China Online Gaming Time Limit: વિશ્વભરના બાળકોમાં (Children) ઓનલાઇન ગેમિંગનો ક્રેઝ (Craze of Online Gaming) વધી રહ્યો છે. ત્યારે બાળકોના શારીરિક (Physical Health) અને માનસિક સ્વાસ્થ્યનું (Mental Health) રક્ષણ કરવું જરૂરી બન્યું છે. આવી સ્થિતિમાં ચીન (China) દ્વારા કડક પગલાં લેવાનું શરૂ થયું છે. બાળકોને ઓનલાઇન ગેમિંગના વળગણથી દૂર રાખવા માટે ચીનમાં નવા નિયમો ઘડવા તખ્તો તૈયાર કરાયો છે. જેના ભાગરૂપે ચીન બાળકોને અઠવાડિયામાં ત્રણ કલાકથી વધુ સમય માટે ઓનલાઇન ગેમ્સ રમવા પર પ્રતિબંધ (Kids Are Limited To Playing Video Games) મૂકવા જઈ રહ્યું છે. ગેમિંગ ઉદ્યોગ (Gaming Industry) પર લાદવામાં આવેલા આ અત્યાર સુધીનો સૌથી સખત પ્રતિબંધ હશે. 18 વર્ષથી નીચેના બાળકોને શુક્રવાર, વિકએન્ડ અને રજાઓમાં 1 કલાક ગેમ રમવાની છૂટ આપવામાં આવશે.
નેશનલ પ્રેસ એન્ડ પબ્લિકેશન એડમિનિસ્ટ્રેશને સરકારી સમાચાર એજન્સી સિન્હુઆને જણાવ્યું હતું કે, બાળકોને રાત્રે 8થી 9 વાગ્યાની વચ્ચે જ ગેમ રમવાની મંજૂરી આપવામાં આવશે. અગાઉ 2019માં લાદવામાં આવેલા પ્રતિબંધ હેઠળ બાળકોને જાહેર રજાઓમાં દરરોજ દોઢ કલાક અને ત્રણ કલાક સુધી ગેમ્સ રમવાની મંજૂરી આપવામાં આવી હતી. આ નવા નિયમથી ચીનની કેટલીક મોટી ટેક કંપનીઓને અસર થશે. જેમાં ગેમ જાયન્ટ ટેન્સેન્ટનો પણ સમાવેશ થાય છે.
ચીન સરકારના આ નિર્ણયથી ઓનલાઇન ગેમિંગ કંપનીઓના શેરના ભાવમાં કડાકો જોવા મળ્યો છે. જુલાઈ મહિનામાં ટેન્સેન્ટ ગેમિંગ દ્વારા બાળકોને વધુ પડતા ગેમિંગથી બચાવવા ફેશિયલ રિકોગ્નિશન કરવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ હવે આ નિર્ણય આવતા કિશોર વયના ગેમર્સ નારાજ છે. ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં સરકારી મીડિયા આઉટલેટે ઓનલાઇન રમતોને "આધ્યાત્મિક અફીણ" ગણાવી હતી. સરકારી ઇકોનોમિક ઇન્ફોર્મેશન ડેઇલી દ્વારા પ્રકાશિત એક લેખમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ઘણા કિશોરો ઓનલાઇન ગેમિંગના વ્યસની બની ગયા છે જેની તેમના પર નકારાત્મક અસર પડી રહી છે.
ચીની સત્તાવાળાઓએ ગેમ્સના કન્ટેન્ટને રેગ્યુલેટ કરવા સેન્સરની માંગ કરી છે. ચીનમાં પોતાની ગેમ્સ વેચવા માંગતી વિદેશી કંપનીઓ સમક્ષ કેટલીક વિચિત્ર માંગ મુકવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. બીજી તરફ છેલ્લા એક વર્ષમાં ચીને તેની સ્થાનિક ટેક કંપનીઓની વધતી જતી શક્તિને રોકવા માટે કાર્યવાહી શરૂ કરી છે.
આ નવા નિયમો લાદીને ચીની સરકાર કિશોરોમાં સકારાત્મક ઉર્જા પેદા કરવાની આશા રાખી રહી છે. જોકે, નવા નિયમથી બચવા બાળકો મોટા વ્યક્તિઓના IDનો ઉપયોગ કરે તેવી ભીતિ પણ છે. ચીન સરકારના આ નિયમથી ચીનના લાખો નવયુવાન ગેમર્સ નિરાશ થયા છે. ચાઈનીઝ સરકારના નિયમને કેટલાક મનસ્વી ગણાવે છે. તો ઘણા બધા માતાપિતા આ નિયમની પ્રશંસા કરી રહ્યા છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર