પાસવર્ડ વગર પણ ચલાવી શકો છો અન્યનું WiFi, આ છે પદ્ધતિ

News18 Gujarati
Updated: June 25, 2019, 10:30 AM IST
પાસવર્ડ વગર પણ ચલાવી શકો છો અન્યનું WiFi, આ છે પદ્ધતિ
આ સરળ પદ્ધતિ અપનાવીને, કોઇ પણ પાસવર્ડને જાણ્યા વગર Wi-Fi થી કનેક્ટ કરી શકાશે.

આ સરળ પદ્ધતિ અપનાવીને, કોઇ પણ પાસવર્ડને જાણ્યા વગર Wi-Fi થી કનેક્ટ કરી શકાશે.

  • Share this:
આપણી જિંદગીમાં ઈન્ટરનેટ એટલું મહત્વપૂર્ણ છે કે અનકે કામ સરળ બની જાય છે. હંમેશાં દરેક ઇન્ટરનેટથી કનેક્ટ થવા માંગે છે. પરંતુ અનેક વખત આપણે વધુ માહિતીનો ઉપયોગ કરીએ છીએ, આવી પરિસ્થિતિમાં, Wi-Fi ની ખૂબ જરુરીયાત હોય છે. એવું પણ શક્ય છે કે કોઈ વ્યક્તિ આપણી પાસે આવીને Wi-Fi પાસવર્ડને શેર કરવા કહે છે. અનેક વખત આપણે પણ બીજા પાસે જઇને Wi-Fiનો ઉપયોગ કરવાની ઇચ્છા વ્યક્ત કરીએ છીએ. પરંતુ કોઈને તેના વાઇફાઇ પાસવર્ડ પૂછવા માટે અચકાવું પડે છે.

પરંતુ આપણે પાસવર્ડ વગર પણ Wi-Fi થી કનેક્ટ કરી શકીએ છીએ. એવી એક પદ્ધતિ છે કે જેમા આપણે કોઈ પણ વ્યક્તિ પાસેથી પાસવર્ડ માંગવાની જરૂર નહીં પડે અને કોઈને પણ પાસવર્ડ કહેવાની જરૂર નથી. આ માટે આપણે QR કોડ સ્કેન કરીને ટેકનીકને અપનાવી શકીએ છીએ અને Wi-Fi થી કનેક્ટ કરી શકીએ છીએ. આ Android અને iOS બંને યૂઝર્સો માટે તે સરળ છે. આ કરવા માટે તમારે એક ખૂબ જ સામાન્ય પગલાંઓનું પાલન કરવું પડશે.

તમા એવી સાઇટ્સ છે જેમા QR કોડ્સ અને Wi-Fi નામો કન્વર્ટ કરે છે. જેમ- www.qrstuff.com અને zxing.appspot.com

Wi-Fi થી કનેક્ટ કરવા માટે, આ પગલાંઓને અનુસરો-

સ્ટેપ 1- આમાંની કોઈપણ વેબસાઇટની મુલાકાત લો અને ‘WiFi Network’ or ‘WiFi Login’ ' વિકલ્પ પસંદ કરો.
સ્ટેપ 2 -'SSID' વિભાગમાં Wi-Fi નું નામ લખો.સ્ટેપ 3 -પછી પાસવર્ડ લખો.
સ્ટેપ 4- નેટવર્ક ટાઇપને પસંદ કરો.
સ્ટેપ5- જનરેટ અથવા ડાઉનલોડ QR code પર ક્લિક કરો.

આ પણ વાંચો: મુશ્કેલીમાં મહિલાઓને બચાવશે આ એપ, આવી રીતે કરો યૂઝ

એકવાર ડાઉનલોડ થઈ જાય, તમે તેની પ્રિન્ટ આઉટ રાખી શકો જેથી કરીને કોઈપણ તેને સ્કેન કરીને વધુ કનેક્ટ કરી શકે. આ ઉપરાંત કેમેરાથી પણ સીધુ સ્કેન કરી શકાય છે. જો કે, કેટલાક Android સ્માર્ટફોન્સમાં QR કોડ સ્કેનીંગ સુવિધા નથી. આ સ્થિતિમાં, QR કોડ સ્કેનીંગ એપ્લિકેશનને Google Play Store પરથી ડાઉનલોડ કરી શકાય છે.

 
First published: June 25, 2019, 10:30 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading