Home /News /tech /

Loan મળશે કે નહીં? WhatsAppથી મિનિટોમાં મેળવો માહિતી

Loan મળશે કે નહીં? WhatsAppથી મિનિટોમાં મેળવો માહિતી

ભારતીય યૂઝર્સ માટે આ પ્રકારની પહેલી સુવિધા છે, જેમાંથી તેઓ WhatsApp ઉપર જ પોતાનો ક્રેડિટ સ્કોર જાણી શકે છે

ભારતીય યૂઝર્સ માટે આ પ્રકારની પહેલી સુવિધા છે, જેમાંથી તેઓ WhatsApp ઉપર જ પોતાનો ક્રેડિટ સ્કોર જાણી શકે છે

    હવે તમે WhatsAppથી જાણી શકો છો કે આપને લોન મળશે કે નહીં. બેંક અને ફાઇનાન્સ કંપનીઓ આપના ક્રેડિટ સ્કોર કે સિબિલ સ્કોરને જોઈને લોન આપે છે. હવે તમે WhatsAppથી પોતાનો ક્રેડિટ સ્કરો ચેક કરી શકો છો. ક્રેડિટ સ્કોર 300થી 900ની વચ્ચે હોય છે. આપનો ક્રેડિટ સ્કોર 900થી જેટલો નજીક હશે, આપને તેટલી સરળતાથી લોન મળશે. WhatsApp ઉપર ફ્રીમાં ક્રેડિટ સ્કોર ચેક કરવાની સુવિધા Wishfin નામની કંપની આપી રહી છે.

    કંપનીએ WhatsApp ઉપર ફ્રીમાં ક્રેડિટ સ્કોરની સુવિધા આપવા માટે વોટ્સએપથી ઇન્ટીગ્રેટ કર્યું છે. ભારતીય યૂઝર્સ માટે આ પોતાની રીતની પહેલી સુવિધા છે, જેમાં તેઓ WhatsApp ઉપર જ પોતાનો ક્રેડિટ સ્કોર જાણી શકે છે.

    WhatsApp ઉપર આવી રીતે ફ્રીમાં જાણો આપનો ક્રેડિટ સ્કોર

    સ્ટેપ 1- સૌથી પહેલા 8287151151 નંબર પર મિસ્ડ કોલ કરો
    સ્ટેપ 2- આપનો નંબર WhatsApp ચેટમાં એડ થઈ જશે
    સ્ટેપ 3- હવે આપનું નામ, જન્મતારીખ અને જેન્ડરની માહિતી ભરો
    સ્ટેપ 4- હવે આપનો PAN નંબરે નાખો. (તમારી સમગ્ર વિગતો સમગ્રપણે સુરક્ષિત રહેશે)
    સ્ટેપ 5- આપનું સરનામાની વિગતો ભરો, જે બેંકમાં લખી હોય
    સ્ટેપ 6- આપના શહેરનું નામ, રાજ્ય અને પિન કોડની વિગતો ભરો
    સ્ટેપ 7- અંતમાં આપને આપનો ઈ-મેલ આઈડીની માહિતી આપવાની રહેશે.


    આ પણ વાંચો, Facebook Messenger પર આ રીતે કરો સિક્રેટ ચેટ, કોઈ નહીં વાંચી શકે

    આટલું કર્યા બાદ આપના WhatsApp ચેટ બોક્સમાં આપનો ક્રેડિટ સ્કોર કે સિબિલ રિપોર્ટ આવી જશે. ધ્યાન રાખો કે આપનો મોબાઇલ નંબર અને ઈ-મેલ આઈડી પર વન ટાઇમ પાસવર્ડ (OTP) આવશે. વેરિફિકેશન પૂરું કરવા માટે OTP નાખો. જેવું તમારી પાસે ક્રેડિટ સ્કોર કે સિબિલ રિપોર્ટ WhatsAppના ચેટ બોક્સમાં પહોંચી જશે, આપને આપ-મેળે ગ્રુપ ચેટથી હટાવી દેવામાં આવશે. જે એ સુનિશ્ચિત કરશે કે આપની ડિટેલ્સ સમગ્રપણે સુરક્ષિત છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Loan, PAN, Whatsapp

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन