુકસાન પહોંચી શકે છે.

  • કોઇપણ સ્પ્રેનો ઉપયોગ ન કરે. આની નમી ફોનની ખુલ્લી જગ્યામાં પહોંચી શકે છે.

  • ફોન કંપનીઓ કહે છે કે, ફોનને સાફ કરવા માટે કોઇપણ રીતે કેમિકલનો ઉપયોગ ન કરે. માત્ર માઇક્રોફાઇબર કપડાનો જ ઉપયોગ કરે.


આ પણ વાંચો : Corona Effect: ઘરોમાં કેદ ઈટલીના લોકો માટે પૉર્ન સાઇટે Free કર્યું પ્રિમિયમ કન્ટેન્ટ

આ પણ વાંચો : Vodafoneની ધમાકેદાર ઑફર! સસ્તા રિચાર્જમાં પ્રતિદિન 3GB ઇન્ટરનેટ, કૉલિંગ ફ્રી

આ વીડિયો પણ જુઓ : 
First published: March 14, 2020, 11:16 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading