ચીનના રિસર્ચર્સે એક એવો કેમેરા ડેવલપ કર્યો છે, જેનાથી 45 કિમી દૂર સુધીનો ફોટો ક્લિક કરી શકાય છે. ઓર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બેસ્ડ આ કેમેરામાં લાઈટ ડિટેક્શન એન્ડ રેન્જિંગ ટેક્નિકનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જાણકારી અનુસાર, આ કેમેરાની મદદથી માણસના આકાર સુધીની ઓબ્ઝેક્ટ્સનો ફોટો લગભગ 45 કિમી દૂરથી ક્લિક કરી શકાશે. રિસર્ચર્સ જેન-પિંગ લીના ઓપન સોર્સ જર્નલ ArXivમાં પ્રકાશિત થયેલા પેપર અનુસાર, તેની કેમેરા ટેક્નોલોજી સ્મોગ અને પ્રદૂષમથી પ્રબાવિત નહી થાય. લેઝર અને સ્માર્ટ AI સોફ્ટવેરની મદદથી આ ટેકનીક દ્વારા સારો ફોટો ક્લિક કરી શકાશે.
આમાં LIDAR (લાઈટ ડિટેક્શન એન્ડ રેંઝિન્ગ)ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે પહેલા પણ કેટલાએ કેમેરામાં અને ઈમેઝિંગ ટેકનીકમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. શોધકર્તાઓનું કહેવું છે કે, નવા સોફ્ટવેરની મદદથી તેણે પોતાના પ્રતિદ્વંધિઓને ઘણા પાછળ છોડી દીધા છે.
આ ટેકનીકમાં ગેટિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઓબ્ઝેક્ટ અને કેમેરા વચ્ચે આવતી તમામ વસ્તુઓ દ્વારા છોડવામાં આવેલા ફોટોને અનદેખા કરવામાં મદદ કરે છે.
જાણકારીનું માનીએ તો, આ કેમેરા ઓબ્ઝેક્ટની દૂરીની ઓળખ કરવા માટે લેઝરનો ઉપયોગ કરે છે, જે એ પણ જણાવે છે કે, લાઈટ ઓબ્ઝેક્ટથી ટકરાઈને કેમેરા સુધી આવવામાં કેટલો સમય લાગે છે. જ્યારે, નવું સોફ્ટવેર કેમેરાને એ મેસેજ આપે છે કે, રસ્તામાં આવતી અન્ય વસ્તુઓને કેવી રીતે અનદેખા કરી શકાય. આ ફિચર કેમેરાને એક વિશેષ દૂરી સુધીની ફોટો લોવાની અનુમતિ આપે છે.
MIT ટેક્નોલોજી રિવ્યૂના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, એક ફાયદો એ પણ છે કે, કેમેરા 1550 નેનોમિટર વેવલેંથવાળા ઈન્ફ્રારેડ લેઝરનો ઉપયોગ કરે છે. રિપોર્ટ અનુસાર, આ વેવલેંથ ના માત્ર કેમેરાનો ઉપયોગ કરવાને સુરક્ષિત બનાવે છે, પરંતુ ફોટોને સોલર ફોટોન્સથી પણ બચાવે છે, જે હંમેશા કેમેરા રિજોલ્યૂશન અને ફોટો ક્વોલિટીને પ્રભાવિત કરે છે. આ રીતે નવી ટેકનીક AI સિસ્ટમ સાથે શ્રેષ્ઠ પરિણામ આપે છે.
રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, કેમેરા એક નવા અલ્ગોરિધમનો પણ ઉપયોગ કરે છે, જેની મદદથી મેળવેલ ડેટાને મિલાવી એક તસવીર તૈયાર કરી શકાય છે. ખાસ વાત એ છે કે, આ ટેક્નોલોજીથી લેસ કેમેરા માત્ર ચપ્પલના ડબ્બાના આકારનો છે અને કોઈ નાના એરક્રાફ્ટ કે માનવરહિત વાહનમાં પણ સરળતાથી લગાવી શકાય છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર