'ગાયના છાણથી બનેલી ચિપથી ઓછું થાય છે મોબાઇલનું રેડિએશન': રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ

'ગાયના છાણથી બનેલી ચિપથી ઓછું થાય છે મોબાઇલનું રેડિએશન': રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ
ગાય

એક ગૌશાળા તો આવી ચિપ અમેરિકામાં પણ નિર્યાત કરી રહી છે. અને તેને લગભગ 10 ડૉલરમાં વેચી રહ્યા છે.

 • Share this:
  એવું માનવામાં આવે છે કે દેશી ગાયના છાણ અને મૂત્રમાં અનેક પ્રકારના ઔષધીય ગુણો હોય છે. દેશી ગાયના છાણથી હવે તમને મોબાઇલથી નીકળતા ખતરનાક રેડિએશનથી પણ બચાવાનું કામ કરશે, આવો દાવો રાષ્ટ્રીય કામધેની આયોગના અધ્યક્ષ વલ્લભ ભાઇ કથીરિયાએ કર્યો છે. તેમણે સોમવારે છાણમાંથી બનેલી ચિપનું લોકર્પણ કર્યું હતું. આ ચિપને લઇને તેવો દાવો કરવામાં આવે છે કે મોબાઇલથી નીકળતા રેડિએશનની માત્રા ઓછી કરે છે.

  વલ્લભભાઇ કથીરિયાએ છાણથી બનેલા ઉત્પાદનોને પ્રમોટ કરવા માટે કામધેનુ દીવાળી પ્રોગ્રામ પણ લોન્ચ કર્યો હતો જેમાં તેમણે આ વાત જણાવી હતી. 'ગૌસત્વ કવચ' કવચના વિષે તેમણે કહ્યું કે આ એક રેડિએશન ચિપ છે. અને તેને તમારા મોબાઇલ પર રાખશો તો તમે બિમારીથી બચતા રહેશો. માટે આનો ચોક્કસથી ઉપયોગ કરજો" ગૌસત્વ કવચને રાજકોટની શ્રીજી ગૌશાલામાં ડેવલપ કરવામાં આવ્યો છે.  કથીરિયાએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 500થી વધુ ગૌશાળા આવી એન્ટી રેડિએશન ચિપ બનાવી રહી છે. જેની કિંમત 50 થી 100 રૂપિયાની વચ્ચે છે. એક ગૌશાળા તો આવી ચિપ અમેરિકામાં પણ નિર્યાત કરી રહી છે. અને તેને લગભગ 10 ડૉલરમાં વેચી રહ્યા છે.

  ચિપ પર કામ કરનાર જાણકારોની માનીએ તો હજી સુધી રિસર્ચમાં દેશી ગાયના છાણથી મોબાઇલ રેડિએશનનો પ્રભાવ રોકવામાં ખરી ઉતરી છે. ચિપને તે રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તેમાં છાણ ભર્યા પછી પણ ગંધ નથી આવતી. અને તેને મોબાઇલની પાછળ લગાઇ શકાય છે. ચિપમાં છાણ ભર્યું છે. જે એક સપ્તાહ સુધી રેડિએશનથી તમને બચાવશે. અને તે પછી તમારે છાણને બદલવું પડશે.

  ઉલ્લેખનીય છે કે આ પહેલા ગૌમૂત્ર અને છાણના બીજા પણ વધુ ઉપાયો ઔષધીય રીતે પ્રભાવકારી હોવાના દાવા કરવામાં આવ્યા છે. અને અનેક લોકો આ રીતની વસ્તુઓનો ઉપયોગ કરતા આવ્યા છે.
  Published by:Chaitali Shukla
  First published:October 13, 2020, 09:43 am

  ટૉપ ન્યૂઝ