Home /News /tech /

નાના બાળકોને હેલ્થી ફૂડ અને ફિટ રહેવાનું શિખવશે હવે આ દેશી ગેમ એપ્લિકેશન

નાના બાળકોને હેલ્થી ફૂડ અને ફિટ રહેવાનું શિખવશે હવે આ દેશી ગેમ એપ્લિકેશન

ફાઈલ તસવીર

બાળકોએ જમવામાં શું લેવું અને કઈ રીતે નાનપણથી ફિટ રહેવું તે અંગેનું માર્ગદર્શન આપવા માટે ભારતની જ એક દેસી એપ્લિકેશને મોબાઈલ ગેમ શરૂ કરી છે.

  નવી દિલ્હીઃ આજકાલ આપણી દરેક જરૂરિયાતો અને મોજશોખ આપણા આંગળીના ટેરવે ઉપલબ્ધ થઈ રહી છે. મોબાઈલની એપ્લિકેશનનો (mobile application) આપણા જીવનને સરળ બનાવી રહી છે. જોકે નાના બાળકોનું (children care) ધ્યાન રાખવું મુશ્કેલ છે.

  બાળકોએ જમવામાં (child food) શું લેવું અને કઈ રીતે નાનપણથી ફિટ રહેવું તે અંગેનું માર્ગદર્શન આપવા માટે ભારતની જ એક દેસી એપ્લિકેશને મોબાઈલ ગેમ (mobile game) શરૂ કરી છે. બાળકોના મેદસ્વીપણા (Obesity)ને દૂર કરવા અને તેનાથી વધતા આરોગ્યના જોખમોને ધ્યાનમાં રાખીને ચેન્નઈ સ્થિત એક કંપનીએ બાળકોને હેલ્થી ફૂડ મળી રહે તે માટે ખોરાકની પસંદગી સંલગ્ન મોબાઇલ ગેમ એપ્લિકેશન શરૂ કરી છે.

  ગેમ એપનો વિચાર ક્યાંથી આવ્યો?
  ચેન્નાઈ સ્થિત એક કંપની ફ્રેન્ડસલર્ન(FriendsLearn) દ્વારા આ ગેમ એપ ડિઝાઇન કરવામાં આવી છે. ગેમ એપ્લિકેશનનો વિચાર ભાર્ગવ શ્રી પ્રકાશનો છે. જ્યારે તેઓ પિતા બન્યા બન્યા ત્યારે તેમણે નોંધ્યું કે આજકાલની જાહેરાતો જોઈને જ બાળકો પોતાના ખોરાક નક્કી કરે છે, તેમને ખ્યાલ ન નથી હોતો કે આ બેડ ફૂડ હેબિટ તેમના જ શરીર માટે આરોગ્યવર્ધક નથી. તેથી ભાર્ગવે પેરન્ટ બન્યા બાદ આ વિશે કંઇક કરવાનું નક્કી કર્યું અને આવું કંઈક બનાવવાની પ્રેરણા મળી હતી.

  આ પણ વાંચોઃ-રાજકોટઃ મોબાઈલમાં અશ્લીલ વીડિયો જોતી સાત વર્ષની પુત્રીને પકડીને મમ્મીએ પૂછ્યું, હકીકત જાણીને મમ્મીના પગ નીચેથી ધરતી સરકી ગઈ

  આ પણ વાંચોઃ-રાજકોટ: બેકાર યુવકનું માંગુ આવતા દીકરીના પિતાએ સગપણ માટે ના પાડી, 'વિફરેલા' યુવકે કર્યું જોરદાર કારસ્તાન

  ભાર્ગવે 11 વર્ષ પહેલાં એપ્લિકેશન બનાવાની શરૂઆત કરી હતી અને નામ આપ્યું હતું ફૂયા(Fooya). ANIને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે આ મહત્વપૂર્ણ વિષયમાં બાળકોને મનોરંજન સાથે શરીરની તંદુરસ્તી આપવાનું પણ લક્ષ્ય છે.

  આ પણ વાંચોઃ-સોરી એન્ડ લવ યુ કુકુ.. તુમ કર્ઝદાર હો.. હો સકે તો ચુકા દેના': આયેશાનો દર્દભર્યો પત્ર વાંચીને આંખો ભીની થઈ જશે

  આ પણ વાંચોઃ-સ્વરૂપવાન પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો પતિ, ચેતવણી આપી બંનેને છોડી દીધા, દગાવાજ પત્નીએ પતિની કરી હત્યા

  આ એપ્લિકેશન થકી બાળકોને ન્યુરોસાયન્સની મદદથી પ્રોસેસ્ડ ફૂડ કેમ ટાળૅવું જોઈએ તે પણ શીખવાડવામાં આવે છે. જોકે આ તમામ જ્ઞાન ગમ્મત અને રમત સાથે બાળકોને ટેક્નોલોજીની મદદથી આપવામાં આવે છે, જેથી તેઓ આ ભણતરથી કંટાળે નહીં.

  સાન ફ્રાન્સિસ્કોમાં આ કંપનીનું રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ(R&D) સેન્ટર છે અને 104 બાળકો પર તેમણે આ એપનો પ્રયોગ કર્યો છે. અંતે તારણમાં 10થી 11 વર્ષના બાળકોમાં ખાસ ઈમ્પેક્ટ જોવા મળી રહી છે. બાળકો સારો પૌષ્ટિક ખોરાક લઈને તંદુરસ્ત બની રહ્યા છે.

  ભાર્ગવે વધુમાં જણાવ્યું કે તેઓએ જ્હોન હોપકિન્સ યુનિવર્સિટી(John Hopkins University) સાથે પણ આ અંગે કામ કર્યું છે. તેમનો રીસર્ચ રીપોર્ટ JMIR mHealth અને uHealth જર્નલમાં પણ પ્રકાશિત થયો છે. તેમાં જણાયું છે કે એપ્લિકેશનના ફક્ત 20 મિનિટના યુઝથી બાળકો પર સકારાત્મક અસર થઈ શકે છે.  શું છે એપ્લિકેશનમાં?
  એપ્લિકેશનને બાળકોની નજીક રાખીને તેમની થીમ મુજબ ડેવલપ કરવામાં આવી છે. એપમાં રોબોટનો ઉપયોગ કરીને અવતાર(Avtar) બિનઆરોગ્યપ્રદ ખોરાક સામે લડે છે. એપ બાળકોને સારી બોડી શેપ જાળવવામાં મદદ કરે છે અને ગેમમાં આગળના તબક્કાઓ અનલોક કરવા Coins આપે છે. બાળકોને આરોગ્યપ્રદ ખોરાક ગ્રહણ કરીને વધુ મજબૂત-સશક્ત બનવા પ્રેરણા આપે છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Mobile app, ટેકનોલોજી

  આગામી સમાચાર