Home /News /tech /

Alert! આજથી સોશિયલ મીડિયામાં પણ આચાર સંહિતા લાગૂ, ચૂંટણી પંચ સતર્ક

Alert! આજથી સોશિયલ મીડિયામાં પણ આચાર સંહિતા લાગૂ, ચૂંટણી પંચ સતર્ક

પ્રતિકાત્મક તસવીર

આ પ્લેટફોર્મ પર કોઈ પણ પ્રકારના આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન ન થાય તે માટે ચૂંટણી પંચ પૂરી રીતે સતર્ક છે

    લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ચૂંટણી પંચ એક્ટિવ થઈ ગયું છે. સોશિયલ મીડિયાના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખતા તેના પર ચૂંટણી પંચની નજર છે. આ પ્લેટફોર્મ પર કોઈ પણ પ્રકારના આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન ન થાય તે માટે ચૂંટણી પંચ પૂરી રીતે સતર્ક છે.

    લોકસભા ચૂંટણીમાં રાજનૈતિક દળો સહિત તમામ સંગઠનો તરફથી સોશિયલ મીડિયાના દુરપયોગને રોકવા માટે ચૂંટણી પંચે સોશિયલ મીડિયા કંપનીઓની મહત્વની બેઠક બોલાવી હતી. જેમાં કંપનીઓને ચૂંટણી દરમ્યાન ખુદના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આદર્શ આચાર સંહિતા લાગૂ કરવાનો ભરોસો આપ્યો છે.

    ફેસબુક અને ટ્વીટર સહિત અન્ય સોશિયલ મીડિયા, મોબાઈલ અને ઈન્ટરનેટ કંપનીઓના પ્રતિનીધિઓએ મંગળવારે મુખ્ય ચૂંટણી આયુક્ત સુનીલ અરોરાની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં બુધવારે સાંજે જ પોતાની ઉપર આચાર સંહિતા લાગૂ કરવાનો ભરોસો અપાવ્યો છે. આના દ્વારા ચૂંટણી પંચ તરફથી સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મદદાન માટે રાજનૈતિક દળો પર લાગુ થતી ચૂંટણી આચાર સંહિતાનું પાલન સુનિશ્ચિત થઈ શકશે.

    ચૂંટણી પંચના અધિકારીઓ અનુસાર, મંગળવારે થયેલી બેઠકમાં મુખ્ય ચૂંટણી આયુક્ત સુનિલ અરોરાએ સોશિયલ મીડિયાના પ્રતિનીધિઓને કહ્યું કે, તે મોડલ કોડ ઓફ કન્ડક્ટ હેઠળ એક કોડ તૈયાર કરે જે અગામી ચૂંટણી અને લોન્ગ ટર્મ બંનેમાં ઉપયોગ થઈ શકે. બેઠક બાદ ચૂંટણી પંચની એક ઓફિશિયલ રીલિઝમાં કહેવામાં આવ્યું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોશિએશન ઓફ ઈન્ડીયા પૂરા ઉદ્યોગ માટે એક કોડ ઓફ એથિક્સ તૈયાર કરવા પર રાજી થઈ ગયા છે.

    ચૂંટણી પંચમાં થયેલી બેઠકમાં ઈન્ટરનેટ અને મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડીયા, ફેસબુક, વોટ્સઅપ, ટ્વિટર, ગૂગલ, શેરચેટ, ટિક ટોક અને બિગટીવી જેવા સામાજિક મીડિયા સંગઠનોના પ્રતિનીધિઓએ ભાગ લીધો.
    Published by:kiran mehta
    First published:

    Tags: Code of conduct, Election commission, Plan, Prepared, Social media, Today

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन