Home /News /tech /'પાર્ટ-ટાઇમ જોબ'ના બહાને ચીનના હેકર્સ ભારતીય WhatsApp યૂઝર્સને બનાવી રહ્યા છે નિશાન
'પાર્ટ-ટાઇમ જોબ'ના બહાને ચીનના હેકર્સ ભારતીય WhatsApp યૂઝર્સને બનાવી રહ્યા છે નિશાન
પ્રતીકાત્મક તસવીર
Chinese hackers targeting Indian WhatsApp users: હેકર્સ ભારતીય વૉટ્સએપ યૂઝર્સને એવા સંદેશ મોકલી રહ્યા છે કે તેઓ દિવસામં ફક્ત 10થી 30 મિનિટનો સમય કાઢીને 200 રૂપિયાથી 3,000 રૂપિયાની કમાણી કરી શકે છે.
નવી દિલ્હી: નવી પ્રાઇવસી પોલીસીને કારણે વોટ્સએપ (WhatsApp) ભારતમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. યૂઝર્સ હવે વોટ્સએપ છોડીને અન્ય મેસેજિંગ એપ (Messaging App) તરફ વળી રહ્યા છે. આ દરમિયાન નવી દિલ્હી સ્થિત થિન્ક ટેંક સાઇબરપીસ ફાઉન્ડેશ (Cyberpeace Foundation)ને મંગળવારે દાવો કર્યો છે કે ચીનના હેકર્સ (Chinese hackers) ભારતના વોટ્સએપ યૂઝર્સને ટાર્ગેટ કરી રહ્યા છે. તે લોકો વોટ્સએપ યૂઝર્સને પાર્ટ-ટાઇમ જોબ (Part time job)ની લાલચ આપીને ફસાવી રહ્યા છે.
હેકર્સ ભારતીય વૉટ્સએપ યૂઝર્સને એવા સંદેશ મોકલી રહ્યા છે કે તેઓ દિવસામં ફક્ત 10થી 30 મિનિટનો સમય કાઢીને 200 રૂપિયાથી 3,000 રૂપિયાની કમાણી કરી શકે છે. આ મેસેજ સાથે એક લીંક આપવામાં આવે છે.
સાઇબરપીસ ફાઉન્ડેશન તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "અલગ અલગ મોબાઇલ નંબર પર મોકલવામાં આવતી લીંક એક જ યુઆરએલ પર રિ-ડાયરેક્ટ થાય છે. એવું સામે આવ્યું છે કે એક જ લીંકનો ફક્ત નંબરમાં ફેરફાર કરીને ઉપયોગ કરવામાં આવ્યો છે." આ મામલે સાઇબરપીસ ફાઉન્ડેશને તપાસ ટીમની રચના કરી છે.
ફાઉન્ડેશન તરફથી વધુમાં કહેવમાં આવ્યું છે કે, "તમામ લીંકમાં એક જ આઉટગોઇંગ સોર્સ પર રિ-ડાયરેક્ટ થઈ રહી હતી. જોકે, અમને તપાસ દરમિયાન એક અલગ લિંક મળી આવી હતી. જેનું આઈપી એડ્રેસ ચીનની હોસ્ટિંગ કંપની અલીબાબા ક્લાઉન્ડનું હોવાનું સામે આવ્યું છે."
યુઆરએલ સાથે જ્યારે છેડછાડ કરવામાં આવી ત્યારે તેમાં ચીનની ભાષામાં એરર મેસેજ આવે છે. તપાસ દરમિયાન જે ડોમેન નેમ મળી આવ્યું છે તે ચીનમાં નોંધાયેલુ છે.
આ પણ જુઓ-
" isDesktop="true" id="1063428" >
સાઇબરપીસ તરફથી કહેવામાં આવ્યું છે કે, લીંકનું આઈપી એડ્રેસ 47.75.111.165 છે, જે ચીનના હોંગ કોંગ શહેરના અલીબાબા ક્લાઉડનું હોવાનું જાણવા મળ્યું છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે વોટ્સએપ તેના યૂઝર્સને મેસેજ મોકલીને કહી રહ્યું છે કે તેઓ તેમના ડેટાનો ઉપયોગ ફેસબુક કરી શકે તે માટે સહમતિ દર્શાવે નહીં તો આઠમી ફેબ્રુઆરીથી તમારું એકાઉન્ટ બંધ થઈ જશે. વોટ્સએપની નવી પ્રાઇવસી પોલીસીને કારણે આખા દેશમાં ચર્ચા જાગી છે. અનેક યૂઝર્સ હવે અન્ય મેસેજિંગ એપ્લિકેશન તરફ વળી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર