ચાઇનીઝ એપ ટિકટૉક ભારતમાં બાળકોને બીભત્સ કન્ટેન્ટથી દૂર રાખવા નથી કરી રહી કોઈ કામ

ટિકટૉક સામે અનેક સવાલ.

સાઇબર પીસ ફાઉન્ડેશ માટે વકીલ તરીકે કામ કરતા જેનિસ વર્ગિસે કહ્યું કે, યુટ્યુબ અને ફેસબુકની સરખામણીમાં ટિકટૉકનો ઉપયોગ કરવો સરળ છે.

 • Share this:
  સ્વાતિ મૂર્તી/પ્રણવ હેગડે: શોર્ટ વીડિયો બનાવવા માટે જાણીતી ટિકટૉક (TikTok) એપ્લિકેશનના ભારતના આશરે 300 મિલિયન જેટલા યૂઝર્સ (Tiktok Users in India)બહુ ઝડપથી એપમાં પીરસવામાં આવતા સેક્સુઅલ કન્ટેન્ટને (Sexual Content on TikTok)મિસ કરશે. દુર્ભાગ્યપૂર્ણ એ છે કે આમાંથી મોટાભાગના વીડિયો તરુણ કે બાલ્યવસ્થામાં હોય તેવા યૂઝર્સે બનાવ્યા હોય છે. દુનિયાભરના દેશમાં આ બાબતે વિરોધ થતાં ટિકટૉક હવે આ અંગે પગલાં ભરી રહ્યું છે. આ મામલે વિવિધ એજન્સીઓ તરફથી ટિકટૉકને સવાલ કરવામાં આવ્યા છે કે તેઓ બાળકોના ડેટાને કેવી રીતે રાખી રહ્યું છે.

  કંપનીનું કહેવું છે કે તેઓ બહુ ઝડપથી એવી સિસ્ટમ લાવી રહ્યા છે જેનાથી યૂઝર્સ બીભત્સ, નુકસાનકારક કે દિમાગને હચમચાવી દે તેવા પ્રકારના કન્ટેન્ટથી બચી શકશે. પરંતુ ભારતમાં હાલમાં આ એપ પર સર્ચ કરવાથી તમને અનેક પ્રકારની બીભત્સ સામગ્રી મળી રહેશે.

  સુરક્ષાનો પ્રશ્ન

  હાલ ભારતનો કોઈ ડેટા ઉપલબ્ધ નથી પરંતુ ડિજિટલ સેફ્ટિ એપ મેકર Qustodioના જણાવ્યા પ્રમાણે અમેરિકા, યુકે અને સ્પેનમાં ચારથી 15 વર્ષના બાળકો યુટ્યૂબ જેટલો જ સમય હવે ટિકટૉક પર પસાર કરી રહ્યા છે.

  ટિકટૉક બાળકો અને ટીનેઝર્સના દિમાગમાં એવું તો ઘર કરી ગયું છે કે તેઓ અમુક ચોક્કસ પ્રકારનું કન્ટેન્ટ બનાવે છે અને તેને માણે પણ છે. સાઇબર પીસ ફાઉન્ડેશન માટે કામ કરતા નીતિશ ચંદને કહ્યું કે, દરેક જનરેશમાં આવું કંઈ આવતું હતું. મારા સમયે ઓરકુટ અને ફેસબુક હતું. એવી જ રીતે અત્યારે બાળકો અને ટીનેઝર્સને ટિકટૉક અને પબજીએ ઘેલું લગાડ્યું છે.

  સાઇબર પીસ ફાઉન્ડેશ માટે વકીલ તરીકે કામ કરતા જેનિસ વર્ગિસે કહ્યું કે, યુટ્યુબ અને ફેસબુકની સરખામણીમાં ટિકટૉકનો ઉપયોગ કરવો સરળ છે. એક વખત તમે સાઇન ઇન કરો છો ત્યાર બાદ તમે તેમાં શું જુઓ છો તેમાં બાળક અને પુષ્ત એવો કોઈ ભેદ નથી કરવામાં આવતો.  ભારતમાં ટિકટૉક

  ભારતમાં ટિકટૉક લોંચ થયા બાદ તેણે રોકેટ ગતિ પકડી હતી. ભારતમાં આ એપને આશરે 323 મિલિયન વખત ડાઉનલોડ કરવામાં આવી છે. એટલું જ નહીં દેશમાં આ એપના આશરે 120 મિલિયન સક્રિય યૂઝર્સ છે. વૈશ્વિક સ્તરે ટિકટૉકમાં ભારતીય યૂઝર્સને ફાળો આશરે 40 ટકા છે.

  ભારતનો કાયદો શું કહે છે?

  સુપ્રીમ કોર્ટ તરફથી આઇટી એક્ટની કલમ 66Aને રદ કરી નાખવામાં આવી છે, જે ઓનલાઇન સ્પીચ પર અમુક પ્રતિબંધ મૂકતી હતી. જેના કારણે ટિકટૉક પર રહેલા અણગમતા વીડિયોને પણ હટાવી શકાતા નથી. એનો મતલબ એવો થાય કે યૂઝર્સ કોઈ એવું કન્ટેન્ટ હોય તો તેની જાણ ટિકટૉકને કરી શકે છે, પરંતુ વીડિયો હટાવવો કે નહીં તેનો નિર્ણય ટિકટૉક જ કરશે. અને ટિકટૉક વીડિયો દૂર નથી કરતું તો તે તેના માટે જવાબદાર નથી. આથી જો કોઈ કન્ટેન્ટ નિયમનું ઉલ્લંઘન કરતું હોય કે જાહેર જનતાને બતાવવા જેવું ન હોય તો તે નક્કી કરવાનું કામ સરકારી એજન્સીઓ, જિલ્લા કોર્ટે અને હાઇકોર્ટ પર આવે છે.

  એટલું જ નહીં અમેરિકામાં બાળકો માટે પ્રવર્તમાન ચિલ્ડ્રન્સ ઓનલાઇન પ્રાઇવસી પ્રોટેક્શન રુલ (COPPA) જેવો સ્વતંત્ર કાયદો પણ ભારતમાં નથી, જે બાળકોને ઓનલાઇન શોષણ સામે રક્ષણ આપે છે. એટલું જ નહીં ભારતમાં યુરોપિયન યુનિયન જેવો પ્રાઇવસી લૉ પણ નથી જે બાળકોના ડેટાનું રક્ષણ કરે છે.

  હાલમાં આ મામલે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સિસ એક્ટ (POCSO) અને આઇટી એક્ટની કલમ 67B હેઠળ બે જોગવાઈ છે, જે પ્રમાણે ગુનેગારને પાંચ વર્ષ સુધીની જેલની સજા અને 10 લાખ રૂપિયાના દંડનો જોગવાઈ છે.

  અનેક ગ્રે એરિયા

  ચિલ્ડ્રન્સ પ્રાઇવસી એન્ડ પ્રોટેક્શન ઓનલાઇન માટે કામ કરતી એનજીઓ માટે કામ કરતા સિદ્ધાર્થ પિલ્લાઇ કહે છે કે, આ બાબતે અનેક ગ્રે એરિયા રહેલા છે. નગ્નતા અને ટેક્સ્ટબૂક પોર્નગ્રાફી કન્ટેન્ટ અને તસવીરો ફટાફટ દૂર થાય છે. અન્ય વસ્તુઓ કે જે ગ્રે એરિયામાં આવે છે તેની સામે કંઈ નથી કરી શકાતું.

  અયોગ્ય વીડિયો અપલોડ ન થાય તે માટે ટિકટૉકની પોતાની સોશિયલ ગાઇડલાઇન્સ રહેલી છે. જે પ્રમાણે શારીરિક શોષણ, શરીરના પ્રાઇવેટ પાર્ટ બતાવવા કે અન્ય કોઈ એવી પ્રવૃત્તિના વીડિયો અપલોડ નથી કરી શકાતા. ગાઇલાઇન્સ પ્રમાણે બીભત્સ લાગતો ડાન્સ, કે પછી તરુણો સામેલ હોય તેવા વીડિયોમાં બીભત્સ વાણીનો પ્રયોગ થયો હોય તેવા વીડિયોને પણ મંજૂરી ન આપી શકાય. જોકે, આટલી બધી માર્ગદર્શિકા હોવા છતાં અનેક વીડિયો અપલોડ થતા રહે છે. એનું મુખ્ય કારણ એવું છે કે ટિકટૉક પર દરરોજ લાખોની સંખ્યામાં વીડિયો અપલોડ થાય છે.

  આ પણ વાંચો : 
  Published by:Vinod Zankhaliya
  First published: