Home /News /tech /

TCL Foldable Phone: TCL લઈને આવી રહ્યું છે ફોલ્ડેબલ અને રોલેબલ પહેલો સ્માર્ટફોન, જાણો તેની ખાસિયત

TCL Foldable Phone: TCL લઈને આવી રહ્યું છે ફોલ્ડેબલ અને રોલેબલ પહેલો સ્માર્ટફોન, જાણો તેની ખાસિયત

સ્માર્ટફોનને હાલ અલ્ટ્રા ફ્લેક્સ નામ આપવામાં આવ્યું છે. તેને 360-ડિગ્રી રોટેટિંગ હિંજનો ઉપયોગ કરીને અંદર અથવા બહારની તરફ ફોલ્ડ કરી શકાય છે. (Image-www.cnet.com)

TCL Foldable Phone: TCLનું કહેવું છે કે ડ્યુઅલ ફોલ્ડેબલ ડિસ્પ્લે હોવાના પોતાના ફાયદા છે. જ્યારે અંદરની તરફ ફોલ્ડ કરવામાં આવે છે, ત્યારે તે Samsung Galaxy Z Fold સિરીઝની જેમ કામ કરશે, જ્યારે Huawei Mate Xની જેમ તે બહારની તરફ ફોલ્ડ કરેલો હશે, તો કેમેરાના વ્યુફાઈન્ડર તરીકે કામ કરી શકે છે.

વધુ જુઓ ...
    TCL Foldable and Rollable Phone: TCL પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે. TCLએ બે ડિવાઇસ રજૂ કર્યા છે. એક ડિવાઇસ પ્રોટોટાઈપ છે. તેની સ્ક્રીન અંદર અને બહારની તરફ વળી શકે છે. બીજું ડિવાઇસ ફોલ્ડેબલ છે અને તેને રોલ કરી શકાય છે. સ્માર્ટફોનને હાલ અલ્ટ્રા ફ્લેક્સ (Ultra Flex) નામ આપવામાં આવ્યું છે. તેને 360-ડિગ્રી રોટેટિંગ હિંજનો ઉપયોગ કરીને અંદર અથવા બહારની તરફ ફોલ્ડ કરી શકાય છે.

    ટેક એક્સપર્ટ અનુસાર, ટીસીએલના ફોલ્ડેબલ ફોનમાં 2,460×1,860 રિઝોલ્યુશન સાથે 8-ઇંચની PLP AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. TCLએ હજુ સુધી આ અંગે કોઈ માહિતી નથી આપી કે ડિસ્પ્લે અથવા હિન્જ કેવી રીતે કામ કરશે.

    બે સાઈડ ફોલ્ડ થનારો ફોન

    TCLનું કહેવું છે કે ડ્યુઅલ ફોલ્ડેબલ ડિસ્પ્લે હોવાના પોતાના ફાયદા છે. જ્યારે અંદરની તરફ ફોલ્ડ કરવામાં આવે છે, ત્યારે તે Samsung Galaxy Z Fold સિરીઝની જેમ જ કાર્ય કરશે, જ્યારે Huawei Mate Xની જેમ બહારની તરફ ફોલ્ડ કરેલો હશે, તો તે કેમેરાના વ્યુફાઈન્ડર તરીકે કામ કરી શકે છે.

    TCL smartphone
    (Image- www.cnet.com)


    આ બંને ડિવાઇસ અત્યારે માત્ર એક આઈડિયા છે. તે હજુ સુધી પ્રોડક્ટ કેટેગરીમાં નથી આવ્યા. TCLએ કહ્યું કે અલ્ટ્રા ફ્લેક્સ પ્રથમ વખત રજૂ કરવામાં આવી રહ્યો છે, જ્યારે ફોલ્ડ એન’ રોલ અગાઉ માત્ર ચીનમાં જ રજૂ કરવામાં આવ્યો છે.

    આ પણ વાંચો: રશિયા-યુક્રેન યુદ્ધમાં Google એ ભર્યું મહત્વનું પગલું, લીધો આ નિર્ણય

    Ultra Flex અને Fold N’ Roll

    360-ડિગ્રી અલ્ટ્રા ફ્લેક્સ બજારમાં ઉપલબ્ધ સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 3 (Samsung Galaxy Z Fold 3) અને માઈક્રોસોફ્ટ સરફેસ ડ્યુઓ 2 (Microsoft Surface Duo 2) જેવું જ છે. પરંતુ TCL નો ફોન ઉલટી દિશામાં પણ વાળી શકાય છે. ફોનની બેક-ફોલ્ડિંગ કેપેસિટીથી ડિવાઇસનો એક હાથથી ઉપયોગ કરી શકાય છે કારણ કે ત્યાં કોઈ કવર ડિસ્પ્લે નથી.

    TCL Rollable smartphone
    (Image- www.cnet.com)


    આ ડિઝાઇન અલ્ટ્રા ફ્લેક્સ કોન્સેપ્ટને Galaxy Z Fold 3 અને Surface Duo 2 વચ્ચે એક હાઇબ્રિડની જેમ બનાવે છે. માઈક્રોસોફ્ટના ફોલ્ડેબલમાં બે સ્ક્રીન વચ્ચે એકસાથે જોડાય છે, જ્યારે TCLના પ્રોટોટાઈપમાં એક મોટી સ્ક્રીન હોય છે જે અંદરની તરફ ફોલ્ડ થાય છે. પરંતુ Surface Duo 2 ની જેમ TCLનો આ ફોન ઘણાં મોડ્સનો ઉપયોગ કરવા માટે બેક સાઈડ ફોલ્ડ કરી શકાય છે. અલ્ટ્રા ફ્લેક્સ સેમસંગના ફોલ્ડેબલમાં એક સ્ક્રીન છે જે અડધામાં ફોલ્ડ થાય છે. પરંતુ સેમસંગનો Galaxy Z Fold 3 TCLના અલ્ટ્રા ફ્લેક્સ પ્રોટોટાઇપ અને સરફેસ ડ્યુઓ 2ની જેમ બીજી રીતે ફોલ્ડ થતું નથી.

    આ પણ વાંચો: Samsung Galaxy S22 સિરીઝની પ્રિ-બુકિંગ પર ડિસ્કાઉન્ટ સાથે મળી રહી છે ગિફ્ટ! જાણો Offer

    TCLના અલ્ટ્રા ફ્લેક્સમાં 8-ઇંચની AMOLED સ્ક્રીન છે જેમાં 2,480 x 1,860 રિઝોલ્યુશન છે. તેની આ ખાસિયત તેને Galaxy Z Fold 3ની 7.6-ઇંચની સ્ક્રીન કરતાં મોટી બનાવે છે. TCL કંપનીએ ડિવાઇસના પ્રોસેસર અથવા કેમેરા રિઝોલ્યુશન વિશે કોઈ માહિતી આપી નથી.

    TCL Ultra Flex
    (Image- www.cnet.com)


    TCL આપશે ટક્કર

    TCL સ્માર્ટ ટીવીની દુનિયામાં જાણીતું નામ છે, પરંતુ સ્માર્ટફોન બજારમાં હજુ નવું છે. જો કે, તેનું ફોલ્ડેબલ ફોનમાં રોકાણ કરવું એ સૂચવે છે કે તે આવનારા સમયમાં મોબાઈલ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા ખેલાડીઓને ટક્કર આપી શકે તેમ છે. હવે સવાલ એ છે કે તે આ ફોનનું સેલ ક્યારે શરુ કરશે. જો TCL એક ફોલ્ડેબલ ફોન લોન્ચ કરે છે તે તો તે તેને 50-55,000 રૂપિયાની આસપાસ વેચી શકે છે અને તેનાથી માર્કેટમાં જોરદાર સ્પર્ધા થશે કેમ કે, હાલ બજારમાં ઉપલબ્ધ ફોલ્ડેબલ ફોનની કિંમત 1 લાખથી વધુ રૂપિયા છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Gujarati tech news, Mobile and Technology

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन