તમારા વોટ્સએપને લઈને 'ઈન્ડિયન આર્મી'એ આપ્યું એલર્ટ, થઈ જાઓ સાવધાન

 • Share this:
  ઈન્ડિયન આર્મીએ એક ચેતવણી આપી છે. આમાં આર્મીએ વોટ્સએપનો ઉપયોગ કરનારાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. આર્મીએ જણાવ્યું છે કે, જો તમારા વોટ્સએપ પર પણ આવું કંઈક છે તો તમારો ડેટા હેક થઈ શકે છે અથવા તમારા પર નજર રાખવામાં આવી રહી છે. આર્મીએ પોતાના ઓફિસિયલ ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરીને એક વીડિયોના માધ્યમથી આ સમજાવવાની કોશિશ કરી છે. તે ઉપરાંત આનાથી બચવાના ઉપાય પણ બતાવ્યા છે. જો આ ઉપાયોનું ધ્યાન રાખવામાં આવે તો તમે હેકિંગથી બચી શકશો. તેમને જણાવ્યું છે કે, ચાઈનિઝ લગભગ બધી જ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને તમારા ડિજિટલ વર્લ્ડમાં પોતાનો સિક્કો જમાવી રહ્યો છે.

  વીડિયોમાં જણાવ્યું છે કે, ચીની તમારા ડિજિટલ વર્લ્ડમાં ઘૂસણખોરી કરવા માટે હવે વોટ્સએપ ગ્રુપનો ઉપયોગ કરે છે. તેમને વોટ્સએપ ગ્રુપ દ્વારા હેકિંગ કરવાની નવી રીત વિકસાવી છે. વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે, ચીની નંબર +86થી શરૂ થાય છે. આ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈને તમારા બધા જ ડેટાને હેક કરી શકે છે. તે માટે ઉપાય છે કે, તમે સતત તમારા વોટ્સએપ ગ્રુપ્સને ચેક કરો અને તેનું ઓડિટ કરો. કોશિશ કરો કે બધા જ કોન્ટેક્ટ્સ નામથી સેવ કરો. જો ગ્રુપમાં અનનોન નંબર છે તો તેની તપાસ કરો.

  જો તમે તમારો મોબાઈલ નંબર બદલી રહ્યાં છો તો તેની જાણકારી ગ્રુપ એડમિનને આપે. જો તમે તમારો નંબર બદલ્યો છે તો સિમ કાર્ડ તોડી દો. તે ઉપરાંત પોતાના વોટ્સએપ એકાઉન્ટને પણ ડિલીટ કરી દો. આ વીડિયો સાથે લખ્યું છે કે, સજાગ રહો, સતર્ક રહો, સુરક્ષિત રહો. #ભારતીય સોશિયલ મીડિયા યોગ્ય અને વ્યવસ્થિત એકાઉન્ટને પ્રોત્સાહન આપે છે.

  Published by:Mujahid Tunvar
  First published: