દિવસે-દિવસે ટેકનોલોજી એડવાન્સ થઈ રહી છે. સતત નવા-નવા આવિષ્કાર થઈ રહ્યાં છે. હવે કોલગેટે એક સ્માર્ટબ્રશ રજૂ કર્યો છે. આ બ્રશનું નામ Colgate E1 છે. આ સ્માર્ટ ટૂથબ્રશ તમારા જડબાઓને મોનિટર કરશે. આ સાથે જ બ્રશ કરવાની સાચી રીતો વિશે પણ તમને જણાવશે. તે સાથે જ બ્રશ કરવાની સાથે રિયલ ટાઈમ ફિડબેક પણ મળશે. આ ટૂથબ્રથ એટલો સ્માર્ટ છે કે, તમારા પ્રતિદિવસની બ્રશ કરવાની આદત ઉપર પણ નજર રાખશે. તે ઉપરાંત તમે આ સ્માર્ટ ટૂથબ્રશ સાથે ગેમ પણ રમી શકો છો. આ ટૂથબ્રશ બ્લૂટૂથ સપોર્ટ સાથે આવશે. કંપની તરફથી દાવો કરવામાં આવ્યો છે કે, એક વખત ફુલ ચાર્જ કર્યા બાદ આ સ્માર્ટ ટૂથબ્રશની બેટરી 10 દિવસ સુધી ચાલશે.
કોલગેટે આના માટે એપલ સાથે ભાગીદારી કરી છે. આ સ્માર્ટ ટૂથબ્રશ એપલની વેબસાઈટ અને બીજા સ્ટોર દ્વારા વેચવામાં આવશે. આ સ્માર્ટ ટૂથબ્રશ માટે કંપનીએ કોલગેટ ક્નેક્ટ નામનું આઈઓએસ એપ પણ લોન્ચ કરી છે. હાલમાં એન્ડ્રોઈડ યૂઝર્સને આ બ્રશ કંઈજ કામ લાગશે નહી. હાલમાં તેને માત્ર એપલ યૂઝર્સ જ ઉપયોગ કરી શકશે.
આ સ્માર્ટ ટૂથબ્રશમાં ગો પાઈરેટ ગેમ છે, જે બાળકોને ખાસ પસંદ આવી શકે છે. આ ગેમ કોલગેટ કનેક્ટ એપના અંદર આપવામાં આવી છે. આ ગેમને રમતા જેટલી વાર તમે બ્રશ કરશો, તેટલા સિક્કા તમને પોઈન્ટના રૂપમાં મળી દશે. કોલગેટ E1ની કિંમત એપલ સ્ટોર પર 99 ડોલર (લગભગ 6324.61 રૂપિયા) રાખવામાં આવી છે.
Published by:Mujahid Tunvar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર