Mi Mix 4ના આ ફીચરથી ડર્યું ચીન, મોબાઇલ કંપની Xiaomiને નવા સ્માર્ટફોનમાંથી હટાવવાનો આદેશ

ચીનની સરકારે શિયોમીને Mi Mix 4માંથી એન્ટી-થેફ્ટ ફીચર હટાવવાનો કેમ આદેશ આપ્યો?

Tech News: ચીનની સરકારે શિયોમીને Mi Mix 4માંથી એન્ટી-થેફ્ટ ફીચર હટાવવાનો કેમ આદેશ આપ્યો? જાણો Mi Mix 4ના તમામ ફીચર્સ

  • Share this:
Tech News: મોબાઇલ કંપની Xiaomiએ હાલમાં જ ચીન (China)માં પોતાના ફ્લેગશિપ ફોન Mi Mix 4ને લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન (Smartphone)માં સૌથી પોપ્યુલર ફીચરમાંથી એક છે એન્ટી-થેફ્ટ ફીચર (Anti Theft Feature). જે યૂઝરને પોતાનો સ્માર્ટફોન શોધવા માટે મદદ કરે છે, પછી ભલે ફોનમાં સીમ ન પણ હોય. પરંતુ ચીનના મીડિયા રિપોર્ટ અનુસાર ચીનની સરકારે (Chinese Government) શાઓમી (Xiaomi)ને આ ફીચર દૂર કરવાનો આદેશ આપ્યો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે શાઓમીએ Weiboને આ વાત અંગે ખુલાસો આપવા કહ્યું છે. રિપોર્ટ અનુસાર આ ફીચર નિયમોનું ઉલ્લંઘન કરે છે, જેના માટે કંપનીએ ચીનની ઓથોરિટી પાસેથી તેની પરવાનગી લીધી નથી.

ચીનમાં eSIM કે વર્ચુઅલ સિમ પર કડક નિયમો છે. શાઓમીએ આ મામલે કોઇ અધિકારિક નિવેદન આપ્યું નથી. જોકે આ સપ્તાહની શરૂઆતમાં Mi Mix 4, Lei Junના લોન્ચિંગ દરમિયાન શાઓમીના સંસ્થાપકે હવે હટાવાયેલ ફીચર વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, શાઓમી (Xiaomi)એ હંમેશા એક આદર્શ કંપની તરીકે યૂઝર્સની પ્રાઇવસી (Smartphone Users Privacy) પર હંમેશા ધ્યાન આપ્યું છે.

Mi Mix 4 ચાઇનીઝ ટેક કંપની શાઓમીનો ફ્લેગશિપ ફોન છે. Mi Mix 4ના મહત્વના ફીચર્સ (Mi Mix 4 Features)માં એકસ અંડર ડિસ્પ્લે ફ્રંટ કેમેરા, પોઇન્ટ ટૂ કનેક્ટ અલ્ટ્રા વાઇડ બેંડ. ક્વોલકોમ સ્નેપડ્રેગન 888+5G મોબાઇલ પ્લેટફોર્મ, 120W વાયર્ડ ફાસ્ટ ચાર્જીંગ, 50W વાયરલેસ ફાસ્ટ ચાર્જીંગ અને ઘણું બધુ સામેલ છે. આ સ્માર્ટફોન MIUI 12.5-બેઝ્ડ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. શાઓમી Mi Mix 4માં 6.67-ઇંચની FHD+AMOLED 3D curved ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 2400xx1080p રીઝોલ્યૂશન સાથે આવે છે. તેનો રિફ્રેશ રેટ 120Hz અને ટચ સેમ્પિંગ રેટ 480Hz છે.

આ પણ વાંચો, Nokiaના નવા બજેટ સ્માર્ટફોનની કિંમત છે માત્ર 8099 રૂપિયા, મળશે HD+ ડિસ્પ્લે અને 4950mAh બેટરી

શાઓમી Mi Mix 4 સ્માર્ટફોન (Mi Mix 4 Smartphone) ક્વોલકોમ સ્નેપડ્રેગન 888+SOC પ્રોસેસર સાથે આવે છે. સ્ટોરેજ તરીકે આ ફોનમાં 12GB રેમ અને 512GB ઇન્ટર્નલ સ્ટોરેજ આપવામાં આવી છે. શાઓમી Mi Mix 4માં પાછળ ટ્રીપલ રિયર કેમેરા સેટઅપ છે, જેમાં પ્રાઇમરી કેમેરા 108 મેગાપિક્સલ સેન્સર (f/1.95 અપર્ચર) સાથે છે, 13 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ કેમેરો અને 8 મેગાપિક્સલનો પેરિસ્કોપ કેમેરા છે. આ સ્માર્ટફોન 4500mAhની બેટરી સાથે આવે છે.
First published: