કોરોના વેક્સીન લેવા માટે Co-WIN એપ પર કરવું પડશે રજિસ્ટ્રેશન, જાણો સમગ્ર પ્રોસેસ

દેશના નાગરિક જેઓ હેલ્થ વર્કર્સ નથી તેઓ આ કોરોનાની વેક્સીન માટે CoWIN એપ પર સેલ્ફ-રજિસ્ટર કરી શકે છે

દેશના નાગરિક જેઓ હેલ્થ વર્કર્સ નથી તેઓ આ કોરોનાની વેક્સીન માટે CoWIN એપ પર સેલ્ફ-રજિસ્ટર કરી શકે છે

 • Share this:
  નવી દિલ્હીઃ ભારત (India)ના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શનિવારથી કોરોના વેક્સીન (Corona vaccine)નું ડ્રાય રન શરૂ થઈ ગયું છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોવિડ-19 વેક્સીનના વિતરણ પર મોનિટરિંગ, ડેટા રાખવા અને લોકોને વેક્સીન માટે રજિસ્રેneશન કરાવવા માટે કોવિન (Co-WIN App) નામથી એક એપ બનાવી છે. દેશના નાગરિક જેઓ હેલ્થ વર્કર્સ નથી તેઓ આ વેક્સીન માટે CoWIN એપ પર સેલ્ફ-રજિસ્ટર કરી શકે છે, જેના માટે તેમને ગૂગલ પ્લે સ્ટોર કે એપલ એપ સ્ટોરથી ડાઉનલોડ કરવી પડશે. વેક્સીનેશનના ઉપયોગ માટે લૉન્ચ કર્યા બાદ જે લોકો એપ પર પહેલાથી રજિસ્ટર્ડ હશે તેમને વહેલી વેક્સીન મળી જશે.

  CoWIN એપ શું છે?

  Co-WIN (COVID-19 Vaccine Intelligence Network), eVIN (Electronic Vaccine Intelligence Network)નું અપગ્રેડેડ વર્ઝન છે, અને તે પ્લે સ્ટોર પર ફ્રીમાં ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે સરકાર ત્રણ ચરણોમાં વેક્સીનેશન કરશે. તેમાં પહેલા ચરણમાં તમામ ફ્રન્ટલાઇન હેલ્થકેર પ્રોફેશનલ્સ અને બીજા ચરણમાં ઇમરજન્સી સેવાઓ સાથે જોડાયેલા લોકોને વેક્સીન આપવામાં આવશે. રાજ્ય સરકારો આ લોકોના ડેટા એકત્ર કરવામાં લાગી છે. ત્યારબાદ ત્રીજા ચરણમાં એ લોકોને વેક્સીન આપવામાં આવશે, જે ગંભીર બીમારીઓના શિકાર છે. તેના માટે Co-Win એપના એક સેલ્ફ રજિસ્ટ્રેશન પ્રોસેસની જરૂરિયાત હશે.

  આ પણ વાંચો, COVID-19: ભારતમાં 99.27 લાખ દર્દીઓએ કોરોનાને આપી મ્હાત, એક્ટિવ કેસોમાં નોંધપાત્ર ઘટાડો

  COVID-19 વેક્સીનના આરામથી ટ્રેકિંગ અને રજિસ્ટ્રેશન સુનિશ્ચિત કરવા માટે Co-WIN એપને 5 મોડ્યૂલમાં વહેંચવામાં આવી છે. જેમાં પહેલા પ્રશાસનિક મોડ્યૂલ, બીજું રજિસ્ટ્રેશન મોડ્યૂલ, ત્રીજું વેક્સીનેશન મોડ્યૂલ, ચોથું લાભાન્વિત સ્વીકૃતિ મોડ્યૂલ અને પાંચમું રિપોર્ટ મોડ્યૂલ છે. જે લોકો વેક્સીનેશન કરાવવા માંગે છે તેમને રજિસ્ટ્રેશન મોડ્યૂલ હેઠળ વિવરણ આપવી અને ઉપલબ્ધ કરાવવી પડશે. વેક્સીનેશન મોડ્યૂલમાં તેમના વિવરણોનું વેરિફિકેશન કરવામાં આવશે અને લાભાન્વિત સ્વીકૃતિ મોડ્યૂલ તેમના વેક્સીનેશન માટે તેમને એક સર્ટિફિકેટ મોકલશે.

  આ પણ વાંચો, બ્રિટનમાં મળેલા કોરોનાના નવા સ્ટ્રેનને અલગ કરનારો દુનિયાનો પહેલો દેશ બન્યો ભારત- ICMR

  CoWIN એપઃ Vaccine માટે કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન?

  - નાગરિક જે સ્વાસ્થ્ય વર્કર નથી, તેઓ CoWIN એપ પર રજિસ્ટ્રેશન મોડ્યૂલના માધ્યમથી વેક્સીન માટે રજિસ્ટર કરી શકશે. CoWIN એપરને ગૂગલ પ્લે સ્ટોર કે એપ સ્ટોરના માધ્યમથી ડાઉનલોડ કરી શકાય છે. માહિતી માટે જણાવી દઈએ કે આ એપ્લીકેશન હજુ લૉન્ચ નથી થઈ.
  - CoWIN વેબસાઇટ પર સેલ્ફ રજિસ્ટ્રેશન માટે 12 ફોડો આઇડી ડોક્યુમેન્ટ્સ (Voter ID, Aadhar card, driving license, passport અને Pension document) માંથી કોઈ પણ એકની જરૂર રહેશે.
  - ઓનલાઇન રજિસ્ટ્રેશન બાદ, બેનિફશિશિયરીને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક SMS આવશે, જેમાં મળેલી તારીખ, વેક્સીનેશનનો સમય અને સ્થળની માહિતી આપવામાં આવશે.
  Published by:Mrunal Bhojak
  First published: