ભારતમાં કોમ્પેક્ટ SUV Citroen C3 થઈ લોન્ચ, હ્યૂન્ડાઈ, કિયા સોનેટ, ટાટા નેક્સન સાથે થશે સીધી ટક્કર

Citroen C3 Compact SUV

Citroen C3 SUV: સિટ્રોને ભારતમાં કોમ્પેક્ટ SUV C3નું લોન્ચિંગ કર્યું છે. જેની સીધી હરીફાઈ Hyundai Venue, Maruti Suzuki Vitara Brezza, Tata Nexon સાથે થશે

  • Share this:
Citroen C3 SUV: સિટ્રોને ભારતમાં કોમ્પેક્ટ SUV C3નું લોન્ચિંગ કર્યું છે. જેની સીધી હરીફાઈ Hyundai Venue, Maruti Suzuki Vitara Brezza, Tata Nexon સાથે થશે. આ કાર C5 Aircross SUV બાદ ભારતમાં ફ્રેન્ચ ઉત્પાદકની બીજી કાર છે. ઉલ્લેખનીય છે કે, C3 પહેલાથી જ યુરોપ જેવા આંતરરાષ્ટ્રીય બજારોમાં ઉપલબ્ધ છે, પરંતુ તે અલગ-અલગ વિશેષતાવાળી છે. તમને જણાવી દઈએ કે ભારતીય C3 લેટિન અમેરિકાની C3 જેવી જ છે.

આ પણ વાંચો-મહિન્દ્રા આ SUV પર આપી રહી છે 2.5 લાખનું બંપર ડિસ્કાઉન્ટ, આ તારીખ સુધી મળશે લાભ

ડિઝાઇનની દ્રષ્ટિએ Citroen લોગો C5ની જેમ જ કારના બોનેટ પર જોવા મળે છે. તેમાં જોઈ શકાય છે કે, ક્રોમ એક્સ્ટેન્શન્સમાં સ્પ્લિટ એક્સ આકારની LED ડેટાઇમ રનિંગ લાઇટ્સ (DRLs) સુધી જાય છે. હેડલાઈટ ક્લસ્ટ LED DRLની નીચે છે, જે આગળના બમ્પર નીચે છે. જેમ આપણે પહેલા ટીઝરમાં જોયું તેમ, તેમાં એક મોટી રેડિએટર ગ્રિલ પણ જોવા મળે છે, જેમાં ફોક્સ સ્કિડ પ્લેટ હોય છે, જે આગામી SUVના આગળના ભાગમાં મસલ લૂક આપે છે.

આ પણ વાંચો- Appleનો ભારત તરફ ક્રેઝ વધ્યો, iPhone સિરીઝના પ્રિઓર્ડર અને વેચાણની રજ રજની માહિતી

ઉલ્લેખનીય છે કે, ભારતમાં લોન્ચ થયેલ C3 તેના વિદેશી વેરિએન્ટની જેમ જ ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન સાથે આવે છે, જે ઈથેનોલ આધારિત ઇંધણથી ચાલે છે. આ નવી એસયુવી 1.2 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન સાથે આવે તેવી શક્યતા છે અને આ એન્જીનને ફાઈવ સ્પીડ મેન્યુઅલ અથવા ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડવામાં આવશે.

આ પણ વાંચો- JioBook Laptop: રિલાયન્સ JioPhone બાદ લોન્ચ કરશે સસ્તું લેપટોપ, કેવાં હશે ફીચર્સ

ઉલ્લેખનીય છે કે, Citroen C3 કાર 2022ના પ્રથમ ક્વાર્ટરમાં લોન્ચ થાય તેવી શક્યતાઓ છે. તેમજ Citroen C3 ની કિંમત 8-13 લાખ રૂપિયાની રેન્જમાં રહેવાની અપેક્ષા છે. Citroen C3ની સીધી ટક્કર ટાટા નેક્સન, મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા, રેનો કિગર, કિયા સોનેટ, હ્યુન્ડાઇ વેન્યુ, મહિન્દ્રા, XUV300 અને નિસાન મેગ્નાઇટ જેવી SUV સાથે થશે.

આ પણ વાંચોઃ-Apple iPhone 13: દમદાર ફીચર્સની સાથે એપલ આઇફોન-13 અને વૉચ સીરીઝ-7 લૉન્ચ, જાણો ફીચર્સ અને કિંમત

વાંચો Gujarati News ઓનલાઇન અને જુઓ Live TV News18 ગુજરાતીની વેબસાઇટ પર. જાણો, દેશ-દુનીયા અને પ્રદેશ, બોલિવૂડ, ખેલ જગત અને બિઝનેસ સાથે જોડાયેલાં News in Gujarati
Published by:Margi Pandya
First published: