Cloubhouse: ટેલેન્ટ હંટથી લઇને લાઇવ શો સુધી, ક્લબ હાઉસ એપનો ભારતમાં આ રીતે થઇ રહ્યો છે ઉપયોગ

પ્રતિકાત્મક તસવીર

જો તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે ઝૂમ પર કોઇ ગ્રુપ બનાવવા માંગો છો કે ચર્ચા કરવા માંગો છો તો તમારે લોકોને ઈન્વાઇટ લિંક મોકલવાની રહે છે.

  • Share this:
Tech News : 21 મેએ ભારતમાં એક લાઇવ ઓડિયો એપ Cloubhouse એન્ડ્રોઇડ પ્લે સ્ટોર પર લોન્ચ કરાઇ હતી અને માત્ર બે સપ્તાહમાં 20 લાખ ભારતીય તેની સાથે જોડાયા હતા. તેની ખાસ વાત એ છે કે તેમાં દરરોજ લાખો લોકો એક બીજા સાથે રિયલ ટાઇમમાં જોડાય છે. તેઓ એકબીજાને જોઈ નથી શકતા, પરંતુ કોઈપણ વિષય પર ચર્ચા કરી શકે છે. તે પછી કોઇ ફરવાલાયક સ્થળ હોય, ખોરાક સાથે જોડાયેલ કોઇ વાત હોય કે પછી રોજગાર મેળવવાની વાત હોય. આ નવી ઉંમર અને નવા પ્રકારની ક્લબિંગ છે. જેમાં લોકો પોતાના ઘરમાં બેસીને ક્લબની ચર્ચાની મોજ માણી શકે છે. આવું કોઇ અન્ય ડિજીટલ પ્લેટફોર્મ પર થઇ શકતું નથી.

જો તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે ઝૂમ પર કોઇ ગ્રુપ બનાવવા માંગો છો કે ચર્ચા કરવા માંગો છો તો તમારે લોકોને ઈન્વાઇટ લિંક મોકલવાની રહે છે. આ રીતે તમે ચર્ચામાં પણ ત્યારે જ સામેલ થઇ શકો છો, જ્યારે કોઇએ તમને ઈન્વાઇટ લિંક મોકલી હોય. પરંતુ એક એવી એપ છે જેમાં કોઇ પણ લિંકની જરૂરિયાત રહેતી નથી. અમે વાત કરી રહ્યા છીએ ક્લબહાઉસની. જ્યાં તમે કોઇ પણ ઈન્વાઇટ એટલે કે આમંત્રણ વગર ક્લબમાં જોઈન થઇ શકો છો, બસ તે બંધ ન હોવી જોઇએ.

ઉદ્દેશ્ય પણ છે

અખિલ ભારતીય એક સ્ટાર્ટ અપ હતું, જે સાહસિકતા વિશે ચર્ચા કરવા માટે ખોલવામાં આવ્યું હતું. હવે તે લોકોને રોજગાર અપાવનાર એક ફોરમ બની ગયું છે. તેના 66,000થી વધુ ફોલોઅર્સ છે. ક્લબ હર્ષા એમવીની મોડરેટરનું કહેવું છે કે અમે રોજ કંપનીના સંસ્થાપકોને તેમની કંપનીની નોકરીઓ વિશે 30 સેકંડ માટે વાત કરવા માટે કહીએ છીએ. તેમની પાસેથી તે જાણવાનો પ્રયાસ કરીએ છીએ કે લોકો તેમની સાથે જોડાઇ શકે છે. એક કલાકમાં લગભગ 60-70 નોકરીદાતાઓ આવે છે.

આ રીતે એડવાઇઝર ક્લબ દર સપ્તાહે કરિયર સાથે જોડાયેલ રૂમ તૈયાર કરે છે, જેમાં યુવાનોને રોજગાર સંબંધિત વાતો જણાવવામાં આવે છે. તેમાં રીઝ્યૂમ કઇ રીતે તૈયાર થાય છે, નેટવર્કિંગ કઇ રીતે વધારી શકાય છે અને અન્ય ઘણા પ્રકારની યુવાનો અને તેની સાથે જોડાયેલ વાતો કહેવામાં આવે છે. હાલમાં જ તેના પર જણાવવામાં આવ્યું કે શું કંટેટ તૈયાર કરવાથી ક્લબહાઉસ પર ફુલટાઇમ નોકરી મળી શકે છે.

આ સિવાય જો તમને ટ્રેડિંગમાં રસ છે કે બિટકોઇન વિશે કંઇક જાણવા માંગો છો કે પછી ખેતી તરફ આગળ વધવાનું વિચારી રહ્યા છો કે ફિલ્મ માટે સ્ક્રિપ્ટ લખવાનું વિચારી રહ્યા છો તો તમે અહીં કોઈપણ વિષય પર ચર્ચા કરી શકો છો.

જો ક્યાંક તેના પર કોઇ ચર્ચા થઇ રહી છે તો તમે તેમાં સામેલ થઇ શકો છો અથવા તો તમે તમારો રૂમ તૈયાર કરી શકો છો. ક્યાંક પેગાસસ અને ટ્વિટર વિવાદ પર વાત ચાલી રહી હોય છે તો ક્યાંક એ જણાવવામાં આવી રહ્યું હોય છે કે કઈ રીતે ક્રાઉડ ફંડિંગથી તમે પૈસા ભેગા કરી શકો છો. તેની સારી વાત એ છે કે તેના પર ચર્ચા ચાલી રહી હોય છે અને તમામ લોકોને બોલવાનો અવસર મળે છે, સાથે જ તેનો એક ઉદ્દેશ્ય પણ છે.

તેના દ્વારા લોકોને કામ મળી રહ્યું અને કામ આપનારને પણ એક પ્લેટફોર્મ મળી રહ્યું છે. જો તમારામાં કોઇ ટેલેન્ટ છે, પછી ભલે તે સંગીત હોય કે સ્ટેન્ડ અપ કોમેડી હોય, તો તમે પણ અહીં તમારી કિસ્મત અજમાવી શકો છો. એટલું જ નહીં મહામારી દરમિયાન જે રીતે લોકોની આર્થિક કમર તૂટી છે, એવામાં ઘણા લોકો જેઓ એકબીજાને ક્યારેય મળ્યા નથી, એક શહેરમાં રહેતા નથી. તેઓ બસ એક સરખા વિચાર અને પસંદના કારણે મળીને ગ્રુપ બનાવી રહ્યા છે અને અલગ અલગ રીતે કામ કરી રહ્યા છે.

એક પ્રકારે ઓડિયો લિંક્ડઇન

ક્લબહાઉસ એક પ્રકારે ઓડિયો લિંક્ડઇન બની ચૂક્યું છે, પરંતુ સારી વાત એ છે કે અહીં અન્ય વિષયો, જેના પર બીજા પ્લેટફોર્મ પર વાત કરવી મુશ્કેલ છે, તેના વિશે પણ મન ખોલીને ચર્ચા થાય છે. આ સાથે જ માનસિક સ્વાસ્થ્ય, ડેટિંગ, ડિવોર્સ, સેક્સ, મહિલાઓ પર સામાજીક દબાણ, વાર્તાઓ, એલજીબીટીક્યૂઆઇએ, એકલા રહેવું મારી પસંદ, દલિત જાતિ, પર્યાવરણ કાયદા અને આવા અન્ય તમામ ફોરમ બનેલા છે, જ્યાં આ વિષયો પર અલગ અલગ અભિપ્રાયો મળે છે. ક્લબહાઉસનું સારું પાસું એ છે કે અહીં બોલવાથી ઘણા લોકોમાં આત્મવિશ્વાસ પણ જાગ્યો છે. અહીં ઘણા ક્લબ પણ છે, જેમાં સાર્વજનિક મંચ પર બોલવાનો અવસર મળે છે. આ સાથે જ ભાષાને કુશળ બનાવવા માટે પણ ઘણા મંચ છે.

જાણીતા અભિનેતા આશીષ વિદ્યાર્થી જે એક મોટિવેશનલ સ્પીકર છે, તેઓ પણ આ એપ સાથે જોડાયેલા છે. તો ILTS પ્રશિક્ષક અને ટ્રાવેલ બ્લોગર દિપા કરાંજે અહીં એક ટ્રાવેલ ક્લબ ચલાવે છે, તેનું કહેવું છે કે તેનાથી મને એક આત્મવિશ્વાસ મળ્યો છે, મારા શરમાળ સ્વભાવના કારણે હું ચર્ચા કરી શકતી નહોતી. પરંતુ હવે મને કોઇ મુશ્કેલી આવતી નથી.

તો સાથે દિલ્હીના સિદ્ધાર્થ અરોરા એક સેલિબ્રિટી બની ચૂક્યા છે. તેઓ અહીં પોતાનો એક મ્યૂઝિક શો ચલાવે છે. તેમના લગભગ 46000 ફોલોવર્સ છે. આ પ્રકારે રમતપ્રેમીઓનું પણ અહીં એક અલગ ગ્રુપ છે. દિલ્હીના રહેવાસી ગુલાટી ટીવી પર વિમ્બલડન અને યૂરો કપ બતાવે છે, પરંતુ સાથે જ રિયલ ટાઇમમાં ક્લબહાઉસ પર ચર્ચા પણ કરે છે.

સિક્કાની બીજી બાજુ

જોકે કોઇ પણ સોશ્યલ એપના પોતાના ફાયદાઓ છે તો નુકસાન પણ છે. ક્લબહાઉસ સાથે પણ એવું જ કંઇક છે. અહીં એક સરખા વિચારવાળા લોકો એક સાથે ક્લબ બનાવી રહ્યા છે અને ધ્રુવીકરણ, ચરમપંથી, ઘૃણા ફેલાવતી વાતો, ઇસ્લામોફોબિયા, લવ જેહાદ, જાતિવાદ જેવા વિષયો પર પણ ખુલ્લી ચર્ચાઓ થાય છે અને તેના પર દેખરેખ રાખનાર કોઈ જ નથી. જે લોકો આ વાત સાથે સહેમત નથી તેમની ઓનલાઇન ઝાટકણી કાઢવામાં આવે છે. એવા ઘણા લોકો છે, જેમણે જ્યારે કોઇ સમૂહમાં વિરોધી સૂર લગાવ્યો તો તેમને અહીં બ્લોક કરી દેવામાં આવ્યા અથવા તો તેમને ઝાટકવામાં આવ્યા છે.

આ પ્રકારે અમુક લોકોનું માનવું છે કે ગુણવત્તાનું અહીં ધ્યાન રાખવામાં આવ્યું નથી. તે સૌથી સમસ્યારૂપ વાત છે. જે લોકો પોતે શિક્ષિત નથી તેઓ માનસિક સ્વાસ્થ્ય પર વાતો કરી રહ્યા છે. તેમાં ડરામણી વાત તે છે કે કોઇ પણ થર્ડ પાર્ટી એપ દ્વારા તમારી અવાજને રેકોર્ડ કરી તેનો દૂરઉપયોગ થઇ શકે છે.

શું તે મહામારી બાદ ટકી શકશે?

તે જાણવું ખૂબ રસપ્રદ રહેશે કે ક્લબહાઉસ ટકી શકશે કે કેમ. ઘણા લોકોને લાગે છે કે ક્લબહાઉસ વધુ નહીં ટકી શકે, કારણ કે જે રીતે લોકો પોતાના રોજીંદા જીવનમાં પરત ફરી રહ્યા છે, અહીં આવનાર લોકોની સંખ્યા ઓછી થઇ રહી છે. કવિ અંબિકા ઉપ્પલ સીક્રેટ પોએટ્સ ચલાવે છે અને કહે છે કે ક્લબહાઉસ સાચા સમયે સાચી જગ્યાએ હતું, કારણ કે તે એપ્રિલ 2020માં આવ્યું, જ્યારે લોકો એકલા રહેવા મજબૂર હતા. તેની સાથે સંકળાયેલ ટ્રેન્ડ ઓછો થઇ શકે છે, પરંતુ ઉપ્પલને લાગે છે કે ક્લબહાઉસ ટકશે કારણ કે તેનાથી લોકોના વિચારો જાણવાનો મોકો મળે છે.

ભારતમાં અઢી લાખ યૂઝર્સવાળા લહરના સહ સંસ્થાપક વિકાસ માલપાની કહે છે કે આ પ્રકારના મંચને એક સાયકલમાંથી પસાર થવું પડે છે અને હાં સોશ્યલ ઓડિયો એપ સાથે જોડાયેલ નવીનતા ખતમ થઇ જાય છે. પરંતુ એક વખત તોફાન રોકાઇ જશે, ત્યારે સ્થાયી યૂઝર્સ તેને આગળ લાવશે.
First published: