BSNL લઈને આવ્યું ધમાકેદાર પ્લાન, રોજ મળશે 3GB ડેટા

News18 Gujarati
Updated: December 26, 2019, 8:21 AM IST
BSNL લઈને આવ્યું ધમાકેદાર પ્લાન, રોજ મળશે 3GB ડેટા
ક્રિસમસના અવસરે BSNLની ગ્રાહકોને ગિફ્ટ, 31 ડિસેમ્બર પહેલા ઝડપી લો પ્લાનનો લાભ

ક્રિસમસના અવસરે BSNLની ગ્રાહકોને ગિફ્ટ, 31 ડિસેમ્બર પહેલા ઝડપી લો પ્લાનનો લાભ

  • Share this:
નવી દિલ્હી : BSNLએ હાલમાં જ પોતાના લોકપ્રિયા BSNL Sixer Planને રિવાઇઝ કર્યો હતો. બીજી તરફ હવે કંપનીએ ક્રિસમસના અવસરે પોતાના યૂઝર્સને શાનદાર ઑફર આપતાં 1,999 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં ફેરફાર કર્યો છે. કંપનીએ આ પ્લાનને રિવાઇઝ કરતાં તેની વેલિડિટી અને ડેટાને પહેલાની તુલનામાં વધારી દીધા છે. જ્યાં પહેલા આ પ્લાન હેઠળ યૂઝર્સને 365 દિવસોની વેલિડિટી મળતી હતી, બીજી તરફ, હવે આ લિમિટને 60 દિવસો માટે વધારી દેવાઈ છે અને ત્યારબાદ યૂઝર્સ 1,999 રૂપિયાવાળા BSNLના આ પ્લાનનો ઉપયોગ 425 દિવસ કરી શકશે.

1,999 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનની કી વેલિડિટી હવે વધીને 425 દિવસ થઈ ગઈ છે અને આ પ્લાનમાં યૂઝર્સને રોજ 3 GB ડેટાનો લાભ પણ મળશે. આ ઉપરાંત આ પ્લાન હેઠળ તમે અનલિમિટેડ વાઇઝ કૉલિંગ અને રોજ 100 SMSની સુવિધા મળશે. પરંતુ અહીં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ક્રિસમસના અવસરે રજૂ કરવામાં આવેલી આ ઑફરનો લાભ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બરની વચ્ચે જ ઉઠાવી શકાય છે.

તેની સાથે જ 1,999 રૂપિયાના આ પ્રીપેડ પ્લાનમાં મળનારા રોજના 3GB ડેટા બાદ યૂઝર્સ કુલ 1275GB ડેટાનો લાભ ઉઠાવી શકશે. આ ઉપરાંત પ્લાનની સાથે યૂઝર્સને BSNL ટ્યૂન્સ અને બીએસએનએલ ટીવી (BSNL TV)નો પણ ફ્રી એક્સેસ મળશે, એનો અર્થ છે કે યૂઝર્સને આ સર્વિસનો ઉપયોગ કરવા માટે કોઈ વધારાનો ચાર્જ નહીં આપવો પડે.

આ ઉપરાંત BSNLએ પોતાના બે અન્ય પ્લાન્સને પણ રિવાઈઝ કર્યા છે. કંપનીએ 450 અને 250 રૂપિયાના પ્રીપેડ પ્લાનને રિવાઈઝ કરતાં તેમાં યૂઝર્સને વધારાનો ટૉકટાઇમ આપવાની જાહેરાત કરી છે. સાથોસાથ હાલમાં કંપનીના પોતાના પહેલા OTT ઍપ બીએસએનએલ ટીવીને પણ લૉન્ચ કર્યો છે અને યૂઝર્સ આ ઍપની મદદથી મૂવી ઑન ડિમાન્ડ અને વીડિયો અને શૉઝનો આનંદ લઈ શકે છે.

આ પણ વાંચો, Jioનો ધમાકેદાર પ્લાન આજથી શરૂ, આટલા રિચાર્જ પર આખું વર્ષ મેળવો અનલિમિટેડ સર્વિસનો ફાયદો
First published: December 26, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading