ચીની હેકર્સનો ઇન્ડિયન હેલ્થકેર વેબસાઇટ પર હુમલો, ચોર્યો લાખોનો ડેટા

News18 Gujarati
Updated: August 23, 2019, 4:41 PM IST
ચીની હેકર્સનો ઇન્ડિયન હેલ્થકેર વેબસાઇટ પર હુમલો, ચોર્યો લાખોનો ડેટા
વેબસાઇટનું નામ જણાવ્યાં વગર સાઇબર ક્રિમિનલ્સે ભારત સિત આખી દુનિયા માંથી ચોર્યા હેલ્થકેર ડેટા

વેબસાઇટનું નામ જણાવ્યાં વગર સાઇબર ક્રિમિનલ્સે ભારત સિત આખી દુનિયા માંથી ચોર્યા હેલ્થકેર ડેટા

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: આખી દુનિયામાં ડેટા ચોરી અને હેકિંગની ખબરો દરરોજ સંભળાતી હોય છે. યૂએસની સાયબર સિક્યોરિટી ફર્મ FireEyeએ કહ્યું કે, ગુરૂવારે હેકર્સે ભારતની એક હેલ્થકેર વેબસાઇટ પર એટેક કર્યો અને આશરે 68 લાખ રેકોર્ડ્સક ચોરી  લીધા છે. તેમાં ડોક્ટર્સ અને દર્દીઓ સહિતનાં ડેટા શામેલ છે.

વેબસાઇટનું નાં FireEye દ્વારા જાહેર કરવામાં આવ્યું નથી. સાઇબર ક્રિમિનલ્સ ભારત સહિત સંપૂર્ણ દુનિયાથી ચોરવામાં આવેલો હેલ્થકેર ડેટા મોંઘી કિંમતે વેચે છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ફેબ્રુઆીમાં fallensky51 નામનાં એક હેકરે ભારતનાં દ્દીઓ અને ડોક્ટર્સનાં 68 લાક રેકોર્ડ્સ ચોર્યા હતાં.

સાયબર સિક્યોરિટી એજન્સીએ તેનાં રિપોર્ટમાં જણાવ્યું કે, 'એવું લાગે છે કે હેકર્સનો ઇન્ટરેસ્ટ ભારતમાં કેન્સરનાં ઇલાજ સંબંધિત છે. કારણ કે ઇલાજની કોસ્ટ ઘણી જ ઓછી છે. ચીન કેન્સરને લઇને ઘણું ચિંતિત છે. કારણ કે અહીં કેન્સરથી મરનારાની સંખ્યા દિવસે દિવસે વધતી જઇ રહી છે. અન્ય ડેટાનો પ્રયોગ કરવા મેડિકલ રિસર્ચથી ચીન માર્કેટમાં નવી દવાઓ લાવી શકાય છે. જેનાં કારણે ઓછામાં ઓછા પેસાથી વધુમાં વધુ ઇલાજ થઇ શકે. ચાઇનીજ હેકર્સ પહેલાં પણ ઘણાં સેક્ટર્સમાં એટેક કરીને ડેટા ચોરી ચુક્યા છે. જોકે, હેલ્થ સેક્ટર સાથેનો આ કિસ્સો પહેલ વહેલો છે.'

આ વર્ષે જ એપ્રિલ મહિનાની શરૂઆતમાં ચીનનાં હેકર્સે યૂએસ બેઝ હેલ્થકેર સેન્ટરને EVILNUGGET મેલવેરની સાથે નિશાન બનાવ્યું હતું. એક ચાઇનીઝ ગ્રુપ APT22એ બાયોમેડિકલ, ફાર્માસ્યૂટિકલ અને હેલ્થકેર ઓર્ગેનાઇઝેશનને નિશાનો બનાવ્યો હતો.
First published: August 23, 2019, 4:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading